અમરેલી જિલ્લામા સાવરકુંડલા ડીવીઝનના ASP વલય વૈદ્યની નાસ્તા ફરતા સ્કોડ હવે એક્ટિવ મોડમાં આવી નાસ્તા ફરતા આરોપીઓના લિસ્ટ તૈયાર કરી તેમની શોધખોળ કરવા માટે વધુ સક્રિયતા દાખવી કવાયત હાથ ધરવામાં આવી છે જાફરાબાદ મરીન પોલીસ સ્ટેશનના ગુન્હામાં 10 વર્ષથી ફરાર
.
નાસ્તા ફરતા સ્કોડની ટીમને વધુ એક સફળતા મળી
સાવરકુંડલા ડીવીઝન નાસ્તા ફરતા સ્કોડની ટીમ દ્વારા અગાવ 2 આરોપી ઝડપી લીધા બાદ આજે વધુ એક 10 વર્ષથી નાસ્તો ફરતો આરોપી કોઈ શોધી ન શક્યું તેને પેરોલ ફર્લો સ્કોડની ટીમએ ઝડપી પાડવામાં સફળતા મળી છે જેમા ઇન્ચાર્જ પીએસઆઈ કે.ડી.હડીયા, જ્યેન્દ્રભાઈ બસીયા, મહેશભાઈ બારૈયા,રામકુભાઈ કહોર,જયપાલસિંહ ગોહિલ સહિત પોલીસ કર્મચારીને સફળતા મળી છે.