6 કલાક પેહલા
- કૉપી લિંક
બોલિવૂડના બાદશાહ શાહરુખ ખાનનો પુત્ર આર્યન ખાન ટૂંક સમયમાં સ્ટારડમ સિરીઝથી દિગ્દર્શક તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ સિરીઝમાં મનોજ પાહવા પણ મહત્ત્વના રોલમાં જોવા મળશે. હાલમાં જ એક ઇન્ટરવ્યૂ દરમિયાન મનોજે આર્યન સાથે કામ કરવાનો પોતાનો અનુભવ શેર કર્યો અને કહ્યું કે તેના પિતા શાહરુખ ખાનની જેમ તે પણ 18-20 કલાક કામ કરે છે. આ ઉપરાંત તે શૂટિંગ માટે મન્નત પાસેથી દરેક માટે ખાવાનું મંગાવતો હતો.
હાલમાં જ હિન્દી રશને આપેલા એક ઈન્ટરવ્યૂમાં મનોજ પાહવાએ આર્યન ખાનના વખાણ કર્યા હતા અને કહ્યું હતું કે, ‘તે ઘણો યુવાન અને મહેનતુ છે. તેની સાથે કામ કરવાની ઘણી મજા આવી. પ્રોસેસ લાંબી હતી, પરંતુ મનોરંજક હતી. તેની જાહેરાત પણ ટૂંક સમયમાં કરવામાં આવશે. આપણે જોયું અને સાંભળ્યું છે કે શાહરુખ ખાન ખૂબ જ મહેનતુ અને વર્કહોલિક છે. અમે જોયું છે કે તે 18-20 કલાક કામ કરે છે, આ જ ગુણવત્તા આર્યન ખાનમાં પણ છે.’
તેણે વધુમાં કહ્યું કે, જ્યારે પણ અમે શાહરુખ ખાનની ઓફિસમાં જઈએ છીએ, ત્યારે તે અમને ઘણું સન્માન આપે છે. મીટિંગ પછી તેઓ કારમાં મૂકવા પણ આવે છે. આ ગુણ તેમના પુત્રમાં પણ છે. વડીલોનું સન્માન અને કાળજી લેવી. જ્યારે પણ તે સેટ પર આવતો ત્યારે તે બધાને પૂછતો હતો કે શું કોઈ પરેશાન તો નથી કરી કરી રહ્યું ને. તે બધાને રિલેક્સ કરતો હતો હતો’
વાતચીતમાં મનોજ પાહવાએ એ પણ જણાવ્યું કે, એક-બે વાર તેણે આર્યનના ટિફિનમાંથી ખાવાનું ખાધું હતું. જ્યારે મનોજ પણ તેની સાથે શેર કરવા લાગ્યો ત્યારે આર્યન તેના માટે પણ ઘરેથી ટિફિન મંગાવવા લાગ્યો.
આર્યન ખાન ‘સ્ટારડમ વેબ’ સિરીઝથી ડિરેક્ટર તરીકે ડેબ્યૂ કરવા જઈ રહ્યો છે. આ વેબ સિરીઝમાં રણબીર કપૂર કેમિયો રોલમાં જોવા મળી શકે છે. છ ભાગમાં રિલીઝ થનારી આ સિરીઝમાં ટીવી એક્ટર લક્ષ્ય લાલવાણી મુખ્ય ભૂમિકામાં જોવા મળશે. ફિલ્મનું શૂટિંગ મુંબઈમાં શરૂ થઈ ગયું છે.
તાજેતરમાં જ આર્યન ખાનને OTT પ્લેટફોર્મ પરથી સિરીઝ ખરીદવા માટે 120 કરોડ રૂપિયાની ઑફર મળી હતી, જો કે આર્યનએ આ ઑફર નકારી કાઢી હતી કે તે સિરીઝ પૂરી કર્યા પછી જ વેચશે.