2 કલાક પેહલા
- કૉપી લિંક
છેલ્લા ઘણા દિવસોથી એવા અહેવાલ આવી રહ્યા છે કે, સોનાક્ષી સિંહાનો પરિવાર તેના અને ઝહીર ઈકબાલના લગ્નથી ખુશ નથી. આ જ કારણ હતું કે સોનાક્ષીનો ભાઈ લવ સિંહા તેના લગ્નમાં હાજર નહોતો રહ્યો. હવે લવ સિંહાએ આ વાતની પુષ્ટિ કરી છે અને સંકેત આપ્યો છે કે, તેને સોનાક્ષીના સસરા ઈકબાલ રત્નાસી સાથે બનતું નથી. તેણે લખ્યું છે કે, તે કેટલાક લોકો સાથે ક્યારેય જોડાશે નહીં.’
સોનાક્ષીના ભાઈ લવ સિંહાએ તેના લગ્નમાં ન આવવાનું કારણ જણાવ્યું છે. તાજેતરમાં જ ટેલિગ્રાફમાં એક સમાચાર પ્રકાશિત થયા હતા, જેમાં ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીની ED દ્વારા પૂછપરછ કરવાનો ઉલ્લેખ છે. આ સમાચારના એક ભાગને હાઇલાઇટ કરીને લવ સિંહાએ X પ્લેટફોર્મ પર લખ્યું છે. તે(ઝહીર)ના પિતાના રાજકારણી સાથેના સંબંધો, જેના કારણે તેમની ED દ્વારા થયેલી પૂછપરછને વોશિંગ મશીનમાં ગાયબ કરી નાખવામાં આવી હતી. તેમજ ઝહીરના પિતા દુબઈમાં રહેતા હોવા વિશે કોઈને માહિતી ન મળી શકી.
આ સાથે લવ સિંહાએ લખ્યું છે કે, ‘લગ્નમાં મારું ન આવવાનું કારણ એકદમ સ્પષ્ટ છે, હું અમુક લોકો સાથે ક્યારેય જોડાઈ શકતો નથી, પછી ભલે ગમે તે થાય. હું ખુશ છું કે મીડિયામાંથી કોઈએ PR ટીમની બિનજરૂરી સર્જનાત્મક વાર્તા પર આધાર રાખવાને બદલે આના પર સંશોધન કર્યું છે.’
લવ સિંહાની આ પોસ્ટ દર્શાવે છે કે તેને સોનાક્ષીના પતિ ઝહીર ઈકબાલના પિતા ઈકબાલ રત્નાસીના કામ સામે વાંધો છે. પોસ્ટની સાથે લવે એ પણ સ્પષ્ટ કર્યું છે કે તેણે સોનાક્ષીના લગ્નમાં હાજરી આપી નથી.
સોનાક્ષી સિંહાએ 23 જૂને ઝહીર ઈકબાલ સાથે લગ્ન કર્યા હતા. એવા અહેવાલો હતા કે લવ અને કુશ નારાજગીના કારણે લગ્નમાં હાજર ન હતા. આ અંગે કુશ સિંહાએ ન્યૂઝ 18 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે તેઓએ સોનાક્ષીના લગ્નમાં હાજરી આપી હતી પરંતુ લાઇમલાઈટથી દૂર રહ્યા હતા.
સોનાક્ષી સિંહાના લગ્ન વિવાદમાં છે
તમને જણાવી દઈએ કે સોનાક્ષી સિંહા લગ્ન બાદથી જ ચર્ચામાં છે. એવા અહેવાલો હતા કે, સોનાક્ષીએ લગ્ન માટે ઇસ્લામ ધર્મ અપનાવ્યો છે, જોકે તેના સાસરિયાઓએ આ અહેવાલોને અફવા ગણાવી હતી. આના થોડા સમય પછી, બિહારની હિન્દુ શિવભવાની સેનાએ લગ્નનો વિરોધ કર્યો હતો અને ધમકી આપી હતી કે, તેઓ સોનાક્ષીને બિહારમાં પ્રવેશવા દેશે નહીં, કારણ કે તેણે મુસ્લિમ સાથે લગ્ન કરીને ધર્મ પરિવર્તનને પ્રોત્સાહન આપ્યું છે.
શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ છે
સોનાક્ષી ઝહીરના લગ્નના 2 દિવસથી શત્રુઘ્ન સિંહા હોસ્પિટલમાં દાખલ છે. તેમના ઘરના લિવિંગ રૂમમાં પડી જતાં તેમને પાંસળીમાં ઈજા થઈ છે, જેના કારણે તેમને 26 જૂને મુંબઈની કોકિલાબેન ધીરુભાઈ અંબાણી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. એવા અહેવાલો છે કે તેમની માઇનોર સર્જરી થઈ છે.