49 મિનિટ પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ હિના ખાન ત્રીજા સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. હાલ તે મુંબઈની કોકિલાબેન હોસ્પિટલમાં દાખલ છે, જ્યાં તેની સારવાર ચાલી રહી છે. અહીં હિનાની માતા રૂકસાના અસલમ ખાન અને તેનો બોયફ્રેન્ડ રોકી જયસ્વાલ પણ તેની સાથે જ છે.
![માતા હિનાની સારવાર દરમિયાન તેની સંભાળ લઈ રહી છે.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/snapinstaapp36960359732022203372863460116185797185_1719807545.jpg)
માતા હિનાની સારવાર દરમિયાન તેની સંભાળ લઈ રહી છે.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર પોસ્ટ શેર કરી
સારવાર દરમિયાન હિના સોશિયલ મીડિયા દ્વારા તેના ફેન્સને અપડેટ આપી રહી છે. તે તેના ઇન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર વિચારો પણ શેર કરી રહી છે.
હાલમાં જ એક વાર્તા શેર કરતી વખતે,એક્ટ્રેસે લખ્યું, ‘હું મારી મુસાફરીમાં જે બારી છે તેમાંથી ડોકિયું કરી રહી છું. આ પોસ્ટ તે તમામ મહિલાઓ અને પુરુષો માટે છે જેઓ કેન્સર સામેની લડાઈ લડી રહ્યા છે.
![હિનાએ આ પોસ્ટ શેર કરી](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/screenshot-2024-07-01-085544_1719807622.png)
હિનાએ આ પોસ્ટ શેર કરી
કહ્યું, ભલે તમને દુઃખ થાય પણ ગભરાઓ નહીં
હિનાએ વધુમાં લખ્યું ‘આ એક મુશ્કેલ લડાઈ છે, જેમાં ઘણી હિંમતની જરૂર છે. હું આશા રાખું છું કે મારી જર્ની પણ હિંમત સાથે ચાલુ રહેશે અને મારા જેવા ઘણા લોકોને પ્રોત્સાહિત કરશે જેઓ તેમની વાર્તાને સુંદર બનાવવાના માર્ગો શોધે છે. અને હા, હંમેશા યાદ રાખો કે આપણને ઈજા થઈ શકે છે પરંતુ આપણે ક્યારેય ગભરાવું જોઈએ નહીં.’
![અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરીને પોતાની બીમારી વિશે માહિતી આપી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/screenshot-2024-07-01-095131_1719807708.png)
અભિનેત્રીએ આ પોસ્ટ શેર કરીને પોતાની બીમારી વિશે માહિતી આપી હતી.
સેલેબ્સે કમેન્ટ કરીને પ્રાર્થના કરી
હિનાએ ગત શુક્રવારે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી જેમાં જણાવ્યું હતું કે તે બ્રેસ્ટ કેન્સર સામે લડી રહી છે. એક્ટ્રેસે લખ્યું હતું કે, હાલમાં ચાલી રહેલી અફવાઓ પર હું તમારી સાથે કેટલાક જરૂરી સમાચાર શેર કરવા માગુ છું. મને ત્રીજા સ્ટેજનું બ્રેસ્ટ કેન્સર છે. અંકિતા લોખંડે, ગૌહર ખાન, આમિર અલી અને અદા ખાન સહિત ઘણા સેલેબ્સે હિનાની આ પોસ્ટ પર કમેન્ટ કરી હતી અને તેના ઝડપી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
![હિનાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/screenshot-2024-06-28-123906_1719807763.png)
હિનાની આ પોસ્ટ પર ઘણા સેલેબ્સે પ્રતિક્રિયા આપી હતી
માતાના રડવાનો જૂનો વીડિયો વાઇરલ થયો
આ દરમિયાન હિનાની માતાનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. જેમાં તે ખરાબ હાલતમાં છે અને રડી રહી છે. ઘણા યુઝર્સે દાવો કર્યો હતો કે આ વીડિયો હાલના સમયનો છે જ્યારે હિનાની માતાને તેની પુત્રીના કેન્સર વિશે ખબર પડી હતી, પરંતુ આ વીડિયો ત્રણ વર્ષ જૂનો છે.
![હિનાની માતાનો રડતો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/screenshot-2024-07-01-094538_1719807781.png)
હિનાની માતાનો રડતો જુનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઇરલ
![હિનાએ આ વીડિયો 2021માં તેના પિતાના જન્મદિવસ પર શેર કર્યો હતો](https://images.bhaskarassets.com/web2images/521/2024/07/01/comp-84_1719808238.gif)
હિનાએ આ વીડિયો 2021માં તેના પિતાના જન્મદિવસ પર શેર કર્યો હતો
પિતાના નિધનના 4 મહિના બાદ સેલિબ્રેટ કર્યો હતો બર્થડે
આ વિડિયો હિનાએ પોતે ઓગસ્ટ 2021માં તેના સ્વર્ગસ્થ પિતાના જન્મદિવસ પર શેર કર્યો હતો. આ દરમિયાન કેક કાપતી વખતે તેમની માતા રડવા લાગ્યા હતા હિનાના પિતા અસલમ ખાનનું 20 એપ્રિલ 2021ના રોજ હાર્ટ એટેકથી અવસાન થયું હતું. તે ઘણીવાર તેમની સાથે સંબંધિત પોસ્ટ શેર કરીને તેને યાદ કરે છે.