18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિકેટ માટે દિવાનગી કોને કહે છે…તેનો સાક્ષી આ નજારો છે…વિશ્વ વિજેતા ભારતીય ક્રિકેટ ટીમ માટે મુંબઈના મરીન ડ્રાઈવ પર ચાહકોનું ઘોડાપૂર ઉમટ્યું છે…નજર જાય ત્યાં સુધી બસ ટીમ ઈન્ડિયાના ચાહકો જ દેખાઈ રહ્યા છે…લાખોની સંખ્યામાં ઉમટેલા ચાહકો વિશ્વ વિજેતા ટીમ ઈન્ડિયાની ઝલક નિહાળવા માટે ગાંડાતૂર બન્યાં છે… આ ઐતિહાસિક ક્ષણના સાક્ષી બનવા માટે મરીન ડ્રાઇવથી વાનખેડે સુધી પગ મૂકવાની પણ જગ્યા દેખાતી નથી…જોકે આ વચ્ચે પણ લોકોનાં દિલ જીતી લે તેવાં દૃશ્યો સામે આવ્યાં છે… જેમાં લાખો ફેન્સે એમ્બ્યુલન્સને ત્યાંથી પસાર થવા માટે જગ્યા આપી છે…જેણે નિહાળી સૌ કોઈ તારીફ કરી રહ્યા છે…ખરેખર આ નજારો ટીમ ઈન્ડિયાના જીતથી ફેન્સ કેટલી હદે ખુશ છે…તેનો સાક્ષી છે…