3 મિનિટ પેહલા
- કૉપી લિંક
દલજીત કૌરે તેના પહેલા પતિ શાલિન ભનોટ પર કટાક્ષ કર્યો છે. તાજેતરમાં, એક સોશિયલ મીડિયા યુઝરે અભિનેત્રીની ઇન્સ્ટાગ્રામ પોસ્ટ પર ટિપ્પણી કરી અને તેને મુશ્કેલ સમયમાં શાલિન સાથે જોડાવા માટે સલાહ આપી. આના પર દલજીતે જવાબ આપ્યો કે ‘તે કદાચ ખૂબ જ વ્યસ્ત છે.’
દલજીતે લખ્યું, ‘અત્યાર સુધી તેણે ન તો કોઈ મેસેજ મોકલ્યો છે કે ન તો કનેક્ટ કર્યું છે. મને નથી લાગતું કે તેને તેના પુત્ર વિશે જાણવામાં કોઈ રસ છે. તે ખૂબ વ્યસ્ત હોઈ શકે છે.
નોંધનીય છે કે, દલજીત અને શાલિન શો ‘કુલવધૂ’ના સેટ પર મળ્યાં હતાં. ત્યાં જ તેઓ એકબીજાના પ્રેમમાં પડ્યા. બંનેના લગ્ન 2009માં થયા હતા. જો કે, 2015 માં, દલજીતે શાલીન પર ઘરેલૂ હિંસાનો આરોપ લગાવ્યા પછી તેને છૂટાછેડા આપી દીધા. દલજીત હવે તેના પુત્ર જયડેનનો ઉછેર કરી રહી છે.
દલજીત કૌર અને નિખિલ પટેલના છૂટાછેડા
દલજીત કૌર અને નિખિલ પટેલના લગ્ન માર્ચ 2023માં થયા હતા. પરંતુ 10 મહિના પછી બંનેએ છૂટાછેડા માટે અરજી કરી હતી. નિખિલે મે મહિનામાં તેમના અલગ થવાની પુષ્ટિ કરી હતી.
ઈ-ટાઇમ્સ સાથે વાત કરતાં નિખિલે જણાવ્યું કે, ‘જાન્યુઆરીમાં દલજીતે કેન્યા છોડવાનો નિર્ણય કર્યો. તે તેના પુત્ર જયડેન સાથે ભારત પરત ફરી. જેના કારણે તેમના સંબંધોમાં અંતર સર્જાયું હતું. બંનેને સમજાયું કે તેમના સંબંધો એટલા મજબૂત નથી. દલજીત માટે કેન્યામાં રહેવું મુશ્કેલ બની ગયું હતું.’ તેઓએ માર્ચ 2023 માં મુંબઈમાં ભારતીય લગ્ન સમારોહ રાખ્યો હતો. આ ધાર્મિક વિધિ સાંસ્કૃતિક રીતે મહત્ત્વપૂર્ણ હતી, પરંતુ કાયદેસર નહોતી. દલજીતના પરિવારને આશ્વાસન આપવા માટે આવું કરવામાં આવ્યું હતું.
તાજેતરમાં જ દલજીતે મુંબઈના આગ્રીપાડા પોલીસ સ્ટેશનમાં નિખિલ પટેલ વિરુદ્ધ FIR નોંધાવી હતી. અભિનેત્રીએ નિખિલ પર વિશ્વાસઘાતનો આરોપ લગાવ્યો છે.