જયપુર2 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજ સુધી તમે લૂંટેરી દુલ્હનોના કિસ્સા માત્ર સાંભળ્યા હશે, પરંતુ આજે રાજસ્થાન મીડિયાના ઇતિહાસમાં પહેલીવાર ભાસ્કર બતાવી રહ્યું છે- ઓન કેમેરા લૂંટેરી દુલ્હનનું સ્ટિંગ ઓપરેશન.
ભાસ્કર રિપોર્ટર રણવીર ચૌધરી દૂલ્હો બનીને તો ભાસ્કર રિપોર્ટર વિક્રમ સિંહ સોલંકીએ તેમના સંબંધીની ભૂમિકામાં આવીને 3 મહિનાની કોશિશ પછી આ સ્ટિંગ ઓપરેશનને અંજામ આપ્યો છે.
જીવ જોખમમાં મુકીને શેખાવટીમાં લૂંટેરી દુલ્હન ગેંગ સાથે જોડાયેલાં દરેક પાત્ર સુધી પહોંચ્યા. દોઢ લાખ રૂપિયામાં લગ્નનો સોદો કર્યો.
નીચે આપેલી પહેલી તસવીરમાં ચેક શર્ટમાં ભાસ્કર રિપોર્ટર રણવીર ચૌધરી અને સાથે છે- લૂંટેરી દુલ્હન

સ્પેશિયલ સીરિઝ ‘ઓપરેશન ઘૂંઘટ’ના પહેલાં એપિસોડમાં વાંચો- ઓન કેમેરા લૂંટેરી દુલ્હન ગેંગનો પર્દાફાશ…
3 મહિના સુધી ભાસ્કર રિપોર્ટરે તપાસ કરી
લૂંટેરી દુલ્હનની ગેંગ સુધી પહોંચવા માટે ભાસ્કર ટીમે શેખાવટીના તે દૂલ્હાઓને મળ્યા, જેમણે હાલમાં જ લૂંટેરી દુલ્હનોએ શિકાર બનાવ્યા. ભાસ્કર ટીમ નવલગઢ, ખાટૂશ્યામજી, રામગઢ, ઝુંઝુનૂંમાં 10થી વધારે પીડિત પરિવારોને મળી.
તપાસમાં સામે આવ્યું કે લૂંટેરી દુલ્હન ગેંગમાં એક અથવા બે લોકો નહીં, 15થી વધારે મેમ્બર છે, જે વિવિધ એરિયામાં કુંવારા યુવકોને શોધીને પોતાનો શિકાર બનાવે છે.
પીડિત પરિવારોને લૂટ્યા પછી તેઓ પોતાના ફોન નંબર બંધ કરી દે છે. પીડિત પરિવારો સાથે વાત કર્યા પછી અમે ગેંગના એક દલાલ વિકાસ અને વિક્રમના નંબર મળ્યા, જે ચાલુ હતા.
ભાસ્કર રિપોર્ટરે દલાલ વિકાસને 7627089391 નંબર પર કોલ કર્યો. પોતાને 40 વર્ષનો કુંવારો કેબ ડ્રાઇવર જણાવ્યો અને લગ્ન માટે છોકરી બતાવવાનું જણાવ્યું.

રિપોર્ટરઃ જોધપુરમાં કાર ડ્રાઇવર છે. પરિવાર સીકરમાં રહે છે
દલાલઃ છોકરાની ઉંમર કેટલી છે, પહેલાં લગ્ન થયેલાં તો નથી ને?
રિપોર્ટરઃ છોકરાની ઉંમર 40 વર્ષ છે. પહેલાં લગ્ન કરાવ્યા પણ છોકરી દગો આપીને ભાગી ગઈ હતી.
દલાલઃ તમે ચિંતા ના કરો, મેં 100થી વધુ લગ્ન કરાવ્યા છે. આજ સુધી કોઈ છોકરી ભાગી નથી. બસ સીકરવાળા અનિલની જ પત્ની ભાગી ગઈ હતી, તેને પણ હું પાછી લઇ આવીશ.
રિપોર્ટરઃ છોકરી ક્યાંની છે, સુંદર તો છે ને?
દલાલઃ મારી પાસે યુપી, ઓડિશા, દિલ્હીની છોકરીઓ છે. પહેલાં તમે છોકરીનો ફોટો મોકલો. છોકરાને છોકરી ગમશે તો આગળ વાત કરીશું.
(દલાલ વિકાસે જણાવ્યું કે સીકર, ચૂરુ, ઝુંઝુનૂં, નાગૌરમાં તેનું નેટવર્ક છે. ગેંગમાં તેના સિવાય ગિરધારી, મંજૂ દેવી, વિક્રમ અને મહેશ કુમાવત સહિત એક ડઝનથી વધારે લોકો છે. ગેંગ દર વર્ષે 100થી વધારે યુવકોના લગ્ન કરાવે છે.)

બ્રોકર સાથે વોટ્સએપ ચેટના સ્ક્રીનશોટ.
રિપોર્ટર દૂલ્હો બન્યો તો ગેંગના લોકોએ લગ્ન માટે 15 યુવતીઓ બતાવી
દલાલ વિકાસ સાથે વાત કર્યા પછી આખી ગેંગની ખરાઈ કરવા માટે અમે બીજા દલાલ વિક્રમને સંપર્ક કર્યો. ભાસ્કર રિપોર્ટરે દલાલ વિક્રમને તેનો મોબાઈલ નંબર 7568996328 પર કોલ કર્યો. જણાવ્યું કે 40 વર્ષનો યુવક છે, જેના લગ્ન કરાવવાના છે. દલાલ ખૂબ જ ચાલાક હતો. તેણે છોકરાનો આખો બાયોડાટા માગ્યો, જેથી તે તપાસ કરી શકે કે અમે પોલીસ સાથે મળેલાં તો નથી ને.
ઘણા દિવસો સુધી અમે દલાલ વિક્રમ સાથે સંપર્ક કરતા રહ્યા પરંતુ તે સતત મળવાની જગ્યા બદલતો રહ્યો. ત્યારેય જયપુરના ચાંદપોલ, ક્યારેક પ્રતાપનગર તો ક્યારેક કાનોતા મળવા માટે બોલાવ્યા, પરંતુ મુલાકાત કરી નહીં.
જ્યારે તેને સંપૂર્ણ રીતે વિશ્વાસ થયો ત્યારે વ્હોટ્સએપ પર બનારસ, દિલ્હી, ઓડિશા, પશ્ચિમ બંગાળની 15થી વધારે યુવતીઓની તસવીર મોકલી.
તેણે કહ્યું, તમે યુવતી પસંદ કરી લો, અમારું કમિશન 30 હજાર રૂપિયા આપવું પડશે, બાકીની ડીલ પછી ફોન પર જ નક્કી કરી લઇશું. દલાલે પોતે મળવાની ના પાડી દીધી અને એક મહિલા દલાલ મંજૂ દેવીનો મોબાઈલ નંબર (6372233480) આપ્યો. કહ્યું કે હવે મંજૂ જ છોકરીઓ બતાવવાથી લઇને બધું કામ કરશે.

દલાલઃ મેં તમને મારી મિત્ર મંજૂ દેવીનો નંબર મોકલ્યો છે, તેની સાથે વાત કરી લો.
રિપોર્ટરઃ તમે નહીં મળો, અમે મંજૂ પર કેવી રીતે વિશ્વાસ કરીએ?
દલાલઃ હું કોટપૂતલી આવ્યો છું, બીજો એક સંબંધ નક્કી કરવવા માટે, તમે ચિંતા ના કરશો.
રિપોર્ટરઃ મંજૂ સાથે રૂપિયાની લેવડદેવડની વાત કરવાની છે કે શું?
દલાલઃ નહીં, લગ્ન અને ખર્ચાની વાત હું જ કરીશ.
રિપોર્ટરઃ તમે પણ સાથે આવી જાવ, બધી વાત થઈ જશે.
દલાલઃ નહીં, હું હાલ આવી શકીશ નહીં, પહેલાં છોકરી જોઈ લો.
રિપોર્ટરઃ છોકરી ભાગી તો નહીં જાય ને, પહેલાં દગો મળ્યો છે?
દલાલઃ ભાઈજી ક્લિયર વાત છે, જ્યાં સુધી પ્રેગ્નેન્ટ થઈ જાય નહીં, ત્યાં સુધી કોઈ જગ્યાએ મોકલશો નહીં, નહીંતર મારી કોઈ જવાબદારી નહીં.
(પોતાને ગેંગનો મુખ્ય નેતા ગણાવતો વિક્રમ ક્યારેય સામેવાળી પાર્ટીને મળવા જતો નથી. તે બધી જ ડીલ ફોન પર કરે છે. છોકરી બતાવવી અને કમીશનની વાત કરવા માટે પોતાના સાથી વિકાસ, ગિરધારી, મંજૂ દેવીને પાર્ટીને મળવા માટે મોકલે છે)
વીડિયો કોલ પર છોકરી બતાવી
રિપોર્ટરે દલાલને મોકલેલા 15 ફોટોમાંથી એક છોકરીને પસંદ કરી લીધી. તે બનારસની હતી. છોકરી ફાઇનલ કરવાનો મેસેજ દલાલને મોકલવામાં આવ્યો. વિક્રમ (દલાલ)એ અમારી વાત ગેંગની મેમ્બર મંજૂ દેવી સાથે કરાવી. મંજૂ દેવીએ લૂંટેરી દુલ્હન પિંકી સાથે અમારી વીડિયો કોલ પર વાત કરાવડાવી. વીડિયો કોલ પર લગભગ બે થી ત્રણ મિનિટ વાત કર્યા પછી મંજૂ દેવીએ જણાવ્યું કે જો યુવતી પસંદ હોય તો બંને પરિવારની સામસામે મીટિંગ રાખી દઇએ. મળવા માટે યુવતીને આવવા-જવાનું ભાડુ અને ખર્ચ આપવો પડશે.

ભાસ્કર રિપોર્ટર રણવીર ચૌધરી ગેંગની મહિલા દલાલ મંજુ સાથે વ્હોટ્સએપ કોલ દરમિયાન.
પહેલી મીટિંગઃ લગ્ન માટે યુવતી બતાવી
યુવતી બતાવ્યા પછી દલાલ મંજૂ દેવી બનારસથી જયપુર આવી. મંજૂ દેવી સાથે તેનો પતિ અને લૂંટેરી દુલ્હન પિંકી હતી.

જયપુરમાં પત્રકારે આપેલા સરનામે દલાલ ગેંગ પહોંચી હતી. આ વાતચીત છુપાયેલા કેમેરાથી રેકોર્ડ કરવામાં આવી છે.
દૂલ્હો બનેલાં રિપોર્ટર બનેલા રણવીરે તેના પરિવાર સાથે મુલાકાત કરવા માટે એક ફ્લેટમાં આ મીટિંગનું આયોજન કર્યું હતું. અમારા બીજા રિપોર્ટર વિક્રમ દૂલ્હાના કાકા તરીકે ત્યાં હાજર હતા. દલાલ મંજુએ જણાવ્યું કે પિંકી 25 વર્ષની છે. તેના લગ્ન પહેલાં થયા હતા, પરંતુ તેનો પતિ તેને ખૂબ મારતો હતો તેથી તેણે તેને છોડી દીધો હતો. કાકા બનેલાં પત્રકારે દલાલ મંજુને કહ્યું કે દૂલ્હાની ઉંમર 40 વર્ષ છે, કોઈ સમસ્યા છે? બ્રોકર મંજુએ જવાબ આપ્યો અને કહ્યું – અમને કોઈ સમસ્યા નથી.

રિપોર્ટરઃ આ પહેલાં પણ મારી દૂલ્હન લગ્ન પછી ભાગી ગઈ હતી, કોઈ પરેશાની હોય તો અત્યારે જ જણાવી દો?
લૂંટેરી દુલ્હનઃ મને કોઈ સમસ્યા નથી, તમે મને ગમી ગયા છો.
રિપોર્ટરઃ છોકરી ખુલીને વાત નથી કરતી, તમે તેને બળજબરીથી લાવ્યા છો?
દલાલ: ના, છોકરી શરમાળ છે, તેથી જ તે વધુ નથી બોલી રહી.
લૂંટેરી દુલ્હનઃ તમારા ઘરમાં કોણ-કોણ છે, લગ્ન પછી ક્યાં રહેવાનું થશે?
રિપોર્ટર: હું એકલો રહું છું, મારો પરિવાર સીકરમાં રહે છે. લગ્ન પછી જોધપુરમાં જ રહીશું.

ભાસ્કર રિપોર્ટર ગેંગે આખી વિધિને કેમેરામાં કેદ કરવા માટે બિસ્કિટ-મીઠાઈ ખવડાવીને છોકરી ગમી ગઈ છે તેવો ડોળ કર્યો.
પહેલી જ મીટિંગમાં ગેંગના દલાલોએ દૂલ્હા પાસેથી આધાર કાર્ડ અને અન્ય દસ્તાવેજો માંગ્યા હતા. તેના બદલે પિંકીનું નકલી આધાર કાર્ડ બતાવવામાં આવ્યું હતું. આ આખી મીટિંગ ગેંગ દ્વારા અમને વિશ્વાસમાં લેવા માટે ગોઠવવામાં આવી હતી, જેથી બધું વાસ્તવિક લાગે. ગેંગને કોઈ શંકા ન જાય એટલાં માટે અમે પણ છોકરી ગમી ગયા પછી એકબીજાને મીઠાઈ ખવડાવીને ઓકે કર્યું. સાથે જ કહ્યું- હવે પરિવારના લોકો સાથે વાત કરીને જણાવીશું કે લગ્ન ક્યારે કરવા છે?
બીજી મુલાકાતઃ 1.5 લાખ રૂપિયામાં દુલ્હન, ફેરા નહીં ફરીએ, સ્ટેમ્પ પર લગ્ન
બીજી બાજુ, 1.80 લાખ રૂપિયામાં લગ્નની ડીલ કરાવનાર દલાલ વિક્રમ સાથે પણ છોકરી બતાવવા માટે ફરી સંપર્ક કરવાની કોશિશ કરી. તેને શંકા ગઈ હોવાથી ફોન ઉપાડવાનું બંધ કરી દીધું. અનેકવાર સંપર્ક કર્યા પછી તે સામે ન આપ્યો ત્યારે અમે મંજૂ દેવીનો સંપર્ક કર્યો. મંજૂએ બીજી મીટિંગ લગ્નની ડીલ ફાઇનલ કરવા માટે રાખી. તેણે અમારી સામે થોડી શરતો રાખી. વાતચીતના થોડાં અંશ અહીં વાંચો…

રિપોર્ટરઃ રૂપિયા વધારે માગી રહ્યા છો, અમે આટલા આપી શકીશું નહીં, થોડાં ઓછા કરો.
દલાલ: છોકરીના ઘરમાં કમાવાવાળું કોઈ નથી. ખૂબ ગરીબ છે. તેમને 1.5 લાખ રૂપિયા તો ચૂકવવા જ પડશે.
રિપોર્ટરઃ આ સિવાય તો કોઈ ખર્ચ માંગશો નહીં ને?
દલાલ: છોકરીના લગ્નનો લહેંગો, 10 ડ્રેસ અને મંગળસૂત્ર તમારે લાવવું પડશે. આ સિવાય કોઈ ઘરેણાં આપવા હોય તો તે તમારી મરજી.
દલાલ: લગ્નની ડીલ સ્ટેમપ પેપર પર થશે. અમારા વકીલને પાંચ હજાર રૂપિયા આપવા પડશે.
રિપોર્ટરઃ લગ્ન પછી છોકરી ભાગી નહીં જાય ને. અમારી સાથે છેતરપિંડી થયેલી છે.
દલાલ: છોકરી જ્યાં સુધી પ્રેગ્નેન્ટ ન થાય ત્યાં સુધી ઘરની બહાર મોકલશો જ નહીં. તે પછી જ પિયર મોકલજો.
રિપોર્ટર: જો તે પાછી જ ના ફરે તો?
દલાલઃ છોકરી લગ્નના 6 મહિના સુધી ઘરે જશે નહીં. આ મારી ગેરંટી છે.
(લૂંટેરી દુલ્હનની ગેંગ એટલી ચાલાક છે કે દલાલ જાતે જ છોકરીનો પરિવાર બનીને સામેલ થાય છે. મહિલા દલાલ તેની મોટી બહેન અથવા પિતરાઈ બહેન બનીને આવે છે અને દલાલ જીજાજી બની જાય છે.)

મહિલા દલાલ કોઈપણ ચિંતા કર્યા વગર ભાસ્કર રિપોર્ટર સામે પોતાની શરતો જણાવે છે.
સૌથી મોટી શરતઃ જો તમારે 7 ફેરા ફરવા હોય તો સંબંધીઓને લગ્નમાં બોલાવવાના નહીં
અમે (ભાસ્કર રિપોર્ટર) મહિલા દલાલને કહ્યું – દૂલ્હો 7 ફેરા ફરીને લગ્ન કરવા ઇચ્છે છે. તેના પર બ્રોકર મંજુ દેવીએ કહ્યું- તો અમારી એક શરત છે. લગ્નમાં વરરાજાના પરિવાર સિવાય કોઈને આમંત્રણ ન આપો.
અમે પૂછ્યું- સંબંધીઓને કેમ ના બોલાવીએ? બ્રોકર મંજુ દેવીએ જણાવ્યું કે છોકરીના પરિવારમાંથી કોઈ પણ આવી શકશે નહીં. જો તમારા સંબંધીઓ છોકરીના પરિવાર વિશે પૂછશે તો તમારી બદનામી થશે. લગ્ન દરમિયાન, ફક્ત વરરાજાના માતા, પિતા, ભાઈ અને બહેનને આમંત્રણ આપો. આ સિવાય કોઈ પણ સંબંધીને સાથે ન લાવો.
ગેંગના સભ્યો પોતાની ઓળખ છુપાવવા માટે આ અધમ પદ્ધતિ અપનાવે છે, જેથી છેતરપિંડી બાદ પોલીસ લગ્નના સાક્ષી પણ શોધી શકે નહીં. આ ગેંગે સીકરના અનિલને પણ આવી જ રીતે ફસાવ્યો હતો. લગ્નના 4 દિવસ બાદ જ દુલ્હન ઘરેથી તમામ દાગીના અને રોકડ લઈને ભાગી ગઈ હતી.
(સ્ટીંગ ઓપરેશનના થોડા દિવસો બાદ ગેંગના દલાલોએ ભાસ્કર રિપોર્ટરને ફોન કરીને લગ્ન બને તેટલાં જલ્દી કરવાની માંગણી કરી હતી. છોકરી ગમી નહીં તો વધારે છોકરીઓ બતાવવાનું લાલચ આપવા લાગ્યા.)
હવે અમે તમને જણાવીએ કે લૂંટેરી દુલ્હનોની ગેંગ કેવી રીતે ઓપરેટ થાય છે અને કેવી રીતે તેઓ કુંવારા છોકરાઓને પોતાનો શિકાર બનાવે છે.
10 છોકરીઓને એક મહિના માટે ભાડા પર લાવે છે
અમારી તપાસમાં બહાર આવ્યું છે કે ગેંગમાં વિકાસ, વિક્રમ, મહેશ કુમાવત, મંજુ દેવી, ગીરાધારી સહિત લગભગ 15 લોકોની ટીમ છે. આ લોકો પશ્ચિમ બંગાળ, ઓડિશા, યુપી, બિહારમાંથી 10થી વધુ છોકરીઓને ભાડેથી લાવે છે. તાજેતરમાં બારાં પોલીસે આવી જ એક ગેંગને પકડી હતી. ત્યારે પોલીસ તપાસમાં અનેક ખુલાસા થયા હતા.
આ ગેંગ યુવતીઓના પરિવારજનોને એકથી બે મહિનાનું 40 થી 50 હજાર રૂપિયા ભાડું ચૂકવે છે. છોકરીઓને ભાડાના મકાનમાં રાખવામાં આવે છે. આ પછી ગેંગના દલાલો અલગ-અલગ શહેરોમાં બેચલર છોકરાઓને શોધે છે. જેઓના લગ્ન થઈ રહ્યા નથી. તેઓ તેમના પરિવારના સભ્યોને આ છોકરીઓના ફોટા બતાવીને છેતરે છે.

બારાંનાં સદર પોલીસ સ્ટેશનના સીઆઈ છૂટ્ટન લાલ મીણાએ જણાવ્યું કે 14 જૂન, 2024એ લૂટેરી દુલ્હનની એક ગેંગ પકડાઈ હતી. આ ગેંગે અનેક ચોંકાવનારા ખુલાસા કરેલાં.
ભાડાના નામે પહેલી વસૂલી
લગ્નનો સોદો સાચો દેખાય તે માટે, ગેંગના સભ્યો બેચલર છોકરાના પરિવારને છોકરીના વાસ્તવિક ફોટોગ્રાફ્સ મોકલે છે. જ્યારે પરિવારને છોકરી ગમે છે, તે પછી છોકરી અને તેના સંબંધીઓ સાથે પરિચય કરાવવાના નામે, મુસાફરી અને રહેવા માટે 25-30 હજાર રૂપિયા ભાડું લે છે. ગેંગે ભાસ્કર રિપોર્ટર પાસેથી પિંકી અને તેના પરિવારનો પરિચય કરાવવાના નામે 25,000 રૂપિયા પડાવી લીધા હતા, જ્યારે ગેંગની છોકરીઓ સીકરમાં જ ભાડાના મકાનમાં રહેતી હતી.

23 જુલાઈના રોજ MPની ખરગોન પોલીસે લૂટેરી દુલ્હન દીપિકા અને તેના પતિ નિખિલની ધરપકડ કરી હતી. પતિ ભાઈ બનીને તેની ડીલ રાજસ્થાનના બેચલર્સ સાથે કરાવતો.
છોકરીઓના નામથી લઈને આધાર કાર્ડ નકલી
લૂંટારૂ દુલ્હન ગેંગના સભ્યો ક્યારેય તેમની ઓળખ છતી કરતા નથી. નામ અને સરનામા નકલી છે. દુલ્હાના પરિવારને ફસાવવા માટે છોકરીઓને નકલી આધાર કાર્ડ પણ આપવામાં આવે છે. આમાં યુવતીનું નામ, ઉંમર અને સરનામું બધું જ નકલી હોય છે. આ ગેંગે અમને પિંકી નામની છોકરી બતાવી હતી, જેનું આધાર કાર્ડ ચેક કરતાં તે નકલી હોવાનું જણાયું હતું. તેની ઉંમર 25 વર્ષ જણાવવામાં આવી હતી, પરંતુ વાસ્તવમાં તે 35 વર્ષથી વધુ હતી.

આ તે નકલી આધાર કાર્ડ જે ગેંગના દલાલોએ ભાસ્કર રિપોર્ટરને મોકલ્યા હતા.
સુહાગરાતના એક અઠવાડિયા પછી બધું જ લૂટીને ભાગી જાય છે લૂંટેરી દુલ્હન
લગ્ન બાદ લૂંટેરી દુલ્હન પહેલા દૂલ્હાના ઘરની રેકી કરે છે. પરિવાર ઘરમાં પૈસા અને ઘરેણાં ક્યાં રાખે છે? કબાટની ચાવી કોની પાસે છે? પરિવારમાં કોણ શું કરે છે? કોણ ક્યારે આવે છે? તે ક્યારે જાય છે? આ બધું જાણ્યા પછી, તે રાત્રે તેમના સૂવાનો સમય પણ નોંધે છે.
આ પછી, તે એ દિવસની રાહ જુએ છે જ્યારે ઘરમાં વધુ સભ્યો ન હોય, જેથી ઘરના સભ્યોને તે ભાગી ગઈ હોવાની જાણકારી જલ્દી ના મળે. તક જોઈને તે ઘરેથી રોકડ અને દાગીના લઈને ભાગી જાય છે. ગેંગ સાથે સંકળાયેલા લોકો તેમના ભાગી જવાની વ્યવસ્થા કરે છે.
