જિલ્લા શિક્ષણ અધિકારી કચેરી પાટણના જણાવ્યા મુજબ શ્રેષ્ઠ શિક્ષક જિલ્લા પસંદગી સમિતિ દ્વારા પાટણ જિલ્લામાં 2024-25 ના વર્ષ માટે તાલુકા અને જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની પસંદગી કરવામાં આવી છે. જેમાં જિલ્લા કક્ષાએ 3 શિક્ષકો અને તાલુકા કક્
.
પાટણ જિલ્લામાં વર્ષ 2024-25 માટે જિલ્લા કક્ષાએ પ્રાથમિક અને માધ્યમિક શિક્ષકોની કરાયેલી પસંદગીમાં દેસાઈ ગોવિંદભાઈ રત્નાભાઇ ઉ. શિ. પ્રાથમિક શાળા વાગડોદ, પટેલ આકાશ ખાનાભાઈ મ. શિ. આદર્શ વિદ્યાલય પાટણ અને પટેલ ભાવનાબેન ચંદુલાલ મ.શિ બી એમ હાઇસ્કુલ પાટણ ની પસંદગી કરવામાં આવી છે.
જ્યારે તાલુકા કક્ષાએ પંડ્યા યતિશકુમાર પ્રહલાદભાઈ ઉ. શિ. પ્રાથમિક શાળા ઈટોદા,પટેલ નિલેશકુમાર શંકરલાલ ઉ. શિ. પ્રાથમિક શાળા ધારપુર,સુથાર હંસાબેન મનસુખભાઈ ઉ.શિ.પ્રાથમિક શાળા રણોદા,આચાર્ય દર્શનકુમાર જ્યોતીન્દ્રકુમારઉ.શિ.પ્રાથમિક શાળા કોલીવાડા,દવે ચેતનકુમાર વાસુદેવ ઉ.શિ.પ્રાથમિક શાળા ચાંદણસર,પટેલ વિપુલકુમાર જયંતીભાઈઉ. શિ. પ્રાથમિક શાળા ઉમેદપુરા,પટેલ શ્રેયાબેન રમણભાઈ ઉ.શિ.પ્રાથમિક શાળા ડેર ની પસંદગી કરવામાં આવી હોવાનું શિક્ષણાધિકારી અશોકભાઈ ચૌધરીએ જાણવા મળ્યું છે.