52 મિનિટ પેહલા
- કૉપી લિંક
જ્યારથી શ્રદ્ધા કપૂરે રાહુલ મોદી સાથેના સંબંધોની પુષ્ટિ કરી છે ત્યારથી તેમના લગ્નની ચર્ચા થઈ રહી છે. શ્રદ્ધાને અવારનવાર લગ્ન વિશે પ્રશ્નો પૂછવામાં આવે છે. ફિલ્મ ‘સ્ત્રી 2’ના ટ્રેલર લોન્ચ દરમિયાન, જ્યારે અભિનેત્રીને લગ્ન સંબંધિત પ્રશ્ન પૂછવામાં આવ્યો, ત્યારે તેણે ફિલ્મી અંદાજમાં જવાબ આપ્યો.
ફિલ્મના ટ્રેલર લોન્ચ દરમિયાન, શ્રદ્ધા કપૂર ગ્લેમરસ મેકઅપ અને બાંધેલા વાળ સાથે ગોલ્ડન-રેડ સાડીમાં ખૂબ જ સુંદર લાગી રહી હતી. આ દરમિયાન તેણે પોતાના લગ્ન વિશે વાત કરી. જ્યારે અભિનેત્રીને પૂછવામાં આવ્યું કે આજે તું દુલ્હનની જેમ સજ્જ થઈને આવી છે તો રિયલ લાઈફમાં ક્યારે દુલ્હન બનશે?
આ સવાલનો જવાબ શ્રદ્ધા કપૂરે ફની રીતે આપ્યો. તેણે કહ્યું- તે એક મહિલા છે, જ્યારે પણ તે દુલ્હન બનવા માંગશે ત્યારે તે બની જશે. મહત્વનું છે કે શ્રદ્ધા કપૂરની મોસ્ટ અવેટેડ ફિલ્મ ‘સ્ત્રી 2’ 15 ઓગસ્ટે રિલીઝ થશે. આ ફિલ્મ ‘સ્ત્રી’ની સિક્વલ છે. આ ફિલ્મને લઈને શ્રદ્ધા કપૂર ખૂબ જ ઉત્સાહિત છે.
શ્રદ્ધા કપૂર છેલ્લા કેટલાક સમયથી સ્ક્રિપ્ટ રાઈટર રાહુલ મોદીને ડેટ કરી રહી છે. ગયા મહિને શ્રદ્ધાએ ઇન્સ્ટાગ્રામ પર રાહુલ મોદી સાથેના સંબંધોની સત્તાવાર જાહેરાત કરી હતી. તેણે રાહુલ સાથેની સેલ્ફી પોસ્ટ કરી અને ફની કેપ્શન પણ લખી. તેણે લખ્યું હતું – ‘દિલ રાખી પણ ઊંઘ તો પાછી આપી દે દોસ્ત ‘ શ્રદ્ધાએ આ પોસ્ટ સાથે બેકગ્રાઉન્ડમાં ફિલ્મ ‘ઈશ્ક’ના ગીત ‘નીંદ ચૂરાઈ મેરી’નો પણ ઉપયોગ કર્યો હતો.