23 મિનિટ પેહલા
- કૉપી લિંક
આ વર્ષે ‘કેપ્ટન મિલર’ જેવી સફળ ફિલ્મ આપ્યા બાદ હવે ધનુષ ફિલ્મ ‘રાયન’થી ડિરેક્ટર તરીકે કમબેક કરવા જઈ રહ્યો છે. 26મી જુલાઇના રોજ સિનેમાઘરોમાં રીલિઝ થનારી આ ફિલ્મમાં ધનુષ પણ મુખ્ય ભૂમિકા ભજવતો જોવા મળશે. નિર્માતાઓએ રવિવારે હૈદરાબાદમાં ફિલ્મની પ્રી-રીલીઝ ઇવેન્ટનું આયોજન કર્યું હતું.
‘રાયન’ની પ્રી-રીલીઝ ઈવેન્ટમાં હોસ્ટના પ્રશ્નોના જવાબ આપતા ધનુષ.
જુનિયર NTR સાથે કામ કરવાની ઈચ્છા વ્યક્ત કરી
આ કાર્યક્રમમાં ફિલ્મની આખી સ્ટાર કાસ્ટ હાજર રહી હતી. ઈવેન્ટમાં જ્યારે એન્કરે ધનુષને પૂછ્યું કે મહેશ બાબુ, જુનિયર એનટીઆર, રામ ચરણ અને અલ્લુ અર્જુનમાંથી તે કોની સાથે મલ્ટિસ્ટારર ફિલ્મમાં કામ કરવા ઈચ્છશે? તો ધનુષે જુનિયર એનટીઆરનું નામ લીધું.
આ પ્રસંગે ધનુષે ઘણા સવાલોના રસપ્રદ જવાબ આપ્યા હતા.
પવન કલ્યાણને પોતાનો ફેવરિટ એક્ટર જણાવ્યો
જ્યારે ધનુષને પૂછવામાં આવ્યું કે તેલુગુ સિનેમામાં તેનો ફેવરિટ એક્ટર કોણ છે. તો ધનુષે કહ્યું, હું જવાબ આપીશ પરંતુ બાકીના ચાહકોને વિનંતી છે કે મને નફરત ન કરતા. મને સિનેમા અને પવન કલ્યાણ સર સાથે પ્રેમ છે. ધનુષનો જવાબ સાંભળીને ઈવેન્ટમાં હાજર ફેન્સ ખૂબ જ ઉત્સાહિત થઈ ગયા.
ધનુષે અગાઉ ક્યારેય જુનિયર એનટીઆર (ડાબે) અને પવન કલ્યાણ (જમણે) સાથે કામ કર્યું નથી.
આ પ્રસંગે ધનુષે તેના ચાહકો માટે ફિલ્મનું ગીત ‘વોટર પેકેટ’ પણ ગાયું હતું.
પ્રકાશ રાજે ધનુષના વખાણ કર્યા
આ કાર્યક્રમમાં પ્રકાશ રાજ પણ હાજર હતા જે ફિલ્મ ‘રાયન’માં મહત્ત્વના રોલમાં જોવા મળશે. તેણે મંચ પરથી ધનુષના અભિનય અને ફિલ્મ નિર્માણના વખાણ કર્યા. આ પ્રસંગે તેણે એવી પણ જાહેરાત કરી હતી કે તે ધનુષની આગામી દિગ્દર્શક ફિલ્મમાં નિત્યા મેનન સાથે જોવા મળશે.
સ્ટેજ પર ધનુષના વખાણ કરતા અભિનેતા પ્રકાશ રાજ.
ફિલ્મ ‘રાયન’ 26 જુલાઈએ સિનેમાઘરોમાં રિલીઝ થશે.
વર્ક ફ્રન્ટ પર, ધનુષ હાલમાં ‘ઇલૈયારાજા’ની બાયોપિકમાં વ્યસ્ત છે. આ સિવાય તે આનંદ એલ રાય સાથે બોલિવૂડમાં ત્રીજી વખત ફિલ્મ ‘તેરે ઈશ્ક મેં’માં પણ કામ કરી રહ્યો છે.