મુંબઈ7 કલાક પેહલા
- કૉપી લિંક
વડાપ્રધાન નરેન્દ્ર મોદી શુક્રવારે (30 ઓગસ્ટ) મહારાષ્ટ્રની મુલાકાતે છે. પાલઘરમાં સિડકો ગ્રાઉન્ડ ખાતે 76 હજાર કરોડના પ્રોજેક્ટનું ઉદ્ઘાટન કર્યા બાદ તેમણે સિંધુગર્ગમાં 26 ઓગસ્ટે શિવાજીની પ્રતિમા પડવા બદલ માફી માગી હતી.
વડાપ્રધાન મોદીએ શું કહ્યું?
મહારાષ્ટ્રના પાલઘરમાં વિવિધ વિકાસકાર્યોનાં ખાતમુહૂર્ત અને શિલાન્યાસ કરવા પહોંચેલા વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે જ્યારે મને વડાપ્રધાનનો ઉમેદવાર જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે પહેલા હું રાયગઢમાં છત્રપતિ શિવાજી મહારાજના ત્યાં ગયો હતો. થોડા દિવસો પહેલાં સિંધુદુર્ગમાં જે કંઈપણ થયું, શિવાજી માત્ર એક નામ નથી, તેઓ માત્ર એક રાજા નથી, શિવાજી આપણા માટે આરાધ્ય છે. હું શિવજીનાં ચરણોમાં નમન કરું છું અને માફી માગું છું. મોદી પહેલાં મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે, ડેપ્યુટી સીએમ દેવેન્દ્ર ફડણવીસ અને અજિત પવાર પણ માફી માગી ચૂક્યા છે. મોદીના આ કાર્યક્રમ દરમિયાન મુંબઈમાં પ્રતિમા પડી જવાનો વિરોધ પણ થઈ રહ્યો છે. પોલીસે કોંગ્રેસના ઘણા નેતાઓ અને કાર્યકરોને નજરકેદ પણ કર્યા હતા.
વડાપ્રધાન મહારાષ્ટ્રમાં વિવિધ વિકાસકારોનું ખાતમુહૂર્ત-શિલાન્યાસ કર્યો
આ પહેલાં વડાપ્રધાન મોદીએ મહારાષ્ટ્રના પાલઘરમાં વાઢવણ પોર્ટનો શિલાન્યાસ કર્યો હતો. આ પ્રોજેક્ટનો કુલ ખર્ચ અંદાજે 76,000 કરોડ રૂપિયા છે. મોદીએ લગભગ રૂપિયા 1560 કરોડના મૂલ્યની 218 મત્સ્યઉદ્યોગ યોજનાઓનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કર્યો હતો. આ દરમિયાન તેમણે કહ્યું હતું કે મહારાષ્ટ્ર માટે મોટા નિર્ણયો લેવાયા છે. વાઢવણ પોર્ટનો આજે શિલાન્યાસ કરવામાં આવ્યો છે. આ દેશનું સૌથી મોટું કન્ટેનર પોર્ટ હશે.
કોંગ્રેસના પ્રદર્શનની 3 તસવીર
વડાપ્રધાન નરેન્દ્ર મોદીનો વિરોધ કરી રહેલા મુંબઈ યૂથ કોંગ્રેસના પ્રમુખ અખિલેશ યાદવની અટકાયત કરી રહેલા પોલીસકર્મચારીઓ.
સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમા પડી જવાને લઈને કોંગ્રેસનેતાઓએ મુંબઈમાં પ્રદર્શન કર્યું.
વિરોધ કરી રહેલા કોંગ્રેસના કાર્યકરોની પોલીસ સાથે ઘર્ષણ થયું હતું. પોલીસ દ્વારા કેટલાક કાર્યકરોને નજરકેદ પણ કરવામાં આવ્યા છે.
મોદીએ મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં કહ્યું – હું AIના દુરુપયોગથી ચિંતિત છું
અગાઉ મોદીએ મુંબઈમાં Jio વર્લ્ડ કન્વેન્શન સેન્ટર ખાતે ગ્લોબલ ફિનટેક ફેસ્ટમાં કહ્યું હતું – હું AIના દુરુપયોગ વિશે ચિંતિત છું. AIના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવામાં આવશે. ગ્લોબલ ફિનટેક ઈવેન્ટ 28થી 30 ઓગસ્ટ દરમિયાન યોજાઈ હતી. એમાં 800થી વધુ વક્તાઓ અને 80,000થી વધુ સહભાગીઓએ ભાગ લીધો હતો. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને સેબીના વડા માધવી પુરી બૂચ પણ આ કાર્યક્રમમાં હાજર રહ્યાં હતાં.
મોદીના 28 મિનિટના ભાષણના મુખ્ય મુદ્દાઓ…
- છેલ્લાં 10 વર્ષમાં ફિનટેક સ્પેસમાં $31 બિલિયનથી વધુનું રોકાણ કરવામાં આવ્યું છે. અમારું ફિનટેક સ્ટાર્ટઅપ 10 વર્ષમાં 500% વધ્યું છે. સસ્તા ફોન-ડેટા અને ઝીરો બેલેન્સ બેંક ખાતાંએ અજાયબીઓ કરી છે.
- માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને લગભગ 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે, જેની પાસે તેની ડિજિટલ ઓળખ એટલે કે આધાર કાર્ડ નહિ હોય.
- જનધન યોજનાને માત્ર 2 દિવસ પહેલાં 10 વર્ષ પૂર્ણ થયાં છે. જનધન યોજના મહિલા સશક્તીકરણનું માધ્યમ બની છે. યોજના હેઠળ 29 કરોડથી વધુ મહિલાઓનાં બેંક ખાતાં ખોલવામાં આવ્યાં છે.
- મુદ્રા યોજના હેઠળ અત્યારસુધીમાં 27 ટ્રિલિયન રૂપિયાથી વધુની ક્રેડિટ આપવામાં આવી છે. આ યોજનાના લગભગ 70% લાભાર્થીઓ મહિલાઓ છે.
- હું AIના દુરુપયોગ વિશે તમારી ચિંતાઓને પણ સમજુ છું, તેથી ભારતે એઆઇના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવાનું પણ આહ્વાન કર્યું છે.
પીએમ મોદીએ ડિસેમ્બર 2023માં અનાવરણ કર્યું હતું
ગયા વર્ષે 4 ડિસેમ્બરે નૌસેના દિવસની ઉજવણી દરમિયાન છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું હતું. આ પ્રતિમા સ્થાપિત કરવાનો હેતુ છત્રપતિ શિવાજી મહારાજના વારસા અને આધુનિક ભારતીય નૌકાદળ સાથે મરાઠા નૌકાદળના ઐતિહાસિક સંબંધનું સન્માન કરવાનો હતો. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રતિમાનું અનાવરણ કર્યું હતું.
4 ડિસેમ્બર 2023ના રોજ PMએ છત્રપતિ શિવાજી મહારાજની પ્રતિમાનું ઉદ્ઘાટન કરેલું.
અપડેટ્સ
07:04 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
10 વર્ષમાં ભારતમાં બ્રોડબેન્ડ યૂઝર 6 કરોડથી વધીને 94 કરોડ સુધી પહોંચ્યા
મોદીએ કહ્યું કે માત્ર એક દાયકામાં ભારતમાં બ્રોડબેન્ડ યુઝર્સ 6 કરોડથી વધીને લગભગ 94 કરોડ થઈ ગયા છે. આજે 18 વર્ષથી વધુ ઉંમરનો ભાગ્યે જ કોઈ ભારતીય હશે જેની પાસે તેની ડિજિટલ ઓળખ એટલે કે આધાર કાર્ડ ન હોય. આજે 53 કરોડથી વધુ લોકોના જનધન બેંક ખાતા છે. તેનો અર્થ એ છે કે, 10 વર્ષમાં અમે સમગ્ર યુરોપિયન યુનિયન જેટલી વસ્તીને બેંકિંગ સિસ્ટમ સાથે જોડી દીધી છે.
07:03 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
મોદીના મુંબઈ મુલાકાત દરમિયાન વિપક્ષનું પ્રદર્શન, 2 તસવીર
કોંગ્રેસ નેતાઓએ સિંધુદુર્ગમાં શિવાજીની પ્રતિમા પડવાને લઈને મુંબઈમાં પ્રદર્શન કર્યું
પ્રદર્શનકારી કોંગ્રેસ કાર્યકર્તાઓનું પોલીસ સાથે ઘર્ષણ થયું. થોડાં કાર્યકર્તાઓને પોલીસે નજરકેદ કર્યા
06:57 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
PMએ કહ્યું- અવર બેસ્ટ ઇઝ યેટ ટૂ કમ
ભારતની ફિનટેક ઇકોસિસ્ટમ ભારતના લોકોને ગુણવત્તાયુક્ત જીવનશૈલી પ્રદાન કરવા પર કામ કરી રહી છે. મને યુવાનોમાં વિશ્વાસ છે. અમારું શ્રેષ્ઠ આવવાનું બાકી છે. તેનો અર્થ એ કે આપણી સૌથી મોટી સંભાવના હજુ આવવાની બાકી છે.
06:55 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
PMએ કહ્યું- AIના દુરૂપયોગને લઇને ચિંતિંત છું
પીએમ મોદીએ કહ્યું- હું AIના દુરુપયોગને લગતી ચિંતાઓને સમજું છું. ભારતે AI ના નૈતિક ઉપયોગ માટે વૈશ્વિક માળખું બનાવવાનું નક્કી કર્યું છે. સરકાર ફિનટેક સેક્ટરને મદદ કરી રહી છે. અમે કેટલાક ટેક્સ પણ દૂર કર્યા છે. સંશોધન અને નવીનતાને પ્રોત્સાહન આપવા માટે 1 લાખ કરોડ રૂપિયાનું ફંડ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
સાયબર છેતરપિંડી રોકવા અને ડિજિટલ સાક્ષરતાને પ્રોત્સાહન આપવા માટે આપણે મોટા પગલાં ભરવા પડશે. ફિનટેક માટે સાયબર છેતરપિંડી અવરોધ ન બને તેની આપણે કાળજી લેવી પડશે. આનું પણ ધ્યાન રાખવું જરૂરી છે.
06:54 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
કોંગ્રેસ નેતા નજરકેદ
કોંગ્રેસ મોદીની આ મુલાકાતનો વિરોધ કરી રહી છે. મુંબઈમાં અનેક જગ્યાએ દેખાવો થઈ રહ્યા છે. આ દરમિયાન પોલીસે કોંગ્રેસના કેટલાક નેતાઓને નજરકેદ પણ કર્યા છે. આ કાર્યક્રમમાં આરબીઆઈ ગવર્નર શક્તિકાંત દાસ અને સેબીના વડા માધવી પુરી બુચે પણ ભાગ લીધો હતો.
06:46 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- પહેલા બેંકો એક બિલ્ડીંગ સુધી સીમિત હતી, આજે મોબાઈલ સુધી સીમિત છે.
પીએમ મોદીએ કહ્યું- બેંકો એક સમયે માત્ર એક બિલ્ડિંગ સુધી મર્યાદિત હતી. આજે બેંકો દરેક ભારતીયના મોબાઈલ ફોન સુધી સીમિત થઈ ગઈ છે. ફિનટેકને કારણે આ બન્યું. ફિનટેકે નાણાકીય સેવાઓનું લોકશાહીકરણ કર્યું છે. લોકો વીમા અને ધિરાણની સુવિધાઓનો લાભ લઈ રહ્યા છે.
06:43 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- જનધન યોજના હેઠળ 29 કરોડથી વધારે મહિલાઓના બેંક ખાતા ખુલ્યા
મોદીએ કહ્યું- જનધન યોજના હેઠળ 29 કરોડથી વધુ મહિલાઓના બેંક ખાતા ખોલવામાં આવ્યા છે. આ ખાતાઓએ મહિલાઓ માટે બચત અને રોકાણ કરવાની નવી તકો ઊભી કરી છે. આ ખાતાઓ દ્વારા મુદ્રા યોજના શરૂ કરવામાં આવી છે. આ યોજના હેઠળ અત્યાર સુધીમાં 27 ટ્રિલિયન રૂપિયાની ક્રેડિટ આપવામાં આવી છે. આ યોજના નજીક લાભાર્થીઓમાં 70 ટકા મહિલાઓ છે.
06:41 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
મોદીએ કહ્યું- દુનિયાનો અડધો રિયલ ટાઈમ ડિજિટલ ટ્રાન્ઝેક્શનમાં ભારતમાં થઈ રહ્યા છે
કાર્યક્રમને સંબોધતા મોદીએ કહ્યું- અમે 10 વર્ષમાં EUની વસ્તી જેટલી વસ્તીને બેંકિંગ સાથે જોડી દીધી છે. ક્યારેક લોકો કહેતા કે રોકડ રાજા છે. આજે વિશ્વના અડધા રિયલ ટાઇમ ડિજિટલ વ્યવહારો ભારતમાં થાય છે. ભારતનું UPI ID સમગ્ર વિશ્વમાં ફિનટેકનું ઉદાહરણ બની ગયું છે. આજે ગામ હોય કે શહેર. શિયાળો હોય કે ઉનાળો. ભારતમાં બેંકિંગ સેવા દિવસમાં 24 કલાક, વર્ષમાં 12 મહિના ચાલુ રહે છે.
06:39 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
પીએમ મોદીને ગ્લોબલ ફિનટેક ફેસ્ટ વિશે જાણકારી આપવામાં આવી
06:38 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
ફિનટેક ફેસ્ટમાં મોદીનું સ્વાગત શાલ ઓઢાળીને કરવામાં આવ્યું
06:37 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
માછીમારીના જહાજો પર 1560 કરોડ રૂપિયામાં ટ્રાન્સપોન્ડર લગાવવામાં આવશે
પાલઘરમાં, વડાપ્રધાન અંદાજે 1,560 કરોડના ખર્ચે 218 ફિશિંગ પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન અને શિલાન્યાસ પણ કરશે. તેનો ઉદ્દેશ્ય માછીમારી ક્ષેત્રે ઈન્ફ્રાસ્ટ્રક્ચર અને ઉત્પાદકતા વધારવાનો છે. અધિકારીઓના જણાવ્યા અનુસાર આ પ્રોજેક્ટની મદદથી માછીમારી ક્ષેત્રમાં 5 લાખથી વધુ નોકરીઓનું સર્જન થવાની આશા છે.
આ સાથે જ પીએમ મોદી લગભગ 360 કરોડ રૂપિયાના ખર્ચે નેશનલ રોલ આઉટ ઓફ વેસલ કોમ્યુનિકેશન એન્ડ સપોર્ટ સિસ્ટમ લોન્ચ કરશે. આ દ્વારા 13 દરિયાકાંઠાના રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં મશીન અને મોટર ફિશિંગ જહાજો પર 1 લાખ ટ્રાન્સપોન્ડર સ્થાપિત કરવામાં આવશે.
નિર્મલા સીતારમણે 5 થી 7 સપ્ટેમ્બર 2023 દરમિયાન યોજાયેલ ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2023ને સંબોધિત કર્યું.
06:36 AM30 ઑગસ્ટ 2024
- કૉપી લિંક
મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટને સંબોધિત કરશે
પીએમ મોદી મુંબઈમાં ગ્લોબલ ફિનટેક ફેસ્ટ 2024 ઈવેન્ટમાં ભાગ લેશે. આ દરમિયાન પીએમ કાર્યક્રમને પણ સંબોધિત કરશે. આરબીઆઈના ગવર્નર શક્તિકાંત દાસ અને સેબીના વડા માધવી પુરી બુચ પણ આ કાર્યક્રમમાં હાજરી આપશે. આ વર્ષે ગ્લોબલ ફિનટેક ફેસ્ટનું આયોજન 28મીથી 30મી ઓગસ્ટ દરમિયાન કરવામાં આવ્યું છે. તેમાં 800થી વધુ વક્તાઓ અને 80,000થી વધુ સહભાગીઓ શામેલ હશે. ફિનટેક ફેસ્ટનું આયોજન પેમેન્ટ્સ કાઉન્સિલ ઓફ ઈન્ડિયા (FFPC), નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) અને ફિનટેક કન્વર્જન્સ કાઉન્સિલ (FCC) દ્વારા કરવામાં આવ્યું છે.