મુંબઈ16 મિનિટ પેહલા
- કૉપી લિંક
શેરબજારમાં આજે એટલે કે 25મી જુલાઈએ ઘટાડો જોવા મળી રહ્યો છે. સેન્સેક્સ 600થી વધુ પોઈન્ટના ઘટાડા સાથે 79,540ની સપાટીએ કારોબાર કરી રહ્યો છે. તેમજ, નિફ્ટી પણ 200 પોઈન્ટથી વધુ ઘટીને 24,210ના સ્તરે ટ્રેડ કરી રહ્યો છે.
સેન્સેક્સના 30 શેરોમાંથી 27 ઘટાડો અને માત્ર 3માં તેજી છે. આ સાથે નિફ્ટીના 50 શેરોમાંથી 43માં ઘટાડો, 5માં વધારો અને 2માં કોઈ ફેરફાર જોવા મળ્યો નથી.
એશિયન બજારો ઘટાડા સાથે કારોબાર કરી રહ્યા છે
- એશિયન માર્કેટમાં આજે ઘટાડો જોવા મળી રહ્યો છે. જાપાનનો નિક્કી 2.53% અને હોંગકોંગનો હેંગસેંગ 1.58% ડાઉન છે. તેમજ, ચીનનો શંઘાઈ કમ્પોઝિટ પણ 0.76% ઘટ્યો છે.
- 24 જુલાઈના રોજ યુએસ માર્કેટનો ડાઓ જોન્સ 1.25% ઘટીને 39,853 પર બંધ થયો હતો. NASDAQ 3.64% ઘટીને 17,342 થયો. S&P 500 2.31% ઘટ્યો.
- ફોરેન ઈન્સ્ટીટ્યુશનલ ઈન્વેસ્ટર્સ (FII)એ 25 જુલાઈના રોજ ₹5,130.90 કરોડના શેરનું વેચાણ કર્યું હતું. આ દરમિયાન, ડોમેસ્ટિક ઇન્સ્ટિટ્યુશનલ ઇન્વેસ્ટર્સ (DII)એ ₹3,137.30 કરોડના શેર ખરીદ્યા હતા.
ઇન્ટ્રા-ડે ટ્રેડિંગમાં 100માંથી 70 રોકાણકારોને નુકસાન થાય છે
ઇક્વિટી કેશ સેગમેન્ટમાં ઇન્ટ્રા-ડે ટ્રેડિંગ કરતા 70% થી વધુ વ્યક્તિગત વેપારીઓને નુકસાનનો સામનો કરવો પડે છે. સિક્યોરિટી એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા એટલે કે સેબીના અભ્યાસમાં આ માહિતી સામે આવી છે. માર્કેટ રેગ્યુલેટરે નાણાકીય વર્ષ 2023 દરમિયાન રોકાણકારો પર આ અભ્યાસ હાથ ધર્યો હતો.
શેરબજાર ગઈકાલે ઘટાડા સાથે બંધ થયું હતું
ગઈકાલે એટલે કે 24મી જુલાઈએ શેરબજારમાં ઘટાડો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 280 પોઈન્ટના ઘટાડા સાથે 80,148 પર બંધ થયો હતો. તેમજ, નિફ્ટી 65 અંક ઘટીને 24,413ના સ્તરે બંધ થયો હતો.
સેન્સેક્સના 30 શેરોમાંથી 20માં ઘટાડો અને 10માં વધારો જોવા મળ્યો હતો. નિફ્ટીના 50 શેરોમાંથી 30માં ઘટાડો અને 20માં તેજી જોવા મળી હતી.