મુંબઈ57 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારે આજે એટલે કે 9મી જુલાઈએ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સ 80,481ની સપાટીએ સ્પર્શ્યો હતો અને નિફ્ટી 24,459ના સ્તરે સ્પર્શ્યો હતો. હાલમાં સેન્સેક્સ 100પોઈન્ટથી વધુના ઘટાડા સાથે 80,200ની સપાટીએ ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટીમાં પણ લગભગ 20 પોઈન્ટનો ઘટાડો જોવા મળી રહ્યો છે. તે 24,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે. આજે ઓટો અને પાવર શેર્સમાં ઉછાળો જોવા મળી રહ્યો છે. તેમજ, આજે બેંકિંગ અને આઈટી શેર્સમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. ગઈકાલે એટલે કે મંગળવારે પણ બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું.
આજે એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ અને બંસલ વાયરનું માર્કેટમાં લિસ્ટિંગ
એમક્યોર ફાર્માસ્યુટિકલ્સ લિમિટેડ અને બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના શેર આજે સ્ટોક એક્સચેન્જમાં લિસ્ટ થશે. એમક્યોર ફાર્માસ્યુટિકલ્સનો IPO ત્રણ દિવસમાં કુલ 67.87 વખત સબસ્ક્રાઇબ થયો હતો. રિટેલ કેટેગરીમાં ઇશ્યૂ 7.36 ગણો, ક્વોલિફાઇડ ઇન્સ્ટિટ્યૂશનલ બાયર્સ (QIB) કેટેગરીમાં 191.24 ગણો અને નોન-ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (NII) કેટેગરીમાં 49.32 ગણો સબસ્ક્રાઇબ થયો હતો.
બંસલ વાયર ઇન્ડસ્ટ્રીઝનો IPO ત્રણ દિવસમાં કુલ 62.76 વખત સબસ્ક્રાઇબ થયો હતો. આ ઈસ્યુ રિટેલ કેટેગરીમાં 14.37 વખત, QIBમાં 153.86 ગણો અને NII કેટેગરીમાં 54.21 વખત સબસ્ક્રાઈબ થયો હતો. બંને કંપનીઓની ઈનિશિયલ પબ્લિક ઓફર એટલે કે (IPO) 3 જુલાઈથી 5 જુલાઈ સુધી ઓપન થયો હતો.
9મી જુલાઈએ સતત બીજા દિવસે ઓલ ટાઈમ હાઈ પર છે.
એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર
- એશિયાઈ બજારોમાં આજે મિશ્ર કારોબાર જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 0.13% ઉપર છે. તેમજ, હોંગકોંગનો હેંગસેંગ 0.32% વધીને કારોબાર કરી રહ્યો છે. જોકે, શાંઘાઈ કમ્પોઝિટ 0.43% ડાઉન છે.
- બુધવારે અમેરિકન માર્કેટમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 52.82 (0.13%) પોઈન્ટ ઘટીને 39,291 પર બંધ થયો હતો. જ્યારે NASDAQ 25.55 (0.14%) પોઈન્ટ વધીને 18,429 પર બંધ થયો હતો.
- વિદેશી સંસ્થાકીય રોકાણકારો (FIIs) એ મંગળવારે (9 જુલાઈ) ના રોજ ₹314.46 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII) એ ₹1,416.46 કરોડના શેર ખરીદ્યા હતા.
ગઈ કાલે બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું
અગાઉ ગઈકાલે એટલે કે 9મી જુલાઈએ બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન સેન્સેક્સે 80,397 અને નિફ્ટીએ 24,443ની હાઈ સપાટી બનાવી હતી. આ પછી નિફ્ટી 112 પોઈન્ટના વધારા સાથે 24,433ના સ્તરે બંધ થયો હતો. જ્યારે સેન્સેક્સ 391 પોઈન્ટ ઉછળ્યો હતો. 80,351ના સ્તરે બંધ રહ્યો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 18માં તેજી અને 12 શેરોમાં વધારો જોવા મળ્યો હતો.