57 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના અરશદ નદીમે પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રોમાં ગોલ્ડ મેડલ જીતીને ઈતિહાસ રચ્યો છે. અરશદની અહીં સુધી પહોંચવાની સફર આસાન રહી નથી. તેમને ગરીબી સાથે સંઘર્ષ કરવો પડ્યો છે.
પાકિસ્તાનના એક રિપોર્ટ અનુસાર અરશદના પિતા મજૂર છે. ટેલેન્ટ જોઈને ગામના લોકોએ અરશદની ટ્રેનિંગ માટે દાન એકત્ર કર્યું. પેરિસ ઓલિમ્પિકમાં અરશદની સીધી ટક્કર ભારતના નીરજ ચોપરા સાથે હતી. નીરજ સિલ્વર મેડલ જીત્યો છે.
નદીમે આ ઓલિમ્પિકમાં ઈતિહાસ રચ્યો છે. તેણે 92.97 મીટર થ્રો કર્યો હતો. આ પહેલા નોર્સ એથ્લેટ થોર્કિલ્ડસેન એન્ડ્રીસે 2008માં બેઈજિંગ ઓલિમ્પિકમાં 90.57 મીટરનો રેકોર્ડ બનાવ્યો હતો. હવે નદીમે આ રેકોર્ડ તોડીને ઈતિહાસ રચી દીધો છે. પાકિસ્તાનના ઈતિહાસમાં આ પહેલો પ્રસંગ હતો જ્યારે કોઈ એથ્લેટે ઓલિમ્પિકમાં વ્યક્તિગત ઈવેન્ટમાં ગોલ્ડ મેડલ જીત્યો હોય.
પેરિસ ઓલિમ્પિકમાં જેવલિન થ્રો ઈવેન્ટમાં એકસાથે મેડલ જીતનાર ત્રણેય ખેલાડીઓ.
લોકોએ ટ્રેનિંગ માટે પૈસા ભેગા કર્યા
અરશદ નદીમનો જન્મ 1997માં પાકિસ્તાનના પંજાબના ખાનવાલ ગામમાં થયો હતો. તેના પિતા મજૂરી કામ કરે છે. આવી સ્થિતિમાં તેમના 7 બાળકોના મોટા પરિવારનું ભરણપોષણ કરવા માટે તેમને સંઘર્ષ કરવો પડ્યો હતો.
અરશદના પિતા મુહમ્મદ અશરફે મીડિયાને જણાવ્યું કે લોકોને ખબર નથી કે અરશદ અહીં કેવી રીતે પહોંચ્યો. નદીમની ટ્રેનિંગ માટે લોકોએ પૈસા ભેગા કર્યા. નદીમ માટે સમુદાયનો આ સહકાર ખૂબ જ મહત્વપૂર્ણ હતો, કારણ કે શરૂઆતના દિવસોમાં તેની પાસે અન્ય શહેરોમાં મુસાફરી કરવા અને ટ્રેન કરવા માટે જરૂરી પૈસા નહોતા.
તેણે એ પણ જણાવ્યું કે આર્થિક તંગીના કારણે અરશદને જૂના ભાલા સાથે પ્રેક્ટિસ કરવી પડી હતી. આ ભાલાને પણ નુકસાન થયું હતું અને તે ઘણા વર્ષો સુધી આંતરરાષ્ટ્રીય સ્તરનો નવો ભાલો ખરીદી શક્યો ન હતો. ક્ષતિગ્રસ્ત ભાલા સાથે પ્રેક્ટિસ કરવાનું ચાલુ રાખ્યું.
અરશદના મોટા ભાઈ શાહિદ અઝીમના જણાવ્યા અનુસાર, તે ઈદ-ઉલ-અઝહા દરમિયાન વર્ષમાં માત્ર એક જ વાર માંસ ખરીદી શકતો હતો.
આ ફોટો સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહ્યો છે. જેમાં નદીમ તેના પરિવાર સાથે બેઠો છે.
અરશદ નદીમની કારકિર્દી આવી છે
વર્ષ 2015માં, નદીમે ભાલા ફેંકની ઈવેન્ટ્સમાં ભાગ લેવાનું શરૂ કર્યું અને ખૂબ જ ઓછા સમયમાં તેણે પોતાની છાપ છોડી દીધી. 2016માં, તેણે ભારતમાં દક્ષિણ એશિયન ગેમ્સમાં 78.33 મીટરના રાષ્ટ્રીય રેકોર્ડ થ્રો સાથે બ્રોન્ઝ મેડલ જીત્યો હતો. આ પછી નદીમે 2019માં દોહામાં યોજાયેલી વર્લ્ડ એથ્લેટિક્સ ચેમ્પિયનશિપમાં પોતાની ક્ષમતા સાબિત કરી હતી.
અરશદ નદીમે 2020 ટોકિયો ઓલિમ્પિકમાં 86.62 મીટર ભાલા ફેંકીને પાંચમું સ્થાન મેળવ્યું હતું. અગાઉ નદીમનો કારકિર્દીનો સર્વશ્રેષ્ઠ થ્રો 90.18 મીટર હતો. તે 90 મીટરનો આંકડો પાર કરનાર પ્રથમ એશિયન ખેલાડી બન્યો.
વર્લ્ડ એથ્લેટિક ચેમ્પિયનશિપમાં નીરજ ચોપરાએ ગોલ્ડ અને અરશદ નદીમે સિલ્વર મેડલ જીત્યો હતો.
નદીમે પાકિસ્તાનને ત્રીજો ઓલિમ્પિક મેડલ અપાવ્યો
નદીમે ગુરુવારે પાકિસ્તાન માટે પહેલો ગોલ્ડ મેડલ જીત્યો હતો. દેશનો આ ત્રીજો ઓલિમ્પિક મેડલ છે. આ પહેલા તેણે 1960માં રોમમાં રેસલિંગમાં અને 1988માં સિઓલમાં બોક્સિંગમાં મેડલ જીત્યા હતા.
સાત ખેલાડીઓમાં માત્ર નદીમને જ સફળતા મળી
પાકિસ્તાને પેરિસ ઓલિમ્પિકમાં સાત એથ્લેટ મોકલ્યા હતા, પરંતુ તેની ઈવેન્ટમાં માત્ર નદીમ જ ફાઈનલ માટે ક્વોલિફાય થઈ શક્યો હતો. ગોલ્ડ જીત્યા બાદ તેના ગામમાં ઉજવણીનો માહોલ છે.