16 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડ એક્ટર ઈમરાન હાશ્મીએ પોતાની લવ લાઈફ વિશે વાત કરી છે. તેમણે એક ઇન્ટરવ્યૂમાં જણાવ્યું છે કે પત્ની પરવીન શાહાની સાથેના લગ્નજીવનમાં તેમને કેટલી મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો હતો. ઈમરાને કહ્યું છે કે તેમની પત્નીના પરિવારના સભ્યો આ લગ્નની વિરુદ્ધ હતા કારણ કે તેઓ તેની સિરિયલ કિસર ઈમેજથી બિલકુલ ખુશ ન હતા.
પરવીનના પરિવારને ઈમરાન પસંદ નહતો
શુભંકર મિશ્રાના પોડકાસ્ટ પર દેખાતા ઇમરાને કહ્યું કે તેમની પત્ની પરવીને તેને સુખ અને દુઃખમાં ઘણો સાથ આપ્યો છે. જ્યારે તેમની પાસે પૈસા નહોતા ત્યારે પણ તે ખડેપગે ઉભી હતી.
પત્ની પરવીન સાથે ઈમરાન
ઇમરાને કહ્યું, ‘પરવીન મને ખૂબ ખીજાતી હતી પરંતુ તે ખૂબ જ સમજદાર પણ હતી. જો તે મને ન સમજે તો હું આવા રોલ નિભાવી શકું નહીં. અમારા સંબંધના પ્રારંભિક તબક્કામાં તેમના પરિવારને મારી સાથે ઘણી સમસ્યાઓ હતી. મારી સિરિયલ કિસરની ખૂબ જ મજબૂત ઈમેજ હતી. પરવીનનો પરિવાર આ સાંભળીને ચોંકી ગયો કે તે ઈમરાન હાશ્મી સાથે લગ્ન કરવા માગે છે? હું તેમના દૂરના સંબંધીઓ વિશે વાત કરું છું જેમને હું ક્યારેય મળ્યો નથી. ઘણી સમજાવટ પછી આખરે અમે લગ્ન કરી લીધા. અમે 18 વર્ષથી સાથે છીએ. તે મારા જીવનમાં ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હું તેમને ક્યારેય છોડી શકતો નથી.’
ઈમરાને વધુમાં કહ્યું કે, ‘મારો સંબંધ અને પરવીન પ્રત્યેનો મારો પ્રેમ મારા જીવનમાં ખૂબ જ જરૂરી છે. પ્રોફેશન સેકેન્ડરી છે.’
પુત્ર અયાન સાથે ઈમરાન
ઇમરાને વધુમાં જણાવ્યું હતું કે ફિલ્મોમાં તેમના કામ પર પણ અસર પડી હતી કારણ કે તે પરિણીત હતો. ઈમરાને 2006માં પરવીન સાથે લવ મેરેજ કર્યા હતા. બંનેને એક પુત્ર છે જેનું નામ અયાન છે.
ઈમરાને વર્ષ 2003માં ફિલ્મ ‘ફૂટપાથ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ પછી તેણે ‘તુમસા નહીં દેખા’, ‘ઝહર’, ‘આશિક બનાયા આપને’, ‘ચોકલેટ’, ‘કલયુગ’, ‘અક્સર’, ‘ગેંગસ્ટર’ અને ‘મર્ડર’ જેવી શાનદાર ફિલ્મોમાં કામ કર્યું છે.