3 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ અને મોડલ નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં પોતાની અંગત જીવનને કારણે ચર્ચામાં છે. ક્રિકેટર હાર્દિક પંડ્યા સાથેના તેમના લગ્ન જીવનને લઈને અફવાઓનું બજાર સતત ગરમ છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમના સંબંધો છૂટાછેડા તરફ આગળ વધી ગયા છે, જોકે અત્યાર સુધી હાર્દિક અને નતાશા બંનેએ આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી. પરંતુ આ દિવસોમાં નતાશા સોશિયલ મીડિયા પર રહસ્યમય પોસ્ટ શેર કરી રહી છે.
બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા
નતાશાએ ઇન્સ્ટાગ્રામ પર એક નવો વીડિયો શેર કર્યો છે જેમાં તે ઓછા નિર્ણય લેવાની અને અન્ય પ્રત્યે સહાનુભૂતિ રાખવાની વાત કરી રહી છે.
આ વીડિયોમાં નતાશા કહે છે, ‘હું વિચારતી હતી કે લોકો કેટલી ઝડપથી કોઈને જજ કરે છે. જો તેઓ કોઈને કંઈક જુદું કરતા જુએ છે, તો તેઓ તેને જોતા નથી અને કોઈ સહાનુભૂતિ બતાવતા નથી. તેઓ વિચાર્યા વિના જ તેમને જજ કરવાનું શરૂ કરે છે. તેઓ જાણતા નથી કે શું સંજોગો હતા, સમગ્ર ઘટના પાછળનું કારણ શું હતું. હું ફક્ત એટલું જ કહીશ કે લોકોએ અન્યનું અવલોકન કરવું જોઈએ, જજ ઓછા કરવા અને અન્ય પ્રત્યે વધુ સહાનુભૂતિ ધરાવવી જોઈએ.
અગાઉ પણ ઘણી ક્રિપ્ટિક પોસ્ટ શેર કરી ચૂકી છે
હાલમાં જ નતાશાએ તેની ઇન્સ્ટાગ્રામ સ્ટોરીમાં એક ક્લિપ શેર કરી હતી જેમાં તે મુશ્કેલ સમયમાં ભગવાન પર વિશ્વાસ રાખવાની વાત કરી રહી હતી.
કારમાં મુસાફરી કરતી વખતે લેવામાં આવેલા આ વીડિયોમાં નતાશાએ શેર કર્યું છે કે, ‘હું આજે કંઈક વાંચવા માટે ખૂબ જ ઉત્સાહિત હતી જે મને ખરેખર સાંભળવાની જરૂર હતી અને તેથી હું કારમાં મારી સાથે બાઇબલ લાવી છું, કારણ કે હું તમારી સાથે પણ શેર કરવા માગું છું.’
વધુમાં કહ્યું, ‘આ ભગવાન છે, જે તમારી આગળ જાય છે અને તમારી સાથે રહેશે. તે તમને ક્યારેય છોડશે નહીં કે તમને ત્યાગશે નહીં. ડરશો નહીં કે નિરાશ થશો નહીં. જ્યારે પણ આપણે કોઈ ચોક્કસ પરિસ્થિતિમાંથી પસાર થઈએ છીએ ત્યારે આપણે હિંમત હારી જઈએ છીએ, નિરાશ થઈએ છીએ, ઉદાસ થઈ જઈએ છીએ અને ઘણીવાર હારી જઈએ છીએ, (પરંતુ) ભગવાન તમારી સાથે છે. એ વાતથી ભગવાન પરેશાન નથી તમે શું કરી રહ્યા છો, કારણ કે તેમની પાસે પહેલાંથી જ એક પ્લાનિંગ હોય છે.’
હાર્દિકે દુબઈમાં નતાશા સાથે સગાઈ કરી હતી
છૂટાછેડાની અફવાઓ કેમ ઉડી રહી છે?
હાલમાં નતાશા અને હાર્દિક વચ્ચે છૂટાછેડાના સમાચારોએ વધુ જોર પકડ્યું છે કારણ કે ભારતે T20 વર્લ્ડ કપ જીત્યા બાદ નતાશાએ હાર્દિક માટે કોઈ પોસ્ટ શેર કરી નથી. લોકોને આશા હતી કે પત્ની નતાશા ભારતની જીતમાં મહત્ત્વની ભૂમિકા ભજવવા બદલ હાર્દિકને અભિનંદન આપતી પોસ્ટ શેર કરશે પરંતુ એવું થયું નહીં.
આ પહેલા પણ છૂટાછેડાની અફવાઓને વધુ વેગ મળ્યો જ્યારે નતાશાએ હાર્દિક સાથેના લગ્નની તસવીરો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવી દીધી હતી. ત્યારપછી થોડા દિવસો બાદ નતાશાએ આ તસવીરો રિસ્ટોર કરીને છૂટાછેડાની અફવાઓ પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
પુત્ર અગસ્ત્ય સાથે હાર્દિક અને નતાશા
હાર્દિક અને નતાશાના લગ્ન 2020માં થયા હતા
હાર્દિકે 1 જાન્યુઆરી 2020ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે, 30 જુલાઈ 2020ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.