સુરતમાં સતત આપઘાતના બનાવો સામે આવી રહ્યા છે ત્યારે ડીંડોલી વિસ્તારમાં પતિ પત્ની એક સાથે રૂમમાં ફાંસો ખાઈને આપઘાત કરી લીધો હોવાનું બનાવ સામે આવ્યો છે. હાલ તો આ દંપતીના આપઘાતનું કારણ સામે આવ્યું નથી. અત્રે ઉલ્લેખનીય છે કે આ દંપતીના લગ્ન દોઢ વર્ષ પહેલા
.
બંનેએ દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા
મૂળ ઉત્તર પ્રદેશના જોનપુરના રહેવાસી પરિતોષ પ્રકાશ ચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ નવાગામમાં આવેલ દિપક નગર ના 41 નંબરના પ્લોટ માં રહેતા હતા. બંને દોઢ વર્ષ પહેલા લગ્ન કર્યા હતા. સુરતમાં દીપક નગરમાં ભાડેથી રહેતા હતા. પરિવાર વતનમાં રહે છે. લગ્ન બાદ બંને અહીં ભાડેથી સાથે રહેતા હતા અને લેસ પટ્ટીનું કામ કરીને ગુજરાન ચલાવી રહ્યા હતા.
રૂમને અંદરથી બંધ કરી બંનેએ જીવન ટુંકાવી લીધું હતું
પરિતોષ પ્રકાશ ચંદ્ર યાદવ અને તેની પત્ની કાજલ યાદવ એ આજે 41 નંબરના પ્લોટમાં પહેલા માળે આવેલા રૂમમાં ફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. રૂમને અંદરથી બંધ કરી બંનેએ જીવન ટુંકાવી લીધું હતું. ડીંડોલી પોલીસ દ્વારા બોડીને પોસ્મોતમ અર્થે ખસેડી વધુ તપાસ હાથ ધરી હતી. કયા કારણોસર આપઘાત કર્યો તે હજુ સુધી અકબંધ છે.