કોલકાતા14 કલાક પેહલા
- કૉપી લિંક
બંગાળ સરકારે આજથી વિધાનસભાનું બે દિવસનું વિશેષ સત્ર બોલાવ્યું છે, જેમાં બળાત્કારના દોષિતને મૃત્યુદંડ આપવાનું એન્ટી રેપ બિલ રજૂ કરવામાં આવશે અને તેને પસાર પણ કરવામાં આવશે.
મમતા બેનર્જીએ 28 ઓગસ્ટે કહ્યું હતું કે અમે આવતા અઠવાડિયે વિધાનસભાનું સત્ર બોલાવીશું અને 10 10 દિવસમાં દોષિતને ફાંસીના માંચડે લટકાવવા માટે બિલ પસાર કરીશું.
બીજેપી નેતા સુકાંત મજુમદારે રવિવારે કહ્યું કે અમે નિર્ણય કર્યો છે કે અમે મમતા બેનર્જીના આ બિલને સમર્થન આપીશું. જો કે, મમતાના રાજીનામાની માંગ સાથે વિધાનસભાની અંદર વિરોધ પ્રદર્શન ચાલુ રહેશે.
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડોક્ટર પર રેપ અને હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જો કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.
બળાત્કારના ગુનેગારને 10 દિવસમાં મૃત્યુદંડ
પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ (TMC)ના વડા મમતા બેનર્જીએ થોડા દિવસો પહેલા કહ્યું હતું કે તેમની સરકાર એન્ટી-રેપ લો લાવશે, જેથી બળાત્કારના આરોપીઓને દસ દિવસમાં મૃત્યુદંડ મળી શકે.
મમતાએ કોલકાતામાં તૃણમૂલ છાત્ર પરિષદના સ્થાપના દિવસના કાર્યક્રમમાં ભાષણ આપ્યું હતું. ત્યારબાદ તેમણે વિધાનસભા સત્ર બોલાવવાની માહિતી આપી હતી.
બંગાળી કલાકારોએ મોડી રાત સુધી પ્રદર્શન કર્યુ
બંગાળી ફિલ્મ ઈન્ડસ્ટ્રીની ઘણી મોટી હસ્તીઓએ રવિવારે મોડી રાત સુધી વિરોધ પ્રદર્શન કર્યું હતું. તેમણે સરકાર પાસે કોલકાતા રેપ કેસની પીડિતાને ન્યાય આપવાની માંગ કરી હતી.
અભિનેત્રી સ્વસ્તિકા મુખર્જીએ કહ્યું કે અમે જાણીએ છીએ કે સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે, પરંતુ અહેવાલો સામે આવ્યા છે કે કેસના ઘણા તથ્યોને ડરાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. તેથી અમને સરકાર પાસેથી જવાબની જરૂર છે.
અપર્ણા સેન, સ્વસ્તિક મુખર્જી, સુદીપ્તા ચક્રવર્તી, ચૈતી ઘોષાલ જેવા કલાકારોએ પ્રદર્શનમાં ભાગ લીધો હતો.
આરોપીએ કહ્યું- ભૂલથી સેમિનાર રૂમમાં ગયો હતો
કોલકાતા રેપ-મર્ડર કેસના આરોપી સંજય રોયે ટ્રેઇની ડોક્ટરના મોત મામલે નવો દાવો કર્યો છે. ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના અહેવાલ મુજબ પોલીગ્રાફ ટેસ્ટમાં તેણે સીબીઆઈને જણાવ્યું કે તે 8 ઓગસ્ટની રાત્રે ભૂલથી સેમિનાર રૂમમાં ઘૂસી ગયો હતો.
આરોપીના કહેવા મુજબ એક દર્દીની હાલત ખરાબ હતી. તેને ઓક્સિજનની જરૂર હતી. તેથી જ તે ડૉક્ટરને શોધી રહ્યો હતો. આ દરમિયાન ત્રીજા માળે આવેલા સેમિનાર રૂમમાં ગયો હતો. ત્યાં એક ટ્રેઇની ડોક્ટરની લાશ પડી હતી. તેણે શરીરને હલાવી જોયું, પણ કોઈ હલચલ ન થઈ. જેના કારણે તે ડરી ગયો અને બહાર દોડી ગયો હતો.
આ દરમિયાન તે કોઈ ચીજ સાથે અથડાયો હતો અને તેનું બ્લૂટૂથ ડિવાઈસ પડી ગયું હતું. આરોપીએ દાવો કર્યો હતો કે તે ટ્રેઇની ડૉક્ટરને પહેલેથી ઓળખતો ન હતો. તેણે કહ્યું કે ઘટનાના દિવસે હોસ્પિટલના ગેટ પર કોઈ સુરક્ષા નહોતી અને કોઈએ તેને રોક્યો નહોતો.
5 ઓગસ્ટે કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો હતો. સીબીઆઈ અને સેન્ટ્રલ ફોરેન્સિક ટીમ જેલમાં પહોંચી ત્યારની તસવીર.
સીબીઆઈએ અત્યાર સુધીમાં 10 લોકોનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો છે
આરજી કર મેડિકલ કોલેજ અને હોસ્પિટલમાં 8-9 ઓગસ્ટની રાત્રે 31 વર્ષીય ટ્રેઈની ડૉક્ટર પર રેપ બાદ હત્યા કરવામાં આવી હતી. 9 ઓગસ્ટની સવારે ડૉક્ટરનો મૃતદેહ મળી આવ્યો હતો. આ પછી દેશભરના ડોક્ટરો રસ્તા પર ઉતરી આવ્યા હતા. સુપ્રીમ કોર્ટની અપીલ બાદ અનેક હોસ્પિટલોના ડોક્ટરોએ હડતાળ સમેટી છે. જો કે બંગાળમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે.
કલકત્તા હાઈકોર્ટના આદેશ પર સીબીઆઈ આ કેસની તપાસ કરી રહી છે. 29 ઓગસ્ટના રોજ, એજન્સીએ હોસ્પિટલના બે સિક્યોરિટી ગાર્ડનો પોલીગ્રાફ ટેસ્ટ (લાઈ ડિટેક્ટર ટેસ્ટ) કરાવ્યો હતો. તે રાત્રે બંને ગાર્ડ હોસ્પિટલના મુખ્ય ગેટ પર તહેનાત હતા. સંજય બાઇક પર આવ્યો અને ત્રીજા માળે ગયો હતો.
25 ઓગસ્ટે CBIએ સેન્ટ્રલ ફોરેન્સિક ટીમની મદદથી કોલકાતાની પ્રેસિડેન્સી જેલમાં સંજયનો પોલીગ્રાફ ટેસ્ટ કરાવ્યો હતો. અધિકારીઓએ તેમની લગભગ 3 કલાક પૂછપરછ કરી. સંજય સહિત કુલ 10 લોકોનો અત્યાર સુધી પોલીગ્રાફ ટેસ્ટ કરવામાં આવ્યો છે.
જેમાં આરજી કરના પૂર્વ આચાર્ય સંદીપ ઘોષ, ASI અનૂપ દત્તા, 4 સાથી ડોક્ટર, એક વોલંટિયર અને બે ગાર્ડનો સમાવેશ થાય છે.
અધીર રંજનનો દાવો – બળાત્કાર પીડિતાનો પરિવાર નજરકેદ
કોંગ્રેસ નેતા અધીર રંજન ચૌધરીએ દાવો કર્યો હતો કે કોલકાતા રેપ-હત્યા કેસ મામલે પીડિતાનાં માતા-પિતાને નજરકેદ કરવામાં આવ્યાં છે. તેમણે શનિવારે કહ્યું કે તેઓ ટ્રેઈની ડોક્ટરના પરિવારને મળ્યા છે. પોલીસે તેમને નજરકેદ કરી રાખ્યાં છે. તેમને બહાર જવા દેવામાં આવી રહ્યાં નથી. ઘરની આસપાસ બેરિકેડ લગાવવામાં આવ્યા છે. CISF પાસે આ અંગે કોઈ માહિતી નથી.
કોંગ્રેસના નેતાએ કહ્યું-
પીડિતાના અંતિમ સંસ્કાર ઝડપથી કરી શકે. આ બધું રાજ્ય સરકારની સૂચના પર કરવામાં આવ્યું હતું.
રેપ- હત્યાના ગુના સ્થળે ભીડની તસવીર વાયરલ થઈ રહી છે
વાયરલ તસવીરમાં દેખાતા લોકોમાં એફએસએલ સ્ટાફ, પોલીસ અધિકારીઓ અને અન્ય તપાસ અધિકારીઓ પણ છે.
બંગાળ બંધ દરમિયાન બીજેપી નેતાની કાર પર ફાયરિંગ
આ તસવીર ઉત્તર 24 પરગણાના ભાટપરાની છે. જેમાં હુમલાખોરો ભાજપ નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ કરતા જોવા મળે છે.
કોલકાતા બળાત્કાર-હત્યા કેસના સંદર્ભમાં ભાજપે 28 ઓગસ્ટે 12 કલાકના બંગાળ બંધનું એલાન આપ્યું હતું. ભાજપ 27 ઓગસ્ટે કોલકાતામાં વિદ્યાર્થી પ્રદર્શનકારીઓ પર લાઠીચાર્જ અને અટકાયતનો વિરોધ કર્યો હતો.
બંધ દરમિયાન અનેક જિલ્લાઓમાં પોલીસ અને ભાજપના સમર્થકો વચ્ચે ઘર્ષણ થયું હતું. અનેક આગેવાનો-કાર્યકરોની અટકાયત કરવામાં આવી હતી. ઉત્તર 24 પરગણા જિલ્લાના ભાટપરામાં બીજેપી નેતા પ્રિયંગુ પાંડેની કાર પર ફાયરિંગ થયું હતું.