11 મિનિટ પેહલા
- કૉપી લિંક
ગયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં વેસ્ટ ઈન્ડિઝ અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાઈ રહેલી બીજી ટેસ્ટ મેચના પ્રથમ દિવસે 17 વિકેટ પડી, જે આ મેદાન પર ટેસ્ટ ક્રિકેટના એક દિવસમાં સૌથી વધુ છે.
પ્રથમ બેટિંગ કરતા દક્ષિણ આફ્રિકાએ તમામ વિકેટ ગુમાવીને 160 રન બનાવ્યા હતા. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝે પણ 97 રનમાં 7 વિકેટ ગુમાવી દીધી હતી.
ઝડપી બોલરોએ 15 વિકેટ ઝડપી
પ્રથમ દિવસે બંને ટીમોની પડેલી 17 વિકેટોમાંથી 15 વિકેટ ઝડપી બોલરોએ લીધી હતી. પ્રથમ દિવસે રમાયેલી 82.2 ઓવરમાંથી 68 ઓવર ફાસ્ટ બોલરોએ ફેંકી હતી. વેસ્ટ ઈન્ડિઝ તરફથી શમર જોસેફે 5 અને જેડન સીલ્સે 3 વિકેટ ઝડપી હતી. આ સિવાય ગુડાકેશ મોતી અને જેસન હોલ્ડરે 1-1 વિકેટ લીધી હતી.
દક્ષિણ આફ્રિકા માટે વિયાન મુલ્ડરે 6 ઓવરમાં 18 રન આપીને 4 વિકેટ ઝડપી હતી. આ સિવાય નાન્દ્રે બર્જરે 2 અને કેશવ મહારાજે 1 વિકેટ લીધી હતી.
બંને ટીમના ટોપ 6 બેટર્સમાંથી માત્ર એક બેટ્સમેન 30થી વધુ રન બનાવી શક્યો
આ મેચમાં બંને ટીમના ટોપ 6 બેટર્સમાંથી માત્ર વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર 30થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો. તે 51 બોલનો સામનો કરીને 33 રન બનાવીને અણનમ છે.
સાઉથ આફ્રિકાના ટોપ 6 બેટર્સની વાત કરીએ તો ડેવિડ બેડિંગહામે 54 બોલમાં 28 રન અને ટ્રિસ્ટન સ્ટબ્સે 65 બોલમાં 26 રન બનાવ્યા હતા.
બંને ટીમના ટોપ 6 બેટર્સમાંથી માત્ર વેસ્ટ ઈન્ડિઝનો જેસન હોલ્ડર 30થી વધુ રન બનાવવામાં સફળ રહ્યો હતો.
ડેન પીડટ અને નાન્દ્રે બર્જર દક્ષિણ આફ્રિકાને 160 રન સુધી પહોંચાડ્યું
ડેન પીડટ અને નાન્દ્રે બર્જરે દક્ષિણ આફ્રિકા માટે 10મી વિકેટ માટે 107 બોલમાં 63 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી. આ સાથે સાઉથ આફ્રિકાનો સ્કોર 160 રન પર પહોંચી ગયો હતો.
દક્ષિણ આફ્રિકાએ 97 રનમાં 9 વિકેટ ગુમાવી દીધી હતી. જે બાદ ડેન પીડટ અને નાન્દ્રે બર્જરે દક્ષિણ આફ્રિકાની ઇનિંગ્સને સંભાળી હતી. ડેન પીડટે 60 બોલનો સામનો કર્યો અને અણનમ 38 રન બનાવ્યા. તે ટીમનો ટોપ સ્કોરર હતો. નાન્દ્રે બર્જરે 56 બોલનો સામનો કરીને 23 રન બનાવ્યા હતા.
દક્ષિણ આફ્રિકા માટે 10મી વિકેટ માટે આન્દ્રે બર્જર અને ડેન પીડટે 107 બોલમાં 63 રનની રેકોર્ડ ભાગીદારી કરી હતી.
જેસન હોલ્ડર 33 રન બનાવીને ક્રિઝ પર છે
વેસ્ટ ઈન્ડિઝની પણ પ્રથમ ઈનિંગમાં સારી શરૂઆત રહી ન હતી. વેસ્ટ ઈન્ડિઝે તેની પ્રથમ વિકેટ માત્ર 2 રનમાં ગુમાવી દીધી હતી. વેસ્ટ ઈન્ડિઝના 4 ખેલાડી 43 રનની અંદર પેવેલિયન પરત ફર્યા હતા.
જે બાદ જેસન હોલ્ડરે વેસ્ટ ઈન્ડિઝની ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. તેણે સાતમી વિકેટ માટે ગુડાકેશ મોતી સાથે 75 બોલમાં 41 રનની ભાગીદારી કરીને વેસ્ટ ઈન્ડિઝનો સ્કોર 7 વિકેટે 97 રન સુધી પહોંચાડ્યો હતો. હોલ્ડર હાલમાં 51 બોલનો સામનો કરીને 33 રન બનાવીને ક્રિઝ પર છે. વેસ્ટ ઈન્ડિઝ હાલમાં પ્રથમ દાવમાં દક્ષિણ આફ્રિકા કરતા 63 રન પાછળ છે.