- Gujarati News
- Business
- Sensex And Nifty All time Highs, The Market Rose By More Than 300 Points; Boom In All Except IT And Auto Sector
મુંબઈ12 મિનિટ પેહલા
- કૉપી લિંક
બજાર ખુલતાની સાથે જ સેન્સેક્સે આજે એટલે કે 30 ઓગસ્ટે 82,637ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી અને નિફ્ટીએ 25,249ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી. હાલમાં સેન્સેક્સ 300થી વધુ પોઈન્ટના વધારા સાથે 82,460 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે.
નિફ્ટી પણ 80 પોઈન્ટ વધીને 25,240 ના સ્તર પર ટ્રેડ કરી રહ્યો છે. સેન્સેક્સના 30 શેરોમાંથી 25 વધી રહ્યા છે અને 5 ઘટી રહ્યા છે. નિફ્ટીના 50 શેરોમાંથી 39 વધી રહ્યા છે અને 11 ઘટી રહ્યા છે. આઈટી અને ઓટો સેક્ટર સિવાય તમામ સેક્ટરમાં ગ્રોથ જોવા મળી રહ્યો છે.
એશિયન બજારોમાં પણ તેજી જોવા મળી રહી છે
- HDFC બેન્ક, ITC, હિન્દુસ્તાન યુનિલિવર અને ટાઇટન બજારને ઊંચુ ખેંચી રહ્યા છે. બજારને વધારવામાં HDFC બેંકનો સૌથી વધુ 67.58 પોઈન્ટનો ફાળો છે. જ્યારે રિલાયન્સ, ટાટા મોટર્સ અને ટેક મહિન્દ્રાને નીચે ખેંચી રહ્યા છે.
- એશિયન માર્કેટમાં જાપાનનો નિક્કી 0.58% અને હોંગકોંગનો હેંગસેંગ 1.38% ઉપર છે. ચીનનો શાંઘાઈ કમ્પોઝિટ 1.18% અને કોરિયાનો કોસ્પી 0.59% ઉપર છે.
- NSE ડેટા અનુસાર, વિદેશી રોકાણકારો (FIIs) એ 29 ઓગસ્ટના રોજ ₹3,259.56 કરોડના શેર ખરીદ્યા હતા. આ સમયગાળા દરમિયાન સ્થાનિક રોકાણકારો (DIIs) એ પણ ₹2,690.85 કરોડના શેર ખરીદ્યા હતા.
- 29 ઓગસ્ટના રોજ અમેરિકન બજારનો ડાઉ જોન્સ 0.59%ના વધારા સાથે 41,335 ના સ્તર પર બંધ થયો હતો. નાસ્ડેક 0.23% ઘટીને 17,516 પર બંધ થયો. S&P500 0.0039% ઘટીને 5,591 પર બંધ થયો.
બજાર સ્ટાઇલ રિટેલ લિમિટેડનો IPO આજે ખુલશે
રોકાણકાર રેખા રાકેશ ઝુનઝુનવાલાની માલિકીની કંપની બજાર સ્ટાઇલ રિટેલ લિમિટેડનું પ્રારંભિક જાહેર ભરણું (IPO) આજે ખુલશે. રોકાણકારો આ IPO માટે 3 સપ્ટેમ્બર સુધી બિડ કરી શકશે. 6 સપ્ટેમ્બરે કંપનીના શેર બોમ્બે સ્ટોક એક્સચેન્જ (BSE) અને નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE) પર લિસ્ટ થશે.
ગઈકાલે સેન્સેક્સ-નિફ્ટીએ ઓલ ટાઈમ હાઈ બનાવ્યો હતો
આ પહેલા ગઈકાલે એટલે કે 29 ઓગસ્ટના રોજ સેન્સેક્સે 82,285 અને નિફ્ટીએ 25,192ની નવી ઓલ-ટાઇમ હાઈ બનાવી હતી. દિવસના કારોબાર બાદ સેન્સેક્સ 349 પોઈન્ટના વધારા સાથે 82,134 પર બંધ થયો હતો.
નિફ્ટી પણ 99 પોઈન્ટ વધીને 25,151ના સ્તરે બંધ થયો હતો. સેન્સેક્સના 30 શેરોમાંથી 21 ઉપર અને 9 ડાઉન હતા. નિફ્ટીના 50 શેરોમાંથી 28 ઉપર અને 22 ડાઉન હતા.