2 કલાક પેહલા
- કૉપી લિંક
પ્રિન્સ સલમાન ઇઝરાયલ સાથેની મિત્રતાના જોખમોને જાણે છે, છતાં અમેરિકા અને ઇઝરાયલ સાથે મેગા ડીલ કરવા માંગે છે.
સાઉદી અરેબિયાના ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાનને લાગે છે કે તેમનો જીવ જોખમમાં છે. અમેરિકન વેબસાઇટ પોલિટિકોના અનુસાર, તેમણે અમેરિકન અધિકારીઓને કહ્યું કે તેઓ ઇઝરાયલ અને અમેરિકા સાથે ડીલ કરીને પોતાના જીવને જોખમમાં મૂકી રહ્યા છે.
તેમણે ઈજિપ્તના રાષ્ટ્રપતિ અનવર સાદતનો પણ ઉલ્લેખ કર્યો હતો. 1978માં ઇઝરાયલ સાથે શાંતિ કરાર કરવા બદલ 1981માં તેમની હત્યા કરવામાં આવી હતી. પ્રિન્સ સલમાને પૂછ્યું કે સાદતની સુરક્ષા માટે અમેરિકાએ શું વ્યવસ્થા કરી હતી?
પ્રિન્સ સલમાને અમેરિકન અધિકારીઓને કહ્યું કે જો ઇઝરાયલ સાથે કોઈ શાંતિ સમજૂતી કરવી હોય તો અલગ પેલેસ્ટાઈન દેશ બનાવવો જરૂરી છે. ખાસ કરીને એવા સમયે જ્યારે ગાઝામાં લડાઈને કારણે ઇઝરાયલ વિરુદ્ધ આરબોનો ગુસ્સો વધી ગયો છે.
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/08/15/comp-110_1723702169.gif)
સલમાન જોખમ બાદ પણ ડીલ કરવા માંગે છે
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે પ્રિન્સ સલમાન ઇઝરાયલ સાથે દોસ્તી કર્યા બાદ જે નુકસાન થઇ શકે છે તેનાથી વાકેફ છે. તેઓ હજુ પણ અમેરિકા અને ઇઝરાયલ સાથે મેગા ડીલ કરવા માંગે છે. તેઓ તેને સાઉદી અરેબિયા માટે મહત્વપૂર્ણ માને છે.
ઇઝરાયલ સાથે મિત્રતા કર્યા બાદ અમેરિકા ઇઝરાયલની સુરક્ષાની જવાબદારી લેશે. આ સિવાય તેને નાગરિક પરમાણુ કાર્યક્રમ અને ટેક્નોલોજીના ક્ષેત્રમાં પણ અમેરિકા પાસેથી મદદ મળી શકે છે.
આ મેગા ડીલ બાદ સાઉદી અરેબિયા ચીન સાથેના પોતાની લેણ-દેણને મર્યાદિત કરી શકે છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે મુસ્લિમ દેશોમાં સાઉદીના મહત્વને જોતા આ ડીલ ઇઝરાયલ માટે વરદાન સાબિત થઈ શકે છે.
![પ્રિન્સ સલમાન ઇઝરાયલ સાથે ડીલ કરવા ઈચ્છે છે પરંતુ નેતન્યાહુ અલગ પેલેસ્ટાઈન રાજ્ય માટે તૈયાર નથી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/08/15/netanyahu_1723700794.png)
પ્રિન્સ સલમાન ઇઝરાયલ સાથે ડીલ કરવા ઈચ્છે છે પરંતુ નેતન્યાહુ અલગ પેલેસ્ટાઈન રાજ્ય માટે તૈયાર નથી.
નેતન્યાહુ અલગ પેલેસ્ટિનિયન દેશ માટે તૈયાર નથી
ઇઝરાયલ કોઈ પણ સંજોગોમાં અલગ પેલેસ્ટિનિયન દેશ બનાવવા માટે સંમત નથી, જે પ્રિન્સ સલમાન માટે સમસ્યા છે. વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ અગાઉ ઘણી વખત કહ્યું છે કે તેઓ અલગ પેલેસ્ટિનિયન દેશ બનાવવા માટે ક્યારેય તૈયાર નહીં થાય.
નેતન્યાહુના આ આગ્રહને કારણે ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચેના સંબંધો સામાન્ય બને તેવું શક્ય જણાતું નથી. ક્રાઉન પ્રિન્સ સલમાને અમેરિકન અધિકારીઓ સાથે ક્યારે વાત કરી તેની માહિતી નથી.
ટાઈમ્સ ઓફ ઇઝરાયલ અનુસાર, આ વર્ષે ઇઝરાયલ અને સાઉદી અરેબિયા વચ્ચે એક ડીલ થવાની હતી, પરંતુ ગાઝા યુદ્ધને કારણે તેને ટાળવામાં આવી હતી. અમેરિકામાં નવેમ્બરમાં રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાવાની છે, તેથી આ વર્ષે કોઈ ડીલ થવાની આશા નથી.
![પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ (ડાબે) એપ્રિલ 18, 2023ના રોજ સાઉદી ક્રાઉન પ્રિન્સને મળ્યા હતા. બંનેએ આઝાદ પેલેસ્ટાઈનની વાત કરી હતી.](https://images.bhaskarassets.com/web2images/521/2024/08/15/316949574301707283682_1723700864.png)
પેલેસ્ટિનિયન રાષ્ટ્રપતિ મહમૂદ અબ્બાસ (ડાબે) એપ્રિલ 18, 2023ના રોજ સાઉદી ક્રાઉન પ્રિન્સને મળ્યા હતા. બંનેએ આઝાદ પેલેસ્ટાઈનની વાત કરી હતી.
સાઉદીએ ઇઝરાયલને માન્યતા આપી નથી
ક્રાઉન પ્રિન્સ સલમાને સપ્ટેમ્બર 2023માં કહ્યું હતું કે તેઓ ઇઝરાયલ સાથે સંબંધો સામાન્ય બનાવવાની ખૂબ નજીક છે, પરંતુ 7 ઓક્ટોબરે હમાસના હુમલા બાદ પરિસ્થિતિ બદલાઈ ગઈ છે. આ વર્ષે ફેબ્રુઆરીમાં સાઉદી અરેબિયાએ કહ્યું હતું કે તે ઈઝરાયલ સાથે કોઈ રાજકીય સંબંધો નહીં બનાવે.
સાઉદી અરેબિયાએ હજુ સુધી ઇઝરાયલને એક દેશ તરીકે માન્યતા આપી નથી. તેથી બંને દેશો વચ્ચે રાજદ્વારી સંબંધો નથી. સાઉદીનું કહેવું છે કે તે ઇઝરાયલ સાથે સંબંધોને સામાન્ય કરી શકે છે, પરંતુ આ માટે તેણે 2002ના આરબ શાંતિ પ્રસ્તાવની શરતો માનવી પડશે.
2002માં એવું નક્કી કરવામાં આવ્યું હતું કે ઇઝરાયલે 1967ના યુદ્ધ દરમિયાન તેના કબજામાં રહેલા તમામ વિસ્તારોમાંથી પોતાનો કબજો છોડી દેવો પડશે. પેલેસ્ટાઈનને સ્વતંત્ર દેશ ગણવો પડશે. પૂર્વ જેરુસલેમને તેની રાજધાની માનવી પડશે. તમામ આરબ દેશો આ શરતો સાથે સંમત થયા હતા.
સાઉદીએ કહ્યું- ઈઝરાયલ સાથે રાજદ્વારી સંબંધો રાખશે નહીં, અમેરિકાને કહ્યું- ઈઝરાયલ ગાઝામાં હુમલા બંધ કરે, આઝાદ પેલેસ્ટાઈનને માન્યતા આપે
![](https://images.bhaskarassets.com/web2images/521/2024/08/15/230607084524-01-blinken-mbs-0706231707283193_1723700942.png)
સાઉદી અરેબિયાનું કહેવું છે કે જ્યાં સુધી પેલેસ્ટાઈન સ્વતંત્ર રાજ્ય નહીં બને ત્યાં સુધી સાઉદી અરેબિયા અને ઈઝરાયેલ વચ્ચે કોઈ રાજદ્વારી સંબંધો નહીં હોય.
સાઉદી અરેબિયાએ અમેરિકાને આ વાત કહી છે. વાસ્તવમાં, અમેરિકા ઇઝરાયેલ-સાઉદી સંબંધોને શરૂ કરવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે. જો કે, બુધવારે સાઉદીએ સ્પષ્ટ કર્યું હતું કે જ્યાં સુધી પેલેસ્ટાઈનીઓને તેમના અધિકારો નહીં મળે ત્યાં સુધી તે ઈઝરાયલ સાથે સંબંધો રાખશે નહીં.