બાકીમાં માવો આપવાની ના પાડતાં બે ભાઈઓ ઉપર બે ઈસમોનો છરી વડે હુમલો
મોરબીના વીસીપરા વિસ્તારમાં દુકાન ધરાવતા વ્યક્તિએ બાકીમાં માવો આપવાની ના પડતા બંને ભાઈઓ ઉપર બે ઈસમો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો. જે અંગે ભોગ બનનાર દ્વારા ફરિયાદ નોંધાવવામાં આ
.
મોરબી સીટી બી ડિવિઝન પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી પ્રમાણે મોરબીના વીસીપરા વિસ્તારમાં રહેતા વિનોદભાઈ મનુભાઈ કાથરોટીયા (ઉં.40) અને હસમુખભાઈ મનુભાઈ કાથરોટીયા (46) ઉપર તે વિસ્તારના રહેવાસી ગની મીંયાણા અને અભરામ મીંયાણા દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો.જેથી વિનોદભાઈ અને હસમુખભાઈને સારવાર માટે લઈ જવામાં આવ્યા હતા. બાદમાં તેઓએ બી ડિવિઝન પોલીસ મથકમાં ગની મીંયાણા અને અભરામ મીંયાણા સામે ફરિયાદ નોંધાવી જણાવ્યું હતું કે, ઉધારમાં માવો લેવા માટે સામેવાળા દુકાને આવ્યા હતા. જેને ઉધારમાં માવો આપવાની ના પાડતાં ઝઘડો કરીને છરી વડે પેટ અને સાથળના ભાગે ઇજા કરી હતી. હાલ આ બાબતે બી ડિવિઝન પોલીસ મથકના વાલભા ચાવડા તપાસ ચલાવી રહ્યા છે.
ટંકારા-હળવદ તાલુકામાં રોંગ સાઈડમાં આવેલા બે વાહનોના લીધે જુદાજુદા બે અકસ્માત
જામનગરમાં આવેલ મંગલધામ સોસાયટી મારું કંસારા હોલની પાછળની શેરીમાં રહેતા સહદેવસિંહ ઘનશ્યામસિંહ જેઠવા (37)એ ટંકારા પોલીસ સ્ટેશન ખાતે ગાડી નંબર જીજે 13 એએક્સ 2319ના ચાલક સામે ફરિયાદ નોંધાવેલ છે. જેમાં જણાવ્યું છે કે, આરોપીએ પોતાના વાળી ગાડી રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીની હવાલા વાળી એસટી બસ નંબર જીજે 18 ઝેડ 6754 ખાલી સાઈડમાં અથડાવી હતી. જેથી અકસ્માત થયો હતો. જેમાં એસટી બસમાં નુકસાન થયેલ છે અને આરોપીને પગમાં ઈજા થયેલ હતી. આ બનાવ સંદર્ભે એસટી બસના ડ્રાઇવરે નોંધાવેલી ફરિયાદ આધારે ટંકારા તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ગાડીના ચાલક સામે ગુનો નોંધી આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.
જ્યારે હળવદના ટીકર ગામની સીમમાં ઉમિયા બેકરી સામેથી ટિકરમાં રહેતા ડાયાભાઈ હીરાભાઈ સિંધવ (37) પોતાનું બાઈક નંબર જીજે 13 એમએમ 2720 લઈને પસાર થઈ રહ્યા હતા. ત્યારે આરોપીએ તેના હવાલા વાળી બોલેરો ગાડી નંબર જીજે 2 વીવી 1841 રોંગ સાઈડમાં ચલાવીને ફરિયાદીના ડબલ સવારી બાઈકને લેતાં ફરિયાદીને તથા તેની સાથે ઉપર બેઠેલા અન્ય વ્યક્તિને ઇજાઓ થઈ હતી. જેથી તેને સારવારમાં લઈ ગયા હતા અને અકસ્માત સર્જીને બોલેરો ગાડીનો ચાલક પોતાનું વાહન મૂકીને નાસી ગયો હતો. જેથી ભોગ બનેલા યુવાન દ્વારા સારવાર લેવામાં આવ્યા બાદ હળવદ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવતા પોલીસે ગુનો નોંધીને આરોપીને પકડવા માટે તજવીજ શરૂ કરી છે.