5 કલાક પેહલા
- કૉપી લિંક
એક્ટ્રેસ હિના ખાન બ્રેસ્ટ કેન્સર સામે ઝઝૂમી રહી છે. હાલમાં તેમણે સોશિયલ મીડિયા પર તેની કીમોથેરાપીનાં ચાઠાં શેર કર્યાં છે. તેમણે જે તસવીર પોસ્ટ કરી છે તેમાં તેણે ટી-શર્ટ પહેરી છે જેના પર લખેલું છે – ‘સારો સમય આવવાનો છે’.
જૂનમાં તેમના કેન્સરના સમાચાર શેર કર્યા
આ વર્ષે જૂનમાં હિના ખાને તેના કેન્સરના સમાચાર શેર કર્યા હતા. સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર હોવાનું નિદાન થયું ત્યારથી તે દરરોજ નાના-નાના સ્ટેપ લઈ રહી છે. તે સતત તેના સ્વાસ્થ્ય વિશે અપડેટ આપતી રહે છે.
એક હોસ્પિટલની હાલની મુલાકાત દરમિયાન, હિનાએ ત્યાંના સ્ટાફની સંભાળ અને સમર્થન માટે તેમનો આભાર પણ વ્યક્ત કર્યો. તેમણે કોકિલાબેન હોસ્પિટલના હાઉસકીપિંગ વિભાગમાંથી મળેલી ઈમોશનલ નોટ શેર કરી હતી.
એક્ટ્રેસે સોશિયલ મીડિયા પર હાથથી લખેલી આ નોટની તસવીર શેર કરી અને કહ્યું કે આ નોટે તેનું મનોબળ વધાર્યું છે. આ નોટમાં તેમના ઝડપી સ્વસ્થ થવાની કામના કરવામાં આવી હતી.
હિનાએ કેન્સરનું નિદાન થયા બાદ લાંબા સમયથી થતી પીડા વિશે પણ જણાવ્યું હતું. તેમણે ઈન્સ્ટાગ્રામ સ્ટોરીઝ પર લખ્યું કે ભલે તે હસતી હોય, પણ તે પીડામાં છે.
હિનાએ ફરી કામ શરૂ કર્યું
આ બધું હોવા છતાં હિનાએ ફરી કામ શરૂ કર્યું છે. થોડા દિવસો પહેલાં તેણે શૂટિંગ માટે તૈયાર હોવાનો એક વીડિયો પોસ્ટ કર્યો હતો. પોસ્ટમાં તેમણે લખ્યું છે કે મોટા પડકારો હોવા છતાં પોતાને બ્રેક આપવો અને સારા દિવસો જીવવા જરૂરી છે. તેમણે એમ પણ કહ્યું કે મુશ્કેલ પરિસ્થિતિઓમાં પણ જો તમારી પાસે તાકાત હોય, તો તે કરો જે તમને ખુશ કરે.
આ પોસ્ટ 28 જૂને શેર કરવામાં આવી હતી
28 જૂને હિનાએ સોશિયલ મીડિયા પર જણાવ્યું કે તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. પોસ્ટમાં હિનાએ લખ્યું, ‘હાલમાં ઉડી રહેલી અફવાઓ વચ્ચે હું તમને કેટલીક જરૂરી માહિતી આપવા માગું છું. હું બ્રેસ્ટ કેન્સરના ત્રીજા સ્ટેજમાં છું.
હું ઠીક છું! હું મજબૂત છું અને હું મક્કમ છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આને વધુ મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છું.’
36 વર્ષની હિનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ સિવાય તે ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી.