- Gujarati News
- National
- Bus Driver Lost Control, VIDEO, Driver Hits One Vehicle After Another On Jammed Road
બેંગલુરુ8 મિનિટ પેહલા
- કૉપી લિંક
બેંગલુરુમાં એક મોટો માર્ગ અકસ્માત ટળી ગયો છે. મંગળવારે અહીં હેબ્બલ ફ્લાયઓવર પર જામ થયો હતો, જે દરમિયાન એક વોલ્વો બસે તેની પાસે ઉભેલા કેટલાય બાઇક અને અનેક ફોર વ્હીલર્સને ટક્કર મારી હતી. વીડિયો જોતા એવું લાગતું નથી કે બસ ડ્રાઈવરે જામમાં ફસાયેલા વાહનોને જાણી જોઈને ટક્કર મારી હોય. સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહેલા વીડિયોમાં બસની સ્પીડ ઘણી ઓછી દેખાઈ રહી છે.
બાઈક ચાલકોને કચડીને ફોર વ્હીલર્સને ટક્કર મારી
વીડિયો જોયા બાદ એવું લાગે છે કે ડ્રાઈવર પોતે સમજી શક્યો નથી કે ભૂલ ક્યાં થઈ અને તેની બસે સામે ઉભેલા બાઈક ચાલકોને કચડીને ફોર વ્હીલર્સને ટક્કર મારી. સદ્દનસીબ વાત એ છે કે આ ઘટનામાં કોઈનું મોત થયું નથી. આ ઘટના અંગે ન્યૂ ઈન્ડિયન એક્સપ્રેસના અહેવાલમાં જણાવાયું છે કે, અકસ્માતમાં એક બાઇક સવાર ગંભીર રીતે ઘાયલ થયો છે. રિપોર્ટમાં જણાવાયું છે કે, બસ સાથે અથડામણમાં છ વાહનોને નુકસાન થયું હતું, જેમાંથી બે ફોર વ્હીલર હતા. આ અકસ્માતમાં કોઈના મોતના સમાચાર નથી.
ફ્લાયઓવર પરના વાહનોને ટક્કર મારી રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, હેબ્બલ ફ્લાયઓવર પર સોમવારે સવારે 9.47 થી 9.50 વચ્ચે અકસ્માત થયો હતો. ફ્લાયઓવર પરના વાહનોને ટક્કર મારનારી વોલ્વો બસ કેમ્પેગૌડા ઈન્ટરનેશનલ એરપોર્ટથી હોસુર સરજાપુરા રોડ લેઆઉટ તરફ મુસાફરોને લઈ જઈ રહી હતી.
ડ્રાઈવર કાઈ સમજે એ પહેલા તો…
ઈન્ટરનેટ પર વાઇરલ થઈ રહેલા બે મિનિટ વીસ સેકન્ડના વીડિયોમાં જોવા મળે છે કે, અકસ્માત સમયે ડ્રાઈવર સમજી શકતો નથી કે ભૂલ ક્યાં થઈ રહી છે. તે બસ ખૂબ જ ધીમે ચલાવી રહ્યો હતો. વીડિયોમાં દેખાઈ રહ્યું છે કે, બસ સામેથી આવતા વાહનોને ટક્કર મારતી આગળ વધી રહી છે, જ્યારે એક કાર તેની સામે આડી થઈને જ થોભી ગઈ.
સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો
રિપોર્ટમાં જણાવવામાં આવ્યું છે કે, અકસ્માત બાદ તરત જ બસના ડ્રાઈવર અને કંડક્ટર ત્યાંથી ભાગ્યા ન હતા, તેઓએ ઈજાગ્રસ્ત બાઇક સવારને જોયો હતો. આ દુર્ઘટનાનું સાચું કારણ જાણવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. સ્થાનિક પોલીસે અકસ્માત અંગે ગુનો નોંધ્યો છે.