અયોધ્યા16 મિનિટ પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી 30 ડિસેમ્બરે અયોધ્યામાં હશે. તેઓ બપોરે શ્રી રામ એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. ત્યારબાદ એરપોર્ટથી અયોધ્યાધામ રેલવે સ્ટેશન સુધી 8 કિલોમીટર લાંબો રોડ શો કરશે. આ પછી અયોધ્યાધામ રેલવે સ્ટેશનનું પણ ઉદ્ઘાટન કરવામાં આવશે.
રોડ શો દરમિયાન પીએમ જે રૂટ પરથી પસાર થશે ત્યાં 51 સ્થળોએ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. 100થી વધુ સ્થળોએ મોદી પર ગુલાબ અને મેરીગોલ્ડની પાંખડીઓ વરસાવવામાં આવશે. એટલું જ નહીં, સાધુ- સંતો પણ સ્વસ્તિ પાઠ અને શંખનાદ વચ્ચે પીએમને આશીર્વાદ આપશે.
22મી જાન્યુઆરીના રોજ રામલલાની પ્રાણપ્રતિષ્ઠા છે. એટલે કે હવે 29 દિવસ બાકી છે. આજે શ્રી રામ જન્મભૂમિ તીર્થક્ષેત્ર ટ્રસ્ટે રામમંદિરની 4 નવી તસવીરો જાહેર કરી છે. જેમાં રામમંદિર ભવ્ય રીતે તૈયાર દેખાય છે.
સૌથી પહેલા જુઓ લેટેસ્ટ ચાર તસવીરો…
22 જાન્યુઆરી 2024ના રોજ મંદિરમાં રામલલાની પ્રાણપ્રતિષ્ઠા છે. આ માટે ફિનિશિંગનું કામ ખૂબ જ ઝડપથી ચાલી રહ્યું છે.
ત્રણ માળનું રામમંદિર તૈયાર થશે. ગ્રાઉન્ડ ફ્લોરનું કામ પૂર્ણ થયું છે. પ્રથમ માળનું કામ પણ પૂર્ણતાના આરે છે.
રાજસ્થાનના ગુલાબી પથ્થરમાંથી રામમંદિરનું નિર્માણ કરવામાં આવ્યું છે. સૂર્યપ્રકાશમાં તેની ભવ્યતા વધુ ખીલી ઊઠે છે.
આ રામમંદિરનો મુખ્ય દરવાજો છે. તેને લગભગ 10 ફૂટ પહોળો અને 15 ફૂટ ઊંચો બનાવવામાં આવ્યો છે.
પીએમ મોદી અયોધ્યામાં 2 કલાક રોકાશે
સૂત્રોના જણાવ્યા પ્રમાણે પીએમ બપોરે 12થી 2 વાગ્યા સુધી અયોધ્યામાં રહેશે. દિલ્હીથી અયોધ્યાની પ્રથમ ફ્લાઈટ 30 ડિસેમ્બરે સવારે 11.20 વાગ્યે પહોંચશે. આ ફ્લાઈટ દિલ્હીના ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ એરપોર્ટ પરથી સવારે 10 વાગ્યે ઊપડશે. એરપોર્ટ ઓથોરિટીએ આ માટે તૈયારીઓ કરી લીધી છે. આ ફ્લાઈટ બાદ પીએમ મોદી લગભગ 12 વાગે અયોધ્યા પહોંચશે.
તેમનું વિમાન પણ આ એરપોર્ટ પર ઊતરશે. પીએમ પહેલા એરપોર્ટનું ઉદ્ઘાટન કરશે. આ પછી તેઓ એરપોર્ટની સામે જ જાહેર સભાને સંબોધશે. અંદાજે 2 લાખ લોકો અહીં હાજર રહેશે. અહીંથી પીએમ રોડ શો કરતા અયોધ્યાધામ રેલવે સ્ટેશન પહોંચશે. અહીં રેલવે સ્ટેશનનું ઉદ્ઘાટન કરશે.
અયોધ્યામાં એરપોર્ટ અને રેલવે સ્ટેશનનું નવું બિલ્ડિંગ તૈયાર થઈ ગયું છે. પીએમ મોદી 30 ડિસેમ્બરે તેનું ઉદ્ઘાટન કરશે.
એરપોર્ટથી સ્ટેશનને જોડતા ફ્લાયઓવરનો શિલાન્યાસ કરશે
આ દરમિયાન પીએમ રામપથ, ભક્તિપથ, ધર્મપથ અને રાની હો પાર્કનું પણ ઉદ્ઘાટન કરશે. આ સાથે તેઓ 5 કિલોમીટર લાંબા ફ્લાયઓવરનો શિલાન્યાસ કરશે. આ ફ્લાયઓવર અયોધ્યા રેલવે સ્ટેશનને અયોધ્યા એરપોર્ટથી જોડશે. આ પછી પીએમ હનુમાનગઢી મંદિરનાં દર્શન કરવા જઈ શકે છે. રામમંદિર બપોરે 12 થી 2 વાગ્યા સુધી બંધ રહે છે. જેના કારણે તેઓ હનુમાનગઢી જઈ શકે છે. આ પછી પીએમ દિલ્હી જવા રવાના થશે.
23મી ડિસેમ્બરથી 3જી જાન્યુઆરી સુધી પોલીસકર્મીઓની રજા રદ
તસવીર 5 ઓગસ્ટ 2020ની છે. પીએમ મોદીએ અયોધ્યામાં રામમંદિર નિર્માણનું ભૂમિપૂજન કર્યું હતું.
અહીં પીએમના રોડ શોને ધ્યાનમાં રાખીને 23 ડિસેમ્બરથી 3 જાન્યુઆરી સુધી અયોધ્યા પોલીસકર્મીઓની રજા રદ કરવામાં આવી છે. પોલીસે રોડ શોના રૂટ પર અને રેલવે સ્ટેશનની આસપાસ રોડની બંને બાજુએ રહેતાં મકાનો અને દુકાનોના માલિકોને નોટિસ ફટકારી છે. તેના પરિવારના સભ્યોની સંખ્યા માંગવામાં આવી છે. બહારના મુલાકાતીઓ જેવા કે સંબંધીઓ, નોકરો અને ભાડૂતો વિશે માહિતી માંગવામાં આવી છે.
પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસીમાં પણ પ્લેન પાર્ક હશે
તેવી જ રીતે રસ્તાના કિનારે વિવિધ સ્થળોએ ફૂલ-છોડ લગાવવામાં આવ્યાં છે. આ તે રૂટ પર વધુ છે જ્યાંથી મોદીનો રોડ શો પસાર થશે.
ગૌરવ દયાલે કહ્યું, “મુખ્યમંત્રીએ કહ્યું છે કે 21 અને 22 જાન્યુઆરીએ ભક્તો માટે રામલલ્લાનાં દર્શન નહીં થાય. આ દર્શન 23 જાન્યુઆરીથી શરૂ થશે. આવનાર મહેમાનોના રહેવાની વ્યવસ્થા જિલ્લા વહીવટીતંત્ર કરશે. હોટેલો સાથે વાત કરીને દેશભરમાંથી કેટલાક મહેમાનો ચાર્ટર્ડ પ્લેન દ્વારા આવશે, તેથી પ્રયાગરાજ, ગોરખપુર અને વારાણસીમાં પણ પ્લેન પાર્ક કરવાની વ્યવસ્થા કરી શકાય છે.
હવે 8 શહેરો માટે ફ્લાઈટની જાહેરાત, 6 જાન્યુઆરીથી ફ્લાઈટ્સ શરૂ થશે
22 ડિસેમ્બરના રોજ અયોધ્યાના શ્રી રામ એરપોર્ટ પર એરફોર્સના એરક્રાફ્ટનું લેન્ડિંગ કરીને ટ્રાયલ હાથ ધરવામાં આવ્યું હતું.
અગાઉ દિલ્હી અને અમદાવાદની ફ્લાઈટ શરૂ કરવાની જાહેરાત કરવામાં આવી હતી. પરંતુ હવે 6 વધુ શહેરોની ફ્લાઈટ્સ પણ 6 જાન્યુઆરીથી શરૂ થશે. આ શહેરોનાં નામ છે- હૈદરાબાદ, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, ચેન્નાઈ, ગોવા. લખનૌ-ગોરખપુર હાઈવે પર ‘મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ ઈન્ટરનેશનલ એરપોર્ટ’ બની રહ્યું છે.
શ્રીરામનાં સાસરિયાના મહંતને આમંત્રણ મળ્યું અયોધ્યામાં શ્રી રામમંદિરની પ્રાણપ્રતિષ્ઠા માટે શ્રીરામનું સાસરીયું નેપાળના જનકપુર ખાતેના જાનકી મંદિરના મહંતને પણ આમંત્રણ મોકલવામાં આવ્યું છે. જાનકી મંદિરના ઉત્તરાધિકારી રામરોશન દાસે જણાવ્યું હતું કે તેમને અને મંદિરના મહંતને શુક્રવારે મોડી સાંજે આમંત્રણ મળ્યું હતું.