નવી દિલ્હી21 મિનિટ પેહલા
- કૉપી લિંક
દિલ્હીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત ગઠબંધનના તમામ સાંસદો જંતર-મંતર પર વિરોધ પ્રદર્શન કરશે.
સંસદમાંથી વિપક્ષના સાંસદોને સસ્પેન્ડ કરવાના વિરોધમાં શુક્રવારે (22 ડિસેમ્બર) I.N.D.I.A ના તમામ સાથી પક્ષો દેશભરમાં વિરોધ પ્રદર્શન કરશે. દિલ્હીમાં રાહુલ ગાંધી, મલ્લિકાર્જુન ખડગે સહિત મહાગઠબંધનના તમામ સાંસદો બપોરે 3 વાગ્યે જંતર-મંતર ખાતે વિરોધ પ્રદર્શનમાં જોડાશે. વિરોધ દરમિયાન રાહુલ ગાંધી અને ખડગે સંબોધન કરશે. બીજી તરફ વિપક્ષ ગઠબંધને પાર્ટી કાર્યકર્તાઓને સાંસદોના સસ્પેન્શનનો વિરોધ કરવા કહ્યું છે.
ખરેખરમાં, 13 ડિસેમ્બરે બે શખ્સો લોકસભામાં ઘૂસ્યા હતા, સાંસદોએ તેમને પકડીને પોલીસને હવાલે કર્યા હતા. વિપક્ષના સાંસદો આ અંગે પીએમ મોદી અને અમિત શાહના નિવેદનની માંગ કરી રહ્યા હતા. હંગામાને કારણે 146 સાંસદોને 14 થી 21 ડિસેમ્બર સુધી લોકસભા અને રાજ્યસભામાંથી સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આમાં કોંગ્રેસ પાસે સૌથી વધુ 61 સાંસદો (લોકસભામાંથી 44, રાજ્યસભામાંથી 17) છે.
બીજી તરફ 19 ડિસેમ્બરે દિલ્હીમાં યોજાયેલી વિપક્ષ ગઠબંધનની બેઠકમાં પણ સાંસદોના સસ્પેન્શનનો મુદ્દો ઉઠાવવામાં આવ્યો હતો. વિરોધ પક્ષોએ સાંસદોના સસ્પેન્શનની નિંદા કરી અને તેનો વિરોધ કરવાનો નિર્ણય કર્યો હતો.
સાંસદોના સસ્પેન્શનના વિરોધમાં વિપક્ષના સાંસદોએ ગુરુવારે પદયાત્રા કાઢી હતી. આ તરફ ઉપરાષ્ટ્રપતિ ધનખડની મિમિક્રી કરવા બદલ ભાજપે જંતર-મંતર પર ટીએમસી સાંસદ કલ્યાણ બેનર્જી અને કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધી વિરુદ્ધ પ્રદર્શન કર્યું.
21 ડિસેમ્બરે ગૃહની કાર્યવાહી શરૂ થાય તે પહેલા વિપક્ષના સાંસદોએ જૂની સંસદથી વિજય ચોક સુધી કૂચ કરી હતી. આ દરમિયાન ખડગેએ કહ્યું કે સરકારે સંસદની સુરક્ષામાં ખામી પર જવાબ આપવો જોઈએ. પીએમ નરેન્દ્ર મોદી અને ગૃહમંત્રી અમિત શાહે સંસદમાં આવીને આ મામલે નિવેદન આપવું જોઈએ.
સરકાર વિપક્ષનો અવાજ દબાવી રહી છેઃ ખડગે
કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેએ કહ્યું કે પીએમ વારાણસી, અમદાવાદ જઈ રહ્યા છે, તેઓ દરેક જગ્યાએ બોલી રહ્યા છે, પરંતુ સંસદમાં સુરક્ષાની ખામી પર નહીં. ગૃહમંત્રી અમિત શાહે પણ સંસદની સુરક્ષામાં ચૂક મામલે કશું બોલ્યા નહીં. અમે તેની નિંદા કરીએ છીએ. સરકાર ગૃહને કામ કરવા દેવા માંગતી નથી. વિપક્ષનો અવાજ દબાવવામાં આવી રહ્યો છે. સંસદમાં બોલવું એ અમારો અધિકાર છે. અધ્યક્ષ મામલાને જ્ઞાતિનો રંગ આપી રહ્યા છે.
શરદ પવારે કહ્યું કે ગૃહમાં જે બન્યું તે ઇતિહાસમાં ક્યારેય બન્યું નથી. જેઓ ગૃહમાં ઘૂસ્યા, તેઓ કોની મદદથી ઘૂસ્યા? સુરક્ષામાં ચૂકની ચર્ચા કેમ નથી થતી? ચર્ચા કરવાને બદલે સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. અધ્યક્ષની મિમિક્રી પર પવારે કહ્યું કે આ ગૃહની અંદરનો નથી, બહારનો મામલો છે.
આઝાદી પછી પહેલીવાર આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા
સોમવારે એટલે કે 18મી ડિસેમ્બરે કુલ 78 સાંસદો (લોકસભા-33, રાજ્યસભા-45)ને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. આઝાદી બાદ પ્રથમ વખત એક જ દિવસમાં આટલા સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. અગાઉ 1989માં રાજીવ સરકારમાં 63 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા. ગયા અઠવાડિયે પણ 14 સાંસદોને સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા.