૯૬ બાલવાડીના ઝોન કક્ષાના ત્રિદિવસીય રમતોત્સવમાં ૮૬૪ બાળકોએ ભાગ લીધો
Updated: Dec 20th, 2023
વડોદરા, તા.20 વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન હસ્તકની નગરપ્રાથમિક શિક્ષણ સમિતિ હસ્તકની ૯૬ બાલવાડીઓનો ઝોન કક્ષાનો ત્રિદિવસીય રમતોત્સવ પૂર્ણ થયો છે.
૩ દિવસમાં કુલ ૮૬૪ બાળકોએ ભાગ લીધો હતો, જેમાં જુદા જુદા ૮૧ બાળકો વિજેતા થયા હતા. પ્રથમ દિવસે ૩૬ બાલવાડીના ૩૨૪, બીજે દિવસે ૩૪ બાલવાડીના ૩૦૬ અને આજે ત્રીજા દિવસે ૨૬ બાલવાડીના ૨૩૪ બાળકોએ ઉત્સાહભેર જુદી જુદી રમતો રમી હતી.
આજે ઝોન-૩ નો રમતોત્સવ ગોવિંદરાવ મધ્યવર્તી શાળા, ખંડેરાવ માર્કેટ પાસે, ખાતે યોજવામાં આવ્યો હતો. જેમાં સંગીતખુરશી, દડાફેંક, દોડ, માથે વસ્તુ લઈને ચાલવું, દેડકાકૂદ, ત્રિપગી દોડ, બટાકારેસ, લીંબુ ચમચી જેવી વિવિધ રમતોનું આયોજન કરવામાં આવ્યું હતું. વિદ્યાર્થીઓને સર્વાંગી વિકાસ થાય અને તેમનામાં ખેલદિલી વિકસે તે માટે દર વર્ષે તમામ બાલવાડીઓના નાના ભૂલકાઓ માટે રમતોસ્વનું આયોજન કરવામાં આવે છે. આ રમતોત્સવમાં નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ વડોદરાનાં ૪૦૦૦ થી વધુ વિદ્યાર્થીઓ સહભાગી બન્યા હતા.