નવી દિલ્હી8 મિનિટ પેહલા
- કૉપી લિંક
24 પોઈન્ટમાં 2024નું બજેટ
1. નવી ટેક્સ રિજીમમાં ફેરફાર, 7.75 લાખ સુધી આવકવેરો મુક્ત
- નવી ટેક્સ રિજીમ પસંદ કરનારાઓ માટે હવે 7.75 લાખ સુધીની આવક કરમુક્ત થઈ ગઈ છે. નવી ટેક્સ રિજીમમાં હવે 50 હજારની જગ્યાએ 75 હજાર રૂપિયાનું સ્ટાન્ડર્ડ ડિડક્શન મળશે.
- જો તમે જૂની ટેક્સ રિજીમ પસંદ કરો છો, તો માત્ર 2.5 લાખ રૂપિયા સુધીની આવક જ ટેક્સ ફ્રી રહેશે, પરંતુ ઈન્કમ ટેક્સ એક્ટની કલમ 87A હેઠળ તમે 5 લાખ રૂપિયા સુધીની આવક પર ટેક્સ બચાવી શકો છો.
2. મોબાઈલ ફોન અને સોનું-ચાંદી સસ્તા થશે, સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો
- આ વખતે સરકારે 7 વસ્તુઓ પર ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે અને 2 પર વધારો કર્યો છે. જેના કારણે 7 પ્રોડક્ટ સસ્તી અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે. મોબાઈલ ફોન અને સોનું-ચાંદી સસ્તું થઈ શકે છે.
2. મોબાઈલ ફોન અને સોનું-ચાંદી સસ્તા થશે, સરકારે કસ્ટમ ડ્યુટીમાં ઘટાડો કર્યો
આ વખતે સરકારે 7 વસ્તુઓ પર ડ્યૂટીમાં ઘટાડો કર્યો છે અને 2 પર વધારો કર્યો છે. જેના કારણે 7 પ્રોડક્ટ સસ્તી અને 2 પ્રોડક્ટ મોંઘી થઈ શકે છે. મોબાઈલ ફોન અને સોનું-ચાંદી સસ્તું થઈ શકે છે.
3. કર્મચારીઓ અને નોકરીદાતાઓ માટે રોજગાર સંબંધિત ત્રણ યોજનાઓ
- પ્રથમ વખત જોબ કરનારા માટે સ્કીમ A: પ્રથમ વખત બધા ફોર્મલ સેક્ટરમાં વર્કફોર્સમાં પ્રવેશતા તમામ કર્મચારીઓને એક મહિનાનો પગાર મળશે. EPFO સાથે પ્રથમ વખત નોંધણી કરાવનારા કર્મચારીઓ માટે એક મહિનાના પગારની સમાન રકમ (રૂ. 15,000થી વધુ નહીં) ત્રણ હપ્તામાં ટ્રાન્સફર કરવામાં આવશે. પાત્રતા મર્યાદા 1 લાખ રૂપિયા પ્રતિ માસ હશે. આ યોજનાનો લાભ 210 લાખ યુવાનોને મળવાની સંભાવના છે.
- મેન્યુફેક્ચરિંગમાં રોજગાર સર્જન માટેની યોજના B: પ્રથમ વખત કામ કરતા કર્મચારીઓના રોજગાર સંબંધિત મેન્યુફેક્ચરિંગ સેક્ટરમાં એડિશનલ એમ્પલોયમેન્ટની યોજના. રોજગારના પ્રથમ 4 વર્ષમાં કર્મચારી અને એમ્પ્લોયર બંનેને તેમના EPFO યોગદાન મુજબ ઇન્સેટિવ મળશે. આ યોજનાનો લાભ 30 લાખ યુવાનોને મળવાની સંભાવના છે.
- એમ્પ્લોયરો માટે સ્કીમ C: આ એમ્પ્લોયર ફોકસ્ડ સ્કીમ તમામ ક્ષેત્રોમાં વધારાની રોજગારીને આવરી લેશે. વધારાની તમામ રોજગારીની ગણતરી 1 લાખ રૂપિયા પ્રતિ માસના પગારમાં કરવામાં આવશે. સરકાર દરેક વધારાના કર્મચારી માટે EPFO યોગદાન માટે એમ્પ્લોયરને બે વર્ષ માટે દર મહિને 3,000 રૂપિયા સુધીની ભરપાઈ કરશે. આ યોજનાથી 50 લાખ લોકોને વધારાની રોજગારી મળવાની આશા છે.
4. કૃષિ માટે 1.52 લાખ કરોડ, કિસાન સન્માન નિધિમાં કોઈ ફેરફાર નહીં
- સરકારે કૃષિ અને સંબંધિત ક્ષેત્રો માટે 1.52 લાખ કરોડ રૂપિયા આપ્યા છે. ગયા વર્ષે 1.25 લાખ કરોડ રૂપિયા આપવામાં આવ્યા હતા. એટલે કે આ વખતે ખેડૂતોના બજેટમાં 21.6% એટલે કે 25 હજાર કરોડ રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે.
- ખેડૂતોની સતત માંગણી છતાં બજેટમાં લઘુત્તમ ટેકાના ભાવ એટલે કે MSP અંગે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. કિસાન સન્માન નિધિની રકમમાં પણ વધારો કરવામાં આવ્યો નથી, તે માત્ર 6,000 રૂપિયા જ રહેશે. 8000 થવાની ધારણા હતી.
5. એક કરોડ યુવાનો માટે ઇન્ટર્નશિપ પ્રોગ્રામની જાહેરાત, ટોપ 500 કંપનીઓમાં ઇન્ટર્નશિપ
- સરકાર ટોચની 500 કંપનીઓમાં 1 કરોડ યુવાનોને ઇન્ટર્નશિપની તકો પૂરી પાડવા માટે એક યોજના શરૂ કરશે.
- આમાં દર મહિને 5000 રૂપિયાનું ઇન્ટર્નશિપ ભથ્થું અને 6000 રૂપિયાની એકમ સહાય આપવામાં આવશે.
6. મુદ્રા લોન મર્યાદા બમણી, હવે MSMEને 10 લાખને બદલે 20 લાખ રૂપિયા સુધીની લોન
- મુદ્રા લોન મર્યાદા બમણી કરવામાં આવી છે. અગાઉ, આ યોજના હેઠળ MSMEને 10 લાખ રૂપિયા સુધીની લોન આપવામાં આવતી હતી, જે હવે વધારીને 20 લાખ રૂપિયા કરવામાં આવી છે.
- પીએમ મુદ્રા યોજનામાં ત્રણ કેટેગરી છે. શિશુ લોન, કિશોર લોન અને તરુણ લોન. શિશુ લોન હેઠળ રૂ. 50 હજાર, કિશોર હેઠળ રૂ. 5 લાખ સુધી અને તરૂણ હેઠળ રૂ. 10 લાખ સુધીની લોન આપવામાં આવતી હતી.
7. મહિલાઓ માટે ₹3 લાખ કરોડની ફાળવણી, હોસ્ટેલ પણ બનાવાશે
- મહિલાઓ અને છોકરીઓને લાભ આપતી યોજનાઓ માટે ₹3 લાખ કરોડથી વધુની ફાળવણી કરવામાં આવી છે.
- વર્કફોર્સમાં મહિલાઓની ભાગીદારીને પ્રોત્સાહન આપવા માટે સરકાર વર્કિંગ વુમન માટે હોસ્ટેલનું નિર્માણ કરશે.
8. નાલંદાને પ્રવાસન સ્થળ તરીકે પ્રોત્સાહન આપશે સરકાર
- કેન્દ્ર સરકાર બિહારના નાલંદા-રાજગીર કોરિડોર સાથે નાલંદાને પ્રવાસન સ્થળ તરીકે પ્રમોટ કરશે.
- કાશી વિશ્વનાથ મંદિરની જેમ વિષ્ણુપદ મંદિર અને મહાબોધિ મંદિરમાં પણ કોરિડોર વિકસાવવામાં આવશે.
9. સરકારે એન્જલ ટેક્સ નાબૂદ કર્યો, સ્ટાર્ટઅપ્સને મળશે રાહત
- જો કોઈ ખાનગી કંપની તેના વાજબી મૂલ્ય કરતાં વધુ કિંમતે તેના શેર વેચે છે, તો કંપનીએ એન્જલ ટેક્સ ચૂકવવો પડતો હતો.
- સામાન્ય રીતે જ્યારે કોઈ સ્ટાર્ટઅપ કંપનીઓમાં રોકાણ કરતું હતું, ત્યારે એન્જલ ટેક્સ લાગતો હતો. આનાથી સ્ટાર્ટઅપ્સને ટેક્સમાં રાહત મળશે.
10. ફ્યુચર્સ અને ઓપ્શન્સ પર STT ટેક્સ વધ્યો
- ફ્યુચર્સ પર સિક્યોરિટી ટ્રાન્ઝેક્શન ટેક્સ (STT) 0.0125% થી વધીને 0.02% થયો.
- ઓપ્શન ટ્રાન્ઝેક્શન પર 0.0625% થી વધારીને 0.1% કરવાની જાહેરાત કરવામાં આવી છે.
- F&O માં નાના રોકાણકારોની વધતી સંખ્યા અને નુકસાનને કારણે સરકારે આવું કર્યું.
11. બિહાર એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રા માટે પ્રસ્તાવ
- પટના-પૂર્ણિયા એક્સપ્રેસવે, બક્સર-ભાગલપુર હાઇવે, બોધગયા-રાજગીર-વૈશાલી-દરભંગામાં સારી રોડ કનેક્ટિવિટી અને બક્સરમાં ગંગા નદી પર એક વધારાનો ટુ-લેન પુલ રૂ. 26,000 કરોડના ખર્ચે વિકસાવવામાં આવશે.
- અમૃતસર-કોલકાતા ઇન્ડસ્ટ્રીયલ કોરિડોર પર બિહારના ગયામાં ઔદ્યોગિક નોડ વિકસાવવામાં આવશે. આનાથી પૂર્વ વિસ્તારના વિકાસને વેગ મળશે. રાજ્યમાં એરપોર્ટ, મેડિકલ કોલેજ અને સ્પોર્ટ્સ ઈન્ફ્રા સ્થાપવાની પણ દરખાસ્ત કરી છે.
12. આંધ્રપ્રદેશ માટે 15,000 કરોડનું વિશેષ પેકેજ, ઔદ્યોગિક કોરિડોર પણ બનશે
- આંધ્રપ્રદેશ માટે રૂ. 15,000 કરોડના વિશેષ પેકેજની જાહેરાત. આ નાણાં આ નાણાકીય વર્ષમાં આપવામાં આવશે. સીએમ ચંદ્રબાબુ નાયડુના ડ્રીમ પ્રોજેક્ટ અમરાવતીના વિકાસ માટે આ મહત્વપૂર્ણ રહેશે.
- વિશાખાપટ્ટનમ-ચેન્નાઈ-ઓરવાકલ-હૈદરાબાદ ઈન્ડસ્ટ્રીયલ કોરિડોરની સ્થાપના કરવામાં આવશે. આ સાથે હૈદરાબાદ-બેંગ્લોર ઈન્ડસ્ટ્રીયલ કોરિડોર પણ બનાવવામાં આવશે. રાયલસીમા, પ્રકાશમ અને ઉત્તર આંધ્રપ્રદેશ જિલ્લાઓ માટે વિશેષ પછાત વિસ્તાર ભંડોળની પણ જાહેરાત કરી.
સમાચાર સતત અપડેટ થતા રહે છે…