સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ઑફ સ્પિનર રવિચંદ્રન અશ્વિને IPLમાં ઇમ્પેક્ટ પ્લેયરના નિયમનો બચાવ કર્યો છે. તેણે કહ્યું કે આ નિયમ રમતને રસપ્રદ બનાવે છે. તેનાથી નવા ભારતીય ખેલાડીઓને મદદ મળી છે. જો તે ખતમ થશે તો તેની રસપ્રદતા પણ સમાપ્ત થશે.
37 વર્ષીય અશ્વિને ક્રિસ શ્રીકાંતના યુટ્યુબ શો ‘ચીકી ચીકા’માં આ નિયમ વિશે વાત કરી હતી. IPL-2024 દરમિયાન ખેલાડીઓ અને કોચે ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની ભારે ટીકા કરી હતી. જેમાં ભારતના ટેસ્ટ અને વન-ડે કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલીનો પણ સમાવેશ થાય છે. અશ્વિનની વિચારસરણી આ બધાથી અલગ છે.
અશ્વિનના મુખ્ય મુદ્દા-
- ‘ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ એટલો ખરાબ નથી, કારણ કે તે ક્રિકેટમાં વ્યૂહરચના જેવા તત્વો પર વધુ ભાર મૂકે છે. જો કે આ નિયમ ઓલરાઉન્ડરોને પ્રોત્સાહન આપતો નથી, પરંતુ આમ કરવાથી કોઈને રોકી શકાય તેમ નથી. આ પેઢી એવી છે કે કોઈ બેટર બોલિંગ કરવા માંગતો નથી અને ઊલટું. એવું નથી કે ઓલરાઉન્ડરોને ઈમ્પેક્ટ પ્લેયરના નિયમની અસર થઈ હોય. વેંકટેશ અય્યરને જ જુઓ, તે કાઉન્ટી ક્રિકેટમાં લંકાશાયર માટે અજાયબીઓ કરી રહ્યો છે. ઈમ્પેક્ટ પ્લેયરનો નિયમ ક્રિકેટમાં નવા પ્રયોગની તક આપે છે.’
- આ વર્ષના ક્વોલિફાયર-2નું ઉદાહરણ આપતાં અશ્વિને કહ્યું, ‘સનરાઇઝર્સ હૈદરાબાદ શાહબાઝ અહેમદને ઇમ્પેક્ટ પ્લેયર તરીકે લાવ્યો. તે ત્રણ વિકેટ લઈને મેચ વિનર સાબિત થયો હતો. IPLમાં જ્યારે ઝાકળ પ્રબળ ભૂમિકા ભજવે છે અને મેચ લગભગ એકતરફી બની જાય છે, ત્યારે ઇમ્પેક્ટ પ્લેયર જેવો નિયમ બોલિંગનો બીજો વિકલ્પ અને રમતને સંતુલન પ્રદાન કરે છે. જ્યારે તમે એક વધારાનો ખેલાડી રમો છો ત્યારે મેચ વધુ નજીક આવે છે.’
- અશ્વિને કહ્યું કે ‘આ નિયમના કારણે જ શાહબાઝ અહેમદ, શિવમ દુબે અને ધ્રુવ જુરેલ જેવા ખેલાડીઓ ઉભરી આવ્યા છે અને ભારતીય ટીમમાં સ્થાન મેળવ્યું છે. તેણે કહ્યું કે જો આ નિયમ ન હોત તો જુરેલ જેવા ખેલાડીને ક્યારેય તક ન મળી હોત. આ નિયમના કારણે જ નવા ખેલાડીઓને સ્થાન મળી રહ્યું છે.’
ઇમ્પેક્ટ પ્લેયરના નિયમો શું છે?
આ નિયમ મેચ દરમિયાન કોઈપણ સમયે વધારાના ખેલાડીને રિપ્લેસમેન્ટ તરીકે મેદાન પર લાવવાની મંજૂરી આપે છે. એટલે કે મેચની પરિસ્થિતિ અનુસાર કેપ્ટન કોઈપણ ખેલાડીની જગ્યાએ બીજા કોઈને મેદાનમાં મોકલી શકે છે.
અશ્વિન રાઈટ ટુ મેચના પક્ષમાં નથી
અશ્વિન આ વર્ષની મેગા ઓક્શનમાં ‘રાઈટ ટુ મેચ’ વિકલ્પની તરફેણમાં નથી. આ નિયમ પર તેણે કહ્યું, ‘જો કોઈ પણ ફ્રેન્ચાઈઝીને લાગે છે કે કોઈ ખેલાડી તેના ટોપ ચાર કે પાંચમાં નથી કે તેણે તેને જાળવી રાખવો જોઈએ, તો ઓક્શન દરમિયાન તેને ખરીદ્યા પછી અચાનક ખેલાડીને છોડી દેવાનો અધિકાર નથી.
ખેલાડીઓ પાસે આ વિકલ્પ હોવો જોઈએ કે તેઓ ઈચ્છે છે કે રાઈટ ટુ મેચનો ઉપયોગ તેમના પર થાય કે ન થાય.
ઇમ્પેક્ટ પ્લેયર નિયમ સંબંધિત અન્ય સમાચાર પણ વાંચો…
એરોન ફિન્ચ ઇમ્પેક્ટ પ્લેયર નિયમની વિરુદ્ધમાં
શશાંક સિંહ (જમણે) સાથે આશુતોષ શર્મા (ડાબે) ઈમ્પેક્ટ પ્લેયર બન્યા અને પંજાબને ગુજરાત સામે જીત અપાવી હતી.
ઓસ્ટ્રેલિયન દિગ્ગજ ખેલાડી એરોન ફિન્ચ IPLમાં ઉપયોગમાં લેવાતા ઇમ્પેક્ટ પ્લેયરના નિયમની વિરુદ્ધ છે. તેણે કહ્યું કે આનાથી ટીમની ખામીઓ ઉજાગર થતી નથી જે નબળી વ્યૂહરચના સાથે મેદાનમાં ઉતરી હતી. તે જ સમયે, જે ટીમ શ્રેષ્ઠ વ્યૂહરચના સાથે બહાર આવે છે તેને ફાયદો નથી મળતો.
આ અંગે પૂર્વ ભારતીય ખેલાડી સુબ્રમણ્યમ બદ્રીનાથે કહ્યું કે ઈમ્પેક્ટ પ્લેયર રૂલના કારણે જ આશુતોષ શર્મા અને શશાંક સિંહ જેવા ખેલાડીઓને પ્લેટફોર્મ મળી શક્યું. પૂરા સમાચાર વાંચો…