- Gujarati News
- Sports
- Olympics
- Olympic 2024 Indian Medalist LIVE Updates; Swapnil Kusale Nikhat Zareen | Athletics Shooting Hockey Badminton
સ્પોર્ટ્સ ડેસ્ક15 મિનિટ પેહલા
- કૉપી લિંક
રાઈફલ શૂટર સ્વપ્નિલ કુસલે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા હશે. તે 50 મી. રાઈફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીની ફાઈનલ રમશે. સિફ્ત કૌર સમારા અને અંજુમ મુદગીલ આ જ ઈવેન્ટના વુમન્સ કેટેગરીની ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. તેમજ બોક્સર નિખત ઝરીન 50 કિલો વેઇટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે.
બેડમિન્ટનમાં, લક્ષ્ય સેન પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એચએસ પ્રણોય સામે ટકરાશે. પીવી સિંધુ રાઉન્ડ-16ની મેચ માટે રાત્રે 10 વાગ્યે કોર્ટમાં જશે.
પેરિસમાં ચાલી રહેલી ગેમ્સના છઠ્ઠા દિવસે કુલ 18 ગોલ્ડ મેડલ દાવ પર લાગેલા છે. તેમાંથી ભારતીય ખેલાડીઓ 3 મેડલ ઈવેન્ટમાં દાવેદાર હશે. ભારત અત્યાર સુધી માત્ર 2 બ્રોન્ઝ જીતવામાં સફળ રહ્યું છે. બંને મેડલ શૂટિંગમાંથી આવ્યા છે.
લાઈવ અપડેટ્સ
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય હોકી ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે
ભારતીય હોકી ટીમનો સામનો ડિફેન્ડિંગ ચેમ્પિયન બેલ્જિયમ સામે થશે. છેલ્લી મેચમાં આયર્લેન્ડને 2-0થી હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા આવી રહી છે. જ્યારે બેલ્જિયમે ટોકિયોની સિલ્વર મેડલ વિજેતા ઓસ્ટ્રેલિયાને 6-2ના મોટા અંતરથી હરાવ્યું છે.
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેડમિન્ટન: સાત્વિક-ચિરાગની ચિયા-સોહ સાથેની ક્વાર્ટર મેચ
બેડમિન્ટન મેન્સ ડબલ્સમાં, વિશ્વની નંબર-3 ભારતીય જોડી સાત્વિક-ચિરાગનો મુકાબલો મલેશિયાના એરોન ચિયા અને સોહ વુઈ યીકનો થશે. ભારતીય જોડીએ ગયા વર્ષે એશિયન ગેમ્સની સેમિફાઈનલમાં તેમના મલેશિયન હરીફોને પાછળ રાખીને ટાઇટલ જીત્યું હતું. ચિયા-સોહની જોડીએ ટોકિયો 2020માં બ્રોન્ઝ મેડલ જીત્યો છે. મેન્સ સિંગલ્સમાં લક્ષ્ય સેન પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એચએસ પ્રણય સામે ટકરાશે. પીવી સિંધુ રાઉન્ડ-16ની મેચ માટે રાત્રે 10 વાગ્યે કોર્ટમાં જશે.
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
પેરિસ ઓલિમ્પિકનો છઠ્ઠો દિવસ
રાઈફલ શૂટર સ્વપ્નિલ કુસલે ગુરુવારે પેરિસ ઓલિમ્પિકમાં ભારતની મેડલની આશા હશે. તેઓ 50 મી. રાઈફલ થ્રી પોઝિશનની મેન્સ કેટેગરીની ફાઈનલ રમશે. સિફ્ત કૌર સમારા અને અંજુમ મુદગીલ આ જ ઇવેન્ટના મહિલા વર્ગના ક્વોલિફિકેશન રાઉન્ડમાં ભાગ લેશે. તેમજ બોક્સર નિખત ઝરીન 50 કિલો વવેઇટ કેટેગરીની પ્રી-ક્વાર્ટર ફાઈનલ મેચ રમશે. બેડમિન્ટનમાં, લક્ષ્ય સેન પ્રી-ક્વાર્ટર ફાઈનલમાં એચએસ પ્રણય સામે ટકરાશે. પીવી સિંધુ રાઉન્ડ-16ની મેચ માટે રાત્રે 10 વાગ્યે કોર્ટમાં જશે.