લંડન30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ચાહકોને આકર્ષવા માટે, ઇંગ્લિશ બોર્ડ તેની ડોમેસ્ટિક ક્રિકેટ લીગના ફોર્મેટમાં ફેરફાર કરવા જઈ રહ્યું છે. એટલું જ નહીં, ECB તેની લીગ ટીમનો હિસ્સો પણ વેચવા જઈ રહી છે. કારણ કે ઇંગ્લેન્ડ ભારતીય પ્રશંસકો વચ્ચે પોતાની પકડ જમાવવા માગે છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇંગ્લિશ બોર્ડ આવતા મહિનાથી તેની ટીમોમાં 49% હિસ્સો વેચવાની પ્રક્રિયા શરૂ કરી રહ્યું છે. ECB IPL ફ્રેન્ચાઇઝીસ પાસેથી રોકાણની અપેક્ષા રાખે છે. ECB ભારતીય રોકાણ માટે એટલું તલપાપડ છે કે રોકાણકારોની વિનંતી પર, તે 2028માં ટુર્નામેન્ટના ફોર્મેટને 100 બોલથી નિયમિત T20માં બદલવા માટે તૈયાર છે.
ઇંગ્લિશ બોર્ડ ભારતીય રોકાણકારોને વિશેષાધિકાર આપશે, જેના કારણે IPL ટીમ પણ તે ટીમના નામ બદલી શકશે જેમાં તેમનો હિસ્સો છે.
ધ હન્ડ્રેડ લીગ 2024માં, ઓવલ ઈન્વિન્સીબલે મેન્સનો ખિતાબ જીત્યો, જ્યારે લંડન સ્પિરિટ વુમન્સમાં ચેમ્પિયન બની.
ઇંગ્લિશ ટીમ પણ ભારતીય ફ્રેન્ચાઈઝી સાથે હાથ મિલાવવા આતુર
ECBની સાથે, હન્ડ્રેડ લીગની ટીમ પણ ભારતીય ફ્રેન્ચાઇઝી તરફ નજર કરી રહી છે. લેન્કેશાયર ક્લબ તેની ટીમ માન્ચેસ્ટર ઓરિજિનલ્સમાં IPL ટીમ પાસેથી રોકાણ ઈચ્છે છે. ક્લબના માલિક ડેનિયલ ગિડની અનુસાર, ‘તેને ભવિષ્યમાં IPL ટીમ સાથે કામ કરવાનું ગમશે.’ લંકેશાયરે લખનઉ સુપર જાયન્ટ્સની ટીમ સાથે પણ વાત કરી છે.
ગિડનીએ કહ્યું કે તેણે 2019 વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાન મેચમાં ભારતીય ક્રિકેટની તાકાત જોઈ. તે કહે છે, ‘પછી મેં જોયું કે માન્ચેસ્ટર એરપોર્ટ પર પ્રાઈવેટ જેટ માટે જગ્યા નથી. અમારી હોટેલ (લેન્કેશાયર ક્લબની હિલ્ટન હોટેલ)માં રૂમનો દર 3 લાખ રૂપિયાથી વધુ થઈ ગયો હતો.
મેદાનમાં અદ્ભુત અવાજ હતો. માન્ચેસ્ટર યુનાઈટેડની મેચમાં પણ આવું થતું નથી. ત્યારે અમને સમજાયું કે અમારી સામે એક વિશાળ બજાર છે અને આગળ વધવાની અમારી વ્યૂહરચના કેન્દ્રમાં ભારત હશે.
2019 ODI વર્લ્ડ કપમાં ભારત-પાકિસ્તાનની મેચ જોવા માટે મોટી સંખ્યામાં ચાહકો આવ્યા હતા.
Jio TV સાથે જોડાયા બાદ 25 લાખ વ્યુઅર્સ વધ્યા
લેન્કેશાયરે ભારતીય બજારમાં સંભવિતતાને ઓળખ્યા પછી તેના બ્રોડકાસ્ટિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં રોકાણ કર્યું. તેમણે 7 કેમેરા લગાવીને અને ભારતમાં પ્રસારણ અધિકારો Jio TV સાથે શેર કરીને મેચનું પ્રસારણ કરવાનું શરૂ કર્યું.
આનાથી લેન્કેશાયરમાં 2.5 મિલિયન નવા દર્શકો આવ્યા. ત્યારથી લેન્કેશાયર ક્લબ ભારતીય પ્રેક્ષકો સાથે જોડાવાની તકો શોધી રહી છે. દેશની રાજધાની સાથે સંકળાયેલી લીગ ટીમ લંડન સ્પિરિટ રોકાણ માટે સૌથી આકર્ષક માનવામાં આવે છે અને મુંબઈ ઈન્ડિયન્સના માલિક અંબાણી તેમાં રોકાણ કરી શકે છે. લંડનની ટીમ આવતા વર્ષે ભારતીય ફ્રેન્ચાઈઝી MI લંડનના નામથી મેદાનમાં ઉતરે તેવી શક્યતા છે.
મુંબઈ ઈન્ડિયન્સે 5 IPL ટાઈટલ જીત્યા છે. ટીમ 2013, 2015, 2017, 2019 અને 2020માં ચેમ્પિયન બની હતી.
GMR ગ્રૂપ દેવાથી ડૂબી ગયેલી હેમ્પશાયર ક્લબનો કબજો લેશે
અન્ય કાઉન્ટી ક્લબ હેમ્પશાયરને પણ ભારતીય ક્રિકેટ તરફથી મદદ મળી રહી છે. ક્લબ પર અંદાજે રૂ. 625 કરોડનું દેવું છે. IPL ફ્રેન્ચાઇઝી દિલ્હી કેપિટલ્સનો પાર્ટનર GMR ગ્રૂપ આ ક્લબને લગભગ 1200 કરોડ રૂપિયામાં ખરીદવા જઈ રહ્યું છે.
રાજસ્થાન રોયલ્સ યોર્કશાયર ક્લબને ખરીદવાની પણ આવી જ ચર્ચા છે અને ધીરે ધીરે ઇંગ્લિશ ક્રિકેટ સર્કિટમાં ભારતીય ફ્રેન્ચાઇઝીનું વર્ચસ્વ સ્થાપિત થઈ રહ્યું છે.