નવી દિલ્હી49 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઓનલાઈન ફૂડ ડિલિવરી પ્લેટફોર્મ ઝોમેટો પર, તમે હવે 2 દિવસ અગાઉ ઓર્ડર શેડ્યૂલ કરી શકશો. કંપનીના ફાઉન્ડર અને સીઈઓ દીપેન્દ્ર ગોયલે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર આ સુવિધા શરૂ કરવાની જાહેરાત કરી હતી.
હાલમાં, આ સુવિધા દિલ્હી NCR, બેંગલુરુ, મુંબઈ, અમદાવાદ, ચંદીગઢ, લખનૌ અને જયપુરમાં 1,000 રૂપિયાથી વધુના ઓર્ડર માટે લગભગ 13,000 રેસ્ટોરન્ટ્સમાં શરૂ થઈ છે.
દીપેન્દ્ર ગોયલે કહ્યું- વધુ રેસ્ટોરન્ટ અને શહેરો જોડવામાં આવી રહ્યા છે
દીપન્દર ગોયલે પોતાના X હેન્ડલ પર લખ્યું, ‘તમારા ફૂડને 2 દિવસ પહેલા ઓર્ડર કરીને વધુ સારી રીતે પ્લાન કરો અને અમે સમયસર ડિલિવરી કરીશું.
રેસ્ટોરન્ટ હંમેશા મોટી માત્રામાં વાનગીઓનો સ્ટોક રાખે છે અને કિચન પ્રીપ્રેશન સમયની સુસંગતતા પણ તેમાં જોવા મળી છે. વધુ રેસ્ટોરાં અને શહેરો જોડવામાં આવી રહ્યાં છે. અમે ટૂંક સમયમાં તેને તમામ ઓર્ડર માટે વધારીશું.
બે દિવસ પહેલા ઇન્ટરસિટી સેવા બંધ કરી દેવામાં આવી હતી
નવી સુવિધા શરૂ થયાના બે દિવસ પહેલા, કંપનીએ તેની ઇન્ટરસિટી સેવા લિજેંડ્સ બંધ કરવાની જાહેરાત કરી હતી. ગોયલે પોતાના X હેન્ડલ પર પણ આ માહિતી આપી હતી.
તેમણે કહ્યું હતું કે, ‘ઝોમેટો લેજેન્ડ્સ પર અપડેટ – બે વર્ષના પ્રયાસો પછી, પ્રોડક્ટ માર્કેટમાં ફિટ થવામાં સફળ ન થતાં, અમે તાત્કાલિક અસરથી આ સેવા બંધ કરવાનો નિર્ણય લીધો છે.’
ઝોમેટોએ નવી ‘ડિસ્ટ્રિક્ટ’ એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી.
આ મહિનાની શરૂઆતમાં ઝોમેટોએ ‘ડિસ્ટિક્રટ’ નામની નવી એપ લોન્ચ કરવાની જાહેરાત કરી હતી. આ એપ્લિકેશન ડાઇનિંગ અને ટિકિટિંગ (મૂવી અને ઇવેન્ટ્સ) સાથે ‘ગોઇંગ-આઉટ’ બિઝનેસને જોડે છે. એપ એ કંપનીની કોર ફૂડ ડિલિવરી સેવાઓ અને હાઇપર કોમર્સથી આગળ એક મોટો વિસ્તાર છે.
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો 126.5 ગણો વધ્યો છે
એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં ઝોમેટોનો નફો વાર્ષિક ધોરણે 126.5 ગણો વધીને 253 કરોડ રૂપિયા થયો છે. એક વર્ષ અગાઉના સમાન ક્વાર્ટરમાં કંપનીનો કોન્સોલિડેટેડ નેટ પ્રોફિટ રૂ. 2 કરોડ હતો.
પ્રથમ ક્વાર્ટરમાં ઝોમેટોની આવક 74% વધીને રૂ. 4,206 કરોડ થઈ છે. એક વર્ષ અગાઉ સમાન ક્વાર્ટરમાં આવક રૂ. 2,416 કરોડ હતી. ઝોમેટોએ 1 ઓગસ્ટના રોજ નાણાકીય વર્ષ 2024-25ના પ્રથમ ત્રિમાસિક ગાળાના પરિણામો જાહેર કર્યા હતા.
કંપની પેટીએમનો એન્ટરટેનમેન્ટ અને ટિકિટિંગ બિઝનેસ ખરીદશે અગાઉ બુધવારે, ફૂડ એગ્રીગેટરે પેટીએમનો એન્ટરટેનમેન્ટ અને ટિકિટિંગ બિઝનેસને હસ્તગત કરવાની જાહેરાત કરી હતી. આ ડીલ 2,048.4 કરોડ રૂપિયામાં થવાની છે. ફૂડ ડિલિવરી ક્ષેત્રની આ દિગ્ગજ કંપની ‘ગોઇંગ-આઉટ’ સેગમેન્ટમાં પોતાનું સ્થાન વધારવા માંગે છે.
આ દરમિયાન, મુશ્કેલીમાં મુકાયેલી ફિનટેક અગ્રણી પેટીએમ તેની મુખ્ય નાણાકીય સેવાઓ ઓફર કરવા પર ધ્યાન કેન્દ્રિત કરવા માંગે છે. બંને કંપનીઓએ એક્સચેન્જ ફાઇલિંગમાં જણાવ્યું હતું કે 21 ઓગસ્ટ (બુધવારે) ઝોમેટો અને પેટીએમના બોર્ડ દ્વારા રોકડ વ્યવહારને મંજૂરી આપવામાં આવી છે.