સ્પોર્ટ્સ ડેસ્ક10 મિનિટ પેહલા
- કૉપી લિંક
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટની જાહેરાત કરી છે. જ્યારે કેટલાક દિગ્ગજ ખેલાડીઓને આ નવા કરારમાં સામેલ કર્યા નથી, પરંતુ નવા અને યુવા ખેલાડીઓને સ્થાન મળ્યું છે. રચિન રવીન્દ્રને આમાં પ્રથમ વખત સામેલ કર્યો છે.
પહેલાની જેમ આ વખતે પણ ટ્રેન્ટ બોલ્ટને તેમાં સામેલ કર્યો નથી, જ્યારે કેન વિલિયમસનને પણ તેમાંથી બહાર રાખ્યો છે. અગાઉ કેન વિલિયમસને પણ કરાર પર હસ્તાક્ષર કરવાનો ઇનકાર કર્યો હતો.
ન્યૂઝીલેન્ડ ક્રિકેટ બોર્ડે 20 ખેલાડીઓની યાદી જાહેર કરી છે, જેમાં રચિન સિવાય બેન સીઅર્સ, વિલિયમ ઓ’રર્કે અને જેકબ ડફીના નામ પણ સામેલ છે. તે જ સમયે, ગયા વર્ષે સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી બહાર રહેલા સ્પિનર એજાઝ પટેલનો પણ આ યાદીમાં સમાવેશ કર્યો છે.
રચિને ODI વર્લ્ડ કપ 2023માં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી
આ યાદીમાં રચિનનો સમાવેશ થાય તેવી શક્યતાઓ પહેલાથી જ વ્યક્ત કરવામાં આવી રહી હતી. તેણે ગયા વર્ષે ભારતમાં રમાયેલા ODI વર્લ્ડ કપમાં ઘણી શાનદાર ઇનિંગ્સ રમી હતી. તેણે 578 રન બનાવ્યા હતા. તેને 2023 માટે ICC ઇમર્જિંગ પ્લેયર ઑફ ધ યર તરીકે પસંદ કર્યો હતો. આ પછી, તે ન્યૂઝીલેન્ડ ક્રિકેટ અવોર્ડ્સમાં સર રિચર્ડ હેડલી મેડલ મેળવનાર સૌથી યુવા ખેલાડી બન્યો.
ન્યૂઝીલેન્ડના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાં સામેલ ખેલાડીઓ
ફિન એલન, ટોમ બ્લન્ડેલ, માઈકલ બ્રેસવેલ, માર્ક ચેપમેન, ડેવોન કોનવે, જેકબ ડફી, મેટ હેનરી, કાયલ જેમીસન, ટોમ લેથમ, ડેરીલ મિચેલ, હેનરી નિકોલ્સ, વિલ ઓ’રર્કે, એજાઝ પટેલ, ગ્લેન ફિલિપ્સ, રચિન રવીન્દ્ર, મિચેલ સેન્ટનર, બેન સીઅર્સ, ઈશ સોઢી, ટિમ સાઉથી અને વિલ યંગ.