જિલ્લા ક્ષય કેન્દ્ર છોટાઉદેપુર ખાતે ગુરુવારે ટીબી રોગના દર્દીઓને ઝડપથી શોધી શકાય તેમજ સમુદાયમાંથી શોધાયેલા દર્દીઓને સારવાર પર મૂકી સંપૂર્ણ રીતે સાજા કરવામાં મહત્વનો ભાગ ભજવી શકે તે માટે ટીબી રોગની સારવાર લઈ સાજા થયેલા ટીબી ચેમ્પિયન્સ માટેનો તાલીમ વર્
.
વર્ષ 2025 સુધીમાં દેશમાંથી ટીબી રોગને નાબૂદ કરવાના મહાત્વાકાંક્ષી લક્ષ્યાંકને હાંસલ કરવા માટે સામાજિક અભિગમ કે જે તમામ જમીની સ્તરના લોકોને જોડવા ખૂબ જરૂરી છે તેમને પર્યાપ્ત પોષણની ખાતરી કરવા, જાગૃતિ લાવવા અને રોગ સાથે સંકળાયેલા કોઈ પણ સામાજિક કલંકને દૂર કરવા માટે પ્રયત્નો કરવા, સમયસર અને નિયમિત સારવાર માટે પ્રોત્સાહિત કરવા વગેરે ટીબી જન આંદોલન મુહિમમાં જે પોતાના અનુભવના આધારે અન્ય ટીબી રોગના દર્દીઓને ટીબી રોગની ગંભીરતા અને સારવાર બાબતે ખૂબ સરસ રીતે સમજાવી શકે તેમજ સમુદાયમાં પોતાના અનુભવ આગળ ધરીને જાગૃતતા લાવવા માટે મહત્વની કડી બને તેવા હેતુથી ટીબી ચેમ્પિયન્સને ટીબી વિશેની વિશેષ તાલીમ વર્કશોપ યોજીને જિલ્લા ક્ષય અધિકારી ડો.ભરતસિંહ ચૌહાણ દ્વારા એક દિવસીય તાલીમ અપાઇ હતી. જેમાં જિલ્લાનાં દરેક તાલુકામાંથી ટીબી ચેમ્પિયન્સ હાજર રહ્યા હતા.