મુંબઈ42 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ઓલરાઉન્ડર રવીન્દ્ર જાડેજા, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિક દુલીપ ટ્રોફીની વર્તમાન સિઝનમાં ભાગ લેશે નહીં. ભારતીય ટીમની પસંદગી સમિતિએ જાડેજાને ટીમ Bમાંથી બહાર કરી દીધો છે, જ્યારે સિરાજ અને મલિક બીમાર છે.
સમિતિએ સિરાજની જગ્યાએ ટીમ Bમાં નવદીપ સૈની અને ઉમરાન મલિકની જગ્યાએ ગૌરવ યાદવને ટીમ Cમાં સામેલ કર્યો છે. આ ટુર્નામેન્ટ 5 સપ્ટેમ્બરથી શરૂ થઈ રહી છે. આ વખતે મેચ અનંતપુર અને બેંગલુરુમાં રમાવાની છે. નીતિશ કુમાર રેડ્ડીનું રમવું તેની ફિટનેસ પર નિર્ભર રહેશે.
સાઉથ ઝોન દુલીપ ટ્રોફીની ડિફેન્ડિંગ ચેમ્પિયન છે. ટીમે ગત સિઝનની ફાઈનલમાં વેસ્ટ ઝોનને 75 રનથી હરાવ્યું હતું.
14મી ઑગસ્ટે 4 ટીમની જાહેરાત કરી હતી
BCCIની પસંદગી સમિતિએ 13 દિવસ પહેલા 14 ઑગસ્ટે આ ટુર્નામેન્ટ માટે ટીમની જાહેરાત કરી હતી. પસંદગીકારોએ તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છોડી દીધું હતું કે તેઓ રમશે કે નહીં. બુમરાહને આરામ આપ્યો હતો.
ગયા વર્ષે, પસંદગીકારોની વિનંતી છતાં રણજી ન રમનાર શ્રેયસ અય્યરને ટીમ Dનો કેપ્ટન તરીકે પસંદ કર્યો હતો. ઈશાન કિશનને પણ સ્થાન આપ્યું હતું. અય્યર ઉપરાંત ઓપનર શુભમન ગિલને ટીમ A, અભિમન્યુ ઇશ્વરન અને ટીમ Cના ઋતુરાજ ગાયકવાડને કેપ્ટન બનાવ્યો છે. કાર અકસ્માતમાંથી પરત ફરેલા રિષભ પંતની ટીમ Bમાં પસંદગી કરી હતી.
પસંદગીકારોએ તે ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી પર છોડી દીધું હતું કે તેઓ રમશે કે નહીં.
દુલીપ ટ્રોફી નવા ફોર્મેટમાં રમાશે
દુલીપ ટ્રોફી આ સિઝનમાં નવા ફોર્મેટમાં રમાશે. તે પહેલાની જેમ ઝોનલ ફોર્મેટમાં આયોજન કરવામાં આવશે નહીં. અજીત અગરકરની આગેવાની હેઠળની પસંદગી પેનલ 4 ટીમ ઈન્ડિયા A, ઈન્ડિયા B, ઈન્ડિયા C અને ઈન્ડિયા D પસંદ કરશે, જે ટુર્નામેન્ટમાં ભાગ લેશે.
દુલીપ ટ્રોફી માટે નવી ટીમની પસંદગી…
ટીમ A: શુભમન ગિલ (કેપ્ટન), મયંક અગ્રવાલ, રિયાન પરાગ, ધ્રુવ જુરેલ, કેએલ રાહુલ, તિલક વર્મા, શિવમ દુબે, તનુષ કોટિયન, કુલદીપ યાદવ, આકાશદીપ, પ્રસિદ્ધ ક્રિષ્ના, ખલીલ અહેમદ, આવેશ ખાન, વિદ્વત કવેરપ્પા, કુમાર કુશાગ્રા, શાશ્વત રાવત.
ટીમ B: અભિમન્યુ ઇશ્વરન (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, સરફરાઝ ખાન, ઋષભ પંત, મુશીર ખાન, નીતિશ કુમાર રેડ્ડી*, વોશિંગ્ટન સુંદર, નવદીપ સૈની, યશ દયાલ, મુકેશ કુમાર, રાહુલ ચહર, આર સાઈ કિશોર, મોહિત અવસ્થી, એન જગદીશન.
ટીમ C: ઋતુરાજ ગાયકવાડ (કેપ્ટન), સાંઈ સુદર્શન, રજત પાટીદાર, અભિષેક પોરેલ, સૂર્યકુમાર યાદવ, બાબા ઈન્દ્રજીત, ઋતિક શોકિન, માનવ સુથાર, ગૌરવ યાદવ, વિજયકુમાર વૈશાક, અંશુલ કંબોજ, હિમાંશુ ચૌહાણ, મયંક માર્કંડે, આર્યન જુયલ અને સંદીપ વોરિયર.
ટીમ D: શ્રેયસ અય્યર (કેપ્ટન), અથર્વ તાયડે, યશ દુબે, દેવદત્ત પડિકલ, ઈશાન કિશન, રિકી ભુઈ, સારાંશ જૈન, અક્ષર પટેલ, અર્શદીપ સિંહ, આદિત્ય ઠાકરે, હર્ષિત રાણા, તુષાર દેશપાંડે, આકાશ સેન ગુપ્તા, કેએસ ભરત, સૌરવ કુમાર.