14 કલાક પેહલા
- કૉપી લિંક
બોલીવુડ એક્ટ્રેસ શ્રદ્ધા કપૂર હવે અભિનેતા અક્ષય કુમારની મુંબઈમાં પડોશી બની ગઈ છે. જો રિપોર્ટ્સનું માનીએ તો એક્ટ્રેસે તાજેતરમાં જ જુહુમાં સી-ફેસિંગ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. આ એપાર્ટમેન્ટના માલિક અભિનેતા હૃતિક રોશન છે. અગાઉ ચર્ચા હતી કે વરુણ ધવન તેની પત્ની નતાશા દલાલ સાથે હૃતિકના એપાર્ટમેન્ટમાં શિફ્ટ થવા જઈ રહ્યો છે પરંતુ તેમની ડીલ ફાઈનલ થઈ શકી નહોતી.
શ્રદ્ધાનું આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ જુહુમાં છે.
અક્ષય સાથે હોરર-કોમેડી ફિલ્મમાં જોવા મળી હતી.
હવે શ્રદ્ધાએ આ લક્ઝુરિયસ એપાર્ટમેન્ટ ભાડે લીધું છે. અત્યાર સુધી એક્ટ્રેસ તેના પરિવાર સાથે રહેતી હતી પરંતુ હવે તે અક્ષયની પાડોશી બની ગઈ છે. અક્ષય અહીં પત્ની ટ્વિંકલ ખન્ના સાથે લક્ઝુરિયસ ડુપ્લેક્સ એપાર્ટમેન્ટમાં રહે છે.
આ એપાર્ટમેન્ટમાં શિફ્ટ થતાંની સાથે જ શ્રદ્ધા અક્ષય અને ટ્વિંકલની પાડોશી બની ગઈ છે.
શ્રદ્ધા તેના નવા પાડોશી અક્ષય સાથે તાજેતરમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મમાં જોવા મળી હતી. જ્યારે શ્રદ્ધા ફિલ્મમાં લીડ રોલમાં હતી, ત્યારે અક્ષયનો માત્ર એક કેમિયો હતો.
હૃતિકે આ એપાર્ટમેન્ટ 2020માં ખરીદ્યું હતું
હૃતિકે આ સી-ફેસિંગ એપાર્ટમેન્ટ વર્ષ 2020માં ખરીદ્યું હતું. તેની કિંમત 97.50 કરોડ રૂપિયા છે. આર્કિટેક્ચરલ ડાયજેસ્ટ સાથે તેના ઘર વિશે વાત કરતા, એક્ટરે કહ્યું હતું કે, આ ઘર બનાવવું તેના માટે પોતાને શોધવા જેવું છે. અભિનેતાએ આર્કિટેક્ટ આશિષ શાહની મદદથી આ ઘર તૈયાર કર્યું હતું.
હૃતિકે આ એપાર્ટમેન્ટ વર્ષ 2020માં ખરીદ્યું હતું.
વર્કફ્રન્ટની વાત કરીએ તો છેલ્લા 4 વર્ષમાં શ્રદ્ધાની માત્ર બે જ ફિલ્મો રિલીઝ થઈ છે. ગયા વર્ષે તે ‘તુ જૂઠી મેં મક્કાર’માં જોવા મળી હતી. આ વર્ષે તે તાજેતરમાં રિલીઝ થયેલી હોરર-કોમેડી ફિલ્મ ‘સ્ત્રી 2’ માં જોવા મળી હતી.