તિરુમાલા15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પુણેનો એક પરિવાર મિત્ર સાથે શુક્રવાર, 23 ઓગસ્ટના રોજ 25 કિલો સોનું પહેરીને આંધ્રપ્રદેશના પ્રસિદ્ધ તિરૂમાલા વેંકટેશ્વર મંદિરમાં દર્શન માટે પહોંચ્યો. તેમની સુરક્ષામાં એક પોલીસકર્મી અને બે બોડીગાર્ડ પણ હાજર હતા.
વીડિયોમાં બધા જ લોકો સોનાનાં ઘરેણાં પહેરેલાં જોવા મળી રહ્યા છે. ઘરેણાંથી પુરૂષોના ગળા ભરાયેલાં છે. વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે પુરૂષોએ મહિલા કરતા વધારે ઘરેણાં પહેર્યા છે. તેમણે સોનાના ચશ્મા, ચેન અને બ્રેસલેટ પણ પહેરેલાં છે.
બંને વ્યક્તિ પુણે ગોલ્ડન ગાઈઝના નામથી પ્રખ્યાત છે.
પુણેના ગોલ્ડન ગાઈઝ સની અને સંજય
વીડિયોમાં જોવા મળી રહેલાં બે વ્યક્તિ સની નાનાસાહેબ વાઘચૌરે અને સંજય ગૂજર છે. આ વીડિયો સનીના સોશિયલ મીડિયા અકાઉન્ટ્સ પર પણ છે. બંને સારા મિત્રો છે અને પુણેના રહેવાસી છે. બંને પુણે ગોલ્ડન ગાઈઝના નામથી પ્રખ્યાત છે. વીડિયોમાં જોવા મળતી મહિલા અને બાળક સનીની પત્ની અને દીકરો છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે, વ્યવસાયે બંને ફિલ્મ ફાયનાન્સર અને પ્રોડ્યુસર છે. ત્યાં જ, સની સામાન્ય રીતે 7 થી 8 કિલો અને સંજય 4 થી 5 કિલો સોનું પહેરે છે. આ સિવાય તેમને મોંઘી કારનો પણ શોખ છે. બંને બિગ બોસ 16નો ભાગ પણ રહ્યા છે. વાઇલ્ડ કાર્ડ એન્ટ્રી તેઓ શોમાં સામેલ થયા હતા. તેઓ કપિલ શર્મા શોમાં પણ જોવા મળી ચૂક્યા છે.
અંગત જીવનની ત્રણ તસવીર
તસવીરમાં સંજય ગૂજર (ડાબે) અને સની વાઘચૌરે (જમણે) બોડીગાર્ડ્સ સાથે હાજર છે
એક ટીવી ચેનલ સાથે વાતચીતમાં સની (ડાબે) જણાવ્યું હતું કે બંને બાળપણથી સાથે છે અને સોનું પહેરવાનો શોખ છે. અમે ભલે જ મિત્ર હોઈએ પણ અમારી વચ્ચે ભાઈઓ કરતા પણ વધારે પ્રેમ છે.
મીડિયા રિપોર્ટ્સ પ્રમાણે સની અને સંજય વ્યવસાયે ફિલ્મ ફાયનાન્સર અને પ્રોડ્યુસર છે. તસવીરમાં સની બોલિવૂડ એક્ટર સોનૂ સુદ (જમણે), પોતાના દીકરા અને પત્ની સાથે જોવા મળી રહ્યો છે.
ભગવાન વેંકટેશ્વર વિષ્ણુનો અવતાર છે
વેંકટેશ્વર મંદિરને ‘કલિયુગનું વૈકુંઠ’ અને ભગવાન વેંકટેશ્વરને ‘કળિયુગ પ્રત્યક્ષ દૈવમ’ કહેવામાં આવે છે.
શ્રી વેંકટેશ્વર મંદિર આંધ્ર પ્રદેશના તિરુપતિ જિલ્લામાં તિરુમાલા ટેકરી પર બનેલું છે. તેને તિરુપતિ બાલાજી મંદિર તરીકે પણ ઓળખવામાં આવે છે. મંદિર ભગવાન વેંકટેશ્વરને સમર્પિત છે. તેમને ભગવાન વિષ્ણુનો અવતાર માનવામાં આવે છે.
એવું માનવામાં આવે છે કે ભગવાન વેંકટેશ્વરે આપણને કળિયુગની મુશ્કેલીઓ અને પરેશાનીઓમાંથી બચાવવા માટે અવતાર લીધો હતો. મંદિરને ‘કલિયુગનું વૈકુંઠ’ અને ભગવાન વેંકટેશ્વરને ‘કળિયુગનાં પ્રત્યેક્ષ દૈવમ’ કહેવામાં આવે છે.
22 ઓગસ્ટે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો 69મો જન્મદિવસ હતો. તેઓ અને તેમની પત્ની સુરેખા કોનિડેલા તેમના જન્મદિવસ પર આશીર્વાદ લેવા તિરુપતિ મંદિર ગયા હતા.
22 ઓગસ્ટે તેલુગુ ફિલ્મ ઈન્ડસ્ટ્રીના સુપરસ્ટાર ચિરંજીવીનો 69મો જન્મદિવસ હતો. તેઓ અને તેમની પત્ની સુરેખા કોનિડેલા તેમના જન્મદિવસ પર આશીર્વાદ લેવા તિરુપતિ મંદિર ગયા હતા.