15 કલાક પેહલા
- કૉપી લિંક
પીઢ અભિનેતા મુકેશ ખન્નાએ ખુલાસો કર્યો છે કે શાહરૂખ ખાને તેનું પહેલું ઘર મન્નત ફિલ્મ ‘ગુડ્ડુ’ની એડવાન્સ કમાણીથી ખરીદ્યું હતું. મુકેશે જણાવ્યું કે તેણે 1995માં આવેલી ફિલ્મ ‘ગુડ્ડુ’માં શાહરૂખના પિતાની ભૂમિકા ભજવી હતી. ઑફ-સ્ક્રીન પણ શાહરુખ અભિનેતાનું ઘણું સન્માન કરે છે.
મુકેશ ખન્નાએ કહ્યું, ‘તે સમયે હું શાહરૂખ કરતા મોટો સ્ટાર હતો. તે સમયે ટીવી શો ‘મહાભારત’ની સંપૂર્ણ જવાબદારી મારા ખભા પર હતી. શાહરૂખ પાસે હજુ મોટી હિટ ફિલ્મો આવવાની હતી. જો કે તે સમયે તે મને ખૂબ માન આપતો હતો’.
શાહરુખે તેનું પહેલું ઘર ‘ગુડ્ડુ’ ફિલ્મના એડવાન્સ પેમેન્ટથી ખરીદ્યું હતું.
શાહરૂખના ઘર વિશે વાત કરતા મુકેશ ખન્નાએ કહ્યું, ‘મને કહેવામાં આવ્યું હતું કે શાહરૂખ તે સમયે ઘર ખરીદવા જઈ રહ્યો છે. તેણે ફિલ્મના દિગ્દર્શક પ્રેમ લાલવાણીને વિનંતી કરી હતી કે તેઓ તેને એડવાન્સ પેમેન્ટ કરે, જેથી અભિનેતા નવું ઘર ખરીદી શકે.
તે દિવસોમાં વ્યક્તિ 34-35 લાખ રૂપિયામાં ઘર ખરીદી શકતી હતી. શાહરુખે પહેલું ઘર (મન્નત) ખરીદ્યું હતું જે તેણે ફિલ્મ ‘ગુડ્ડુ’થી કમાયેલા પૈસાથી ખરીદ્યું હતું. લાલવાણીએ ખૂબ સારું કામ કર્યું અને તેણે શાહરૂખને એડવાન્સમાં પૈસા આપી દીધા. એસઆરકે કહેતો હતો કે આ ફિલ્મને કારણે તેની પાસે ઘર છે.
શાહરૂખે કહ્યું- પૈસા ઓછા હતા તેથી ગૌરીએ ઘર ડિઝાઇન કર્યું હતું.
શાહરૂખે એક જૂના ઈન્ટરવ્યુમાં પોતાનું પહેલું ઘર ખરીદવાની વાત પણ કરી હતી. તેણે કહ્યું હતું કે, ‘હું માત્ર એટલું જ કહેવા માંગુ છું કે અમે અત્યારે જે ઘર (મન્નત) ખરીદ્યું હતું તે અમારી ક્ષમતાની બહાર હતું. અમારે આ ઘરને સંપૂર્ણપણે ફરીથી સજ્જ કરવું પડ્યું. અમે જે ડિઝાઇનર જોડે આ મકાનમાં ફેરફાર કરાવવા માંગતા હતા તેની કિંમત ઘણી વધારે હતી. આવી સ્થિતિમાં મેં ગૌરીને ઘર ડિઝાઇન કરવા કહ્યું.
શાહરૂખ ફિલ્મ કિંગમાં પુત્રી સુહાના સાથે જોવા મળશે
શાહરૂખ ખાન આગામી દિવસોમાં ફિલ્મ ‘કિંગ’માં જોવા મળશે. આ ફિલ્મનું નિર્દેશન સુજોય ઘોષ કરી રહ્યા છે. આ ફિલ્મમાં શાહરૂખ પુત્રી સુહાના ખાન અને અભિષેક બચ્ચન સાથે સ્ક્રીન સ્પેસ શેર કરશે.