નોઈડા1 કલાક પેહલા
- કૉપી લિંક
ઇન્ટરનેશનલ મોટિવેશનલ સ્પીકર વિવેક બિન્દ્રાએ તેની પત્ની પર હુમલો કર્યો છે. આરોપ છે કે તેણે તેની પત્ની યાનિકાને રૂમમાં બંધ કરી દીધી અને તેની સાથે મારઝૂડ કરી. એને કારણે તેના કાનનો પડદો ફાટી ગયો. તેને અપશબ્દો કહ્યા. મોબાઈલ પણ તોડી નાખ્યો. નોઈડામાં બિન્દ્રા વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે.
FIR મુજબ, વિવેક બિન્દ્રાના બીજાં લગ્ન 6 ડિસેમ્બરે યાનિકા સાથે થયા હતા. હુમલાની ઘટના 8 ડિસેમ્બરે બની હતી. આ પછી યાનિકાને દિલ્હીની એક ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. યાનિકાના ભાઈ વૈભવ ક્વાત્રાએ 14 ડિસેમ્બરે સેક્ટર-126 પોલીસ સ્ટેશનમાં વિવેક વિરુદ્ધ કેસ દાખલ કર્યો હતો, પરંતુ શુક્રવારે સાંજે મામલો સામે આવ્યો હતો. વિવેક બિન્દ્રાનો એક વીડિયો પણ સામે આવ્યો છે, જેમાં તે સોસાયટીના ગેટ પર પત્ની સાથે ઝઘડો કરતો જોવા મળે છે. વિવેક બિન્દ્રા બડા બિઝનેસના CEO છે. યુટ્યૂબ પર વિવેકના 2 કરોડથી વધુ સબ્સ્ક્રાઈબર્સ છે.

આ યાનિકાની તસવીર છે. માર માર્યા બાદ વિવેક બિન્દ્રા હોસ્પિટલમાં દાખલ છે.
વિવેકને તેની માતા સાથે વિવાદ કરવાથી રોક્યો તો પત્નીને મારી
ગાઝિયાબાદના ચંદરનગરના રહેવાસી વૈભવ ક્વાત્રાએ એફઆઈઆર નોંધાવી છે. વૈભવ વિવેક બિન્દ્રાનો સાળો છે, જેમાં તેણે જણાવ્યું છે કે મારી બહેન યાનિકાના લગ્ન 6 ડિસેમ્બરે લલિત માનનગર હોટલમાં વિવેક બિન્દ્રા સાથે થયા હતા. વિવેક હાલમાં સુપરનોવા વેસ્ટ રેસિડેન્સી, સેક્ટર-94માં રહે છે. 8મી ડિસેમ્બરે સવારે 3 વાગ્યે વિવેક તેની માતા પ્રભા સાથે ઝઘડો કરી રહ્યો હતો. જ્યારે યાનિકાએ વચ્ચે પડીને બચાવ કરવાની કોશિશ કરી ત્યારે વિવેક તેની પત્ની પર ગુસ્સે થઈ ગયો.
એફઆઈઆર મુજબ, “આ પછી વિવેકે રૂમને તાળું માર્યું અને યાનિકાની સાથે દુર્વ્યવહાર કર્યો અને મારપીટ કરી. મોબાઈલ ફોન તોડી નાખ્યો, તેના વાળ ખેંચી લીધા. બહેનના શરીર પર ઘા છે. કાનનો પડદો ફાટી ગયો હોવાથી તેને સંભળાતું નથી. માથામાં ઈજા થવાના કારણે તેને ચક્કર પણ આવી રહ્યા છે. સારવાર માટે કડકડડુમા દિલ્હી સ્થિત કૈલાસ દીપક હોસ્પિટલમાં તેને દાખલ કરી છે.

વિવેક બિન્દ્રા અને તેની પત્નીનો વીડિયો સામે આવ્યો છે, જેમાં તે દલીલ કરતો દેખાય છે.
ભાઈએ કહ્યું-બહેન શારીરિક અને માનસિક રીતે ભાંગી પડી છે
ભાઈ વૈભવે જણાવ્યું હતું કે યાનિકાએ તેની બહેનને ફોન કરીને લગ્ન પછી બનેલી ઘટનાની જાણકારી આપી. પછી હું મારી બહેન સાથે યાનિકાના ઘરે પહોંચ્યો. તેને હોસ્પિટલમાં દાખલ કરી છે. ઘણા દિવસો સુધી બહેનની હોસ્પિટલમાં સારવાર ચાલી. હુમલા બાદ બહેન શારીરિક અને માનસિક રીતે સાવ ભાંગી પડી છે. તે કોઈની સાથે વધારે વાત કરતી નથી.
(પોલીસનું કહેવું છે કે યાનિક સાથે વિવેક બિન્દ્રાના લગ્ન 6 ડિસેમ્બરે નહીં, પરંતુ 6 નવેમ્બરે થયા હતા. જોકે FIRમાં લગ્નની તારીખ 6 ડિસેમ્બર લખવામાં આવી છે. )

વિવેક બિન્દ્રાનો તેની પહેલી પત્ની ગીતિકા સાથે પણ વિવાદ ચાલી રહ્યો છે. આ કેસ હજુ ફરીદાબાદ કોર્ટમાં પેન્ડિંગ છે.
પહેલી પત્ની સાથે પણ વિવાદ, ફરીદાબાદ કોર્ટમાં કેસ પેન્ડિંગ
યાનિકા વિવેક બિન્દ્રાની બીજી પત્ની છે. બિન્દ્રાની પહેલી પત્નીનું નામ ગીતિકા સબરવાલ છે. બિન્દ્રાનો તેની પ્રથમ પત્ની સાથે વિવાદ ચાલી રહ્યો છે. બંનેના કેસ કોર્ટમાં પેન્ડિંગ છે. ફરીદાબાદની ઓમેક્સ હાઇટ્સ સોસાયટીમાં રહેતી ગીતિકા બિન્દ્રાએ તેના પતિ સાથે વિવાદ બાદ ફરીદાબાદ પોલીસ સ્ટેશન સેન્ટ્રલમાં ફરિયાદ નોંધાવી હતી, જેમાં કહેવામાં આવ્યું હતું કે તેના પતિ વિવેક બિન્દ્રા સાથે ઘણાં વર્ષોથી વિવાદ ચાલી રહ્યો હતો. ગીતિકાએ વિવેકને કહ્યું હતું કે તેના જીવનું જોખમ છે. તેમની વચ્ચે કોર્ટમાં છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે, જેમાં તેણે બિન્દ્રા પાસે ભરણપોષણની પણ માગ કરી છે. બંનેને એક પુત્ર પણ છે.
બિન્દ્રાનું નામ અગાઉ પણ વિવાદોમાં જોડાઈ ચૂક્યું છે

મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને વિવેક વચ્ચે પણ વિવાદ ચાલી રહ્યો છે.
- અહેવાલો અનુસાર, ફેબ્રુઆરી 2023માં વિવેક બિન્દ્રાએ તેના એક વીડિયોમાં મોરબીની ટાઇલ્સને સબસ્ટાન્ડર્ડ ગણાવી હતી. વિવેકના આ વીડિયોના કારણે તેને વિરોધનો સામનો કરવો પડ્યો હતો. મોરબી સિરામિક ટાઈલ્સ એસોસિયેશનના અધિકારીઓએ બિન્દ્રાના દાવાને ફગાવી દીધા હતા. બાદમાં વિરોધના કારણે વિવેકને એ વીડિયો તેના સોશિયલ મીડિયા એકાઉન્ટ પરથી હટાવવો પડ્યો હતો.
- મોટિવેશનલ સ્પીકર સંદીપ મહેશ્વરી અને વિવેક બિન્દ્રા વચ્ચે પણ વિવાદ થયો હતો. હવે બંને યુટ્યૂબર્સ જાહેરમાં એકબીજાની સામે આવી ગયા. તેમણે ખુલ્લેઆમ વીડિયો પોસ્ટ કર્યા, એકબીજા પર આક્ષેપો અને વળતા આક્ષેપો કર્યા હતા.