12 મિનિટ પેહલા
- કૉપી લિંક
હાર્દિક પંડ્યાથી અલગ થયાની જાહેરાત કર્યા બાદ નતાશા સ્ટેનકોવિક આ દિવસોમાં સર્બિયામાં છે. 30 જુલાઈના રોજ તેણે હાર્દિક વગર પુત્ર અગસ્ત્યનો જન્મદિવસ ઉજવ્યો હતો.આ અવસર પર નતાશાએ તેના પુત્ર માટે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ શેર કરી છે. તેણે અગસ્ત્યની કેટલીક તસવીરો શેર કરી અને એક નોટ પણ લખી.
નતાશાની પોસ્ટ
નતાશાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું, ‘મારા બૂબા, તું મારા જીવનમાં પ્રેમ, ખુશી અને શાંતિ લઈને આવે છે. મારા પુત્ર, તું મારા માટે આશીર્વાદ સમાન છે, તું ખૂબ જ પ્રેમાળ અને દયાળુ છો. હું તને દુનિયાને ક્યારેય બદલવા નહીં દઉં. હું હંમેશા તને સાથ આપીશ. હું તને પ્રેમ કરું છુ.’
હાર્દિકે અગસ્ત્યનો વીડિયો શેર કર્યો છે.
તે જ સમયે, હાર્દિક અગસ્ત્યના જન્મદિવસની ઉજવણી કરવા માટે સર્બિયા પહોંચ્યો ન હતો પરંતુ તેણે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરી હતી. હાર્દિકે અગસ્ત્ય સાથે મસ્તી કરતો એક વીડિયો શેર કર્યો અને લખ્યું, ‘તું મને દરરોજ આગળ વધવા માટે પ્રેરણા આપે છે. મારા પાર્ટનર ઇન ક્રાઇમને જન્મદિવસની શુભેચ્છા. હું તને સૌથી વધુ પ્રેમ કરું છું.’
હાર્દિકે પોસ્ટ શેર કરીને નતાશાથી અલગ થવાની જાહેરાત કરી હતી.
અલગ રહીને પણ હાર્દિક-નતાશા તેમના પુત્રનો સાથે ઉછેર કરશે
હાર્દિકે 18 જુલાઈની રાત્રે ઈન્સ્ટાગ્રામ પર એક પોસ્ટ શેર કરી હતી, જેમાં નતાશાથી તેના છૂટાછેડાની પુષ્ટિ થઈ હતી. જેમાં લખ્યું હતું કે, ‘4 વર્ષ સુધી સાથે રહ્યા બાદ મેં અને નતાશાએ અલગ થવાનો નિર્ણય કર્યો છે. અમે સાથે મળીને સખત પ્રયાસ કર્યો. હવે અમને લાગે છે કે અમારા બંને માટે અલગ થવું સારું છે.’
હાર્દિકે આગળ લખ્યું, ‘નતાશા અને મારા માટે આ મુશ્કેલ નિર્ણય હતો. અમે એક કુટુંબ તરીકે આગળ વધતી એક એક ક્ષણને માણી છે. એકબીજાને માન આપીને અને ટેકો આપ્યો છે. અમને અગસ્ત્યની ભેટ મળી. હવે તે અમારા બંનેના જીવનનું કેન્દ્રબિંદુ હશે. અમે એકબીજાને પૂરો સાથ આપીશું જેથી અમે અમારા પુત્ર અગસ્ત્ય માટે તે બધું કરી શકીએ જે તેને ખુશ કરશે. અમે દરેકને આ સંવેદનશીલ પ્રસંગે અમને ગોપનીયતા આપવા વિનંતી કરીએ છીએ.
નતાશા અને હાર્દિકનું લગ્નજીવન ચાર વર્ષ ચાલ્યું
હાર્દિક-નતાશાના લગ્ન 2020માં થયા હતા
હાર્દિકે 1 જાન્યુઆરી, 2020 ના રોજ નતાશા સાથે સગાઈ કરી હતી. તેણે સોશિયલ મીડિયા દ્વારા આ માહિતી આપી હતી. બંનેએ 31 મે, 2020ના રોજ લગ્ન કર્યા હતા. તે જ વર્ષે, 30 જુલાઈ 2020 ના રોજ, તેમના પુત્ર અગસ્ત્યનો જન્મ થયો.
નતાશાએ ફિલ્મ ‘સત્યાગ્રહ’થી બોલિવૂડમાં એન્ટ્રી કરી હતી. જોકે તેને બાદશાહના ગીત ‘ડીજે વાલે બાબુ’થી ખ્યાતિ મળી હતી. આ સિવાય તે ‘બિગ બોસ-8’ અને ‘નચ બલિયે-9’માં સ્પર્ધક તરીકે જોવા મળી હતી.