10 કલાક પેહલા
- કૉપી લિંક
સોમવારે બાંગ્લાદેશમાં અનામતને લઈને થયેલા વિરોધ પ્રદર્શન બાદ સ્થિતિ નિયંત્રણ બહાર થઈ ગઈ હતી. બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીનાએ રાજીનામું આપ્યા બાદ ઉગ્ર વિરોધીઓ તેમના નિવાસ્થાને ઘુસી ગયા હતા. લોકોએ બપોરે પીએમ આવાસમાં ઘૂસીને ભારે લૂંટ ચલાવી હતી. આ લૂંટના ઘણા વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયા છે જે ખરેખર ચોંકાવનારા છે. કોઈપણ દેશના પીએમ આવાસમાં આવી સ્થિતિ સામાન્ય નથી. એક વીડિયોમાં એક વિશાળ ભીડ ખુરશીઓ, ટેબલ, સોફા, કુરાન, લેમ્પ, મોંઘા પંખા, ફર્નિચર, છોડ, આરઓ પ્યુરિફાયર, ટીવી, ટ્રોલી બેગ, એસી, ગાદલા અહીં સુધી કે વાસણોની લૂંટ ચલાવતી જોવા મળી રહી છે.