મુંબઈ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 11મી જુલાઈએ તેજી જોવા મળી રહી છે. સેન્સેક્સ 200 પોઈન્ટથી વધુના ઉછાળા સાથે 80,100ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટીમાં પણ 50 પોઈન્ટથી વધુની તેજી છે. તે 24,400ના સ્તરે કારોબાર કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 25માં વધારો અને 5માં ઘટાડો જોવા મળી રહ્યો છે. મેટલ, આઈટી અને ઓટો શેરમાં વધુ તેજી છે. અગાઉ ગઈકાલે એટલે કે 10 જુલાઈના રોજ શેરબજારે ઓલ ટાઈમ હાઈ પર હતું.
એશિયન બજારોમાં આજે તેજીૂ
- એશિયન બજારોમાં આજે તેજી જોવા મળી રહી છે. જાપાનના નિક્કેઈમાં 0.83%નો વધારો છે. તેમજ, હોંગકોંગના હેંગસેંગમાં 1.18%નો વધારો જોવા મળી રહ્યો છે. આની સાથે શંઘાઈ કમ્પોઝિટ 0.63%ની તેજી છે.
- ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FIIs) એ બુધવારે (10 જુલાઈ) ના રોજ ₹583.96 કરોડના શેર ખરીદ્યા હતા. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ₹1,082.40 કરોડના શેર ખરીદ્યા હતા.
- બુધવારે અમેરિકન બજારમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો હતો. ડાઓ જોન્સ ઈન્ડસ્ટ્રીયલ એવરેજ 429.39 (1.09%) પોઈન્ટ વધીને 39,721 પર બંધ થયો. જ્યારે NASDAQ 218.16 (1.18%) પોઈન્ટ વધીને 18,647 પર બંધ થયો હતો.
ગઈ કાલે બજાર ઓલ ટાઈમ હાઈ પર હતું
ગઈકાલે એટલે કે 10 જુલાઈના રોજ શેરબજારે ઓલ ટાઈમ હાઈ પર હતું. ટ્રેડિંગ દરમિયાન, સેન્સેક્સે 80,481 અને નિફ્ટીએ 24,459 ઓલ ટાઈમ હાઈ બનાવી હતું. જો કે, દિવસભરના કારોબાર બાદ સેન્સેક્સ 426 પોઈન્ટ ઘટીને 79,924 પર બંધ રહ્યો હતો.
નિફ્ટી પણ 108 પોઈન્ટ ઘટીને 24,324 ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21માં ઘટાડો અને 9માં વધારો જોવા મળ્યો હતો.