2 કલાક પેહલા
- કૉપી લિંક
હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ મલયાલમ ફિલ્મ ઈન્ડસ્ટ્રીમાં ખળભળાટ મચી ગયો છે. ઘણી અભિનેત્રીઓ જાણીતા નિર્માતાઓ અને કલાકારો પર જાતીય સતામણીના આરોપો લગાવી રહી છે.આ દરમિયાન એક જુનિયર આર્ટિસ્ટે મલયાલમ એક્ટર બાબુરાજ પર યૌન શોષણનો આરોપ લગાવ્યો છે.
બાબુરાજ 1994 થી દક્ષિણ ભારતીય ઉદ્યોગમાં સક્રિય છે. તે પ્રિયદર્શનની હિન્દી ફિલ્મ ‘હુલચલ’માં પણ જોવા મળ્યો હતો.
બાબુરાજ (AMMA)ના જોઈન્ટ સેક્રેટરી પણ છે.
પીઢ મલયાલમ અભિનેતા સિદ્દીકીએ (AMMA)ના જોઈન્ટ સેક્રેટરી પદ પરથી રાજીનામું આપ્યાના એક દિવસ બાદ બાબુરાજ સામેના આ આરોપો સામે આવ્યા છે. સિદ્દીકીને મલયાલી અભિનેત્રીએ પણ બળાત્કારનો આરોપ લગાવ્યો હતો. મલયાલમ અભિનેતા હોવા ઉપરાંત, બાબુરાજ એસોસિયેશન ઓફ મલયાલમ મૂવી આર્ટિસ્ટ (AMMA) ના જોઈન્ટ સેક્રેટરી પણ છે.
જુનિયર આર્ટિસ્ટે કહ્યું- તેણે મને એક બહાને ઘરે બોલાવી
મીડિયા અહેવાલો અનુસાર, કલાકારે કહ્યું કે બાબુરાજે તેને 2019 માં તેના કેરળના ઘરે બોલાવી અને ત્યાં તેના પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો. આર્ટિસ્ટે કહ્યું- ‘બાબુરાજે મને ફિલ્મમાં કાસ્ટ કરવાના બહાને બોલાવી હતી. તેણે કહ્યું હતું કે ઘરે એક મીટિંગ છે જેમાં ડિરેક્ટર અને સ્ક્રીનરાઇટર પણ હાજર રહેશે પણ હાજર રહેશે.
બાબુરાજ (ડાબે) એએમએમએના જનરલ સેક્રેટરી અને પીઢ મલયાલમ અભિનેતા સિદ્દીકી (વચ્ચે) સાથે. બંને સુપરસ્ટાર કમલ હાસનને એક ઈવેન્ટમાં મળી રહ્યા છે.
વાંધાજનક મેસેજ મોકલતો હતો
આર્ટીસ્ટે આગળ કહ્યું, ‘જ્યારે હું તેના ઘરે પહોંચી ત્યારે તે ત્યાં એકલો હતો. તેણે મને એક રૂમમાં મોકલી અને મને રાહ જોવાનું કહ્યું, અન્ય લોકો આવી રહ્યા છે. ત્યારબાદ થોડી વાર પછી તે રૂમમાં આવ્યો અને મારી પર બળજબરી કરવાનો પ્રયાસ કર્યો.
આ પછી હું તેના ઘરેથી ભાગી ગઈ અને અભિનેતાને ફરી ક્યારેય મળી નહીં, પરંતુ તેમ છતાં તે મને સોશિયલ મીડિયા પર વાંધાજનક મેસેજ મોકલતો હતો. જુનિયર આર્ટિસ્ટે બાબુરાવ પર અન્ય ઘણી મહિલાઓ સાથે ગેરવર્તન કરવાનો આરોપ પણ લગાવ્યો છે.
અભિનેતાએ કહ્યું- ખબર હતી કે આવા આરોપો લાગશે
બાબુરાજે કલાકારના આ આરોપોને નકારી કાઢતા કહ્યું કે હેમા કમિટીના રિપોર્ટ સામે આવ્યા બાદ તેમને ડર છે કે તેમની પર આરોપો લગાવવામાં આવશે.