કોઠી ટાઇટન્સ અને કરજણ નાઇટ રાઇડર્સ વચ્ચે ફાઇનલ યોજાઇ હતી
Updated: Dec 21st, 2023
વડોદરા તા.૨૧ વડોદરા જિલ્લા મહેસૂલ મંડળ દ્વારા યોજાયેલી તૃતિય ક્રિકેટ ટૂર્નામેન્ટમાં કલેક્ટર કચેરીની હેડ ઓફિસની કોઠી ટાઇટન્સ ટીમનો ફાઇનલમાં વિજય થયો હતો.
ઉલ્લેખનીય છે કે રેવન્યૂ અધિકારીઓ અને કર્મચારીઓની ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ટૂર્નામેન્ટમાં કલેક્ટર કચેરી, પ્રાંત કચેરીઓ, મામલતદાર કચેરીઓમાં ફરજ બજાવતા અધિકારીઓ અને કર્મચારીઓએ ભાગ લીધો હતો. તા.૧૯ના રોજ ટૂર્નામેન્ટની ફાઇનલ યોજાઇ હતી.
ફાઇનલમાં કોઠી ટાઇટન્સ અને કરજણ નાઇટ રાઇડર્સ વચ્ચે મેચ રમાઇ હતી જેમાં કોઠી ટાઇટન્સ ચેમ્પિયન બની હતી. કરજણ નાઇટ રાઇડર્સે ૧૨૮ રન આપી ૮ વિકેટ ગુમાવી હતી જ્યારે કોઠી ટાઇટન્સે પાંચ વિકેટ ગુમાવીને ૧૨૯ રન બનાવ્યા હતાં.