સિનિયર સિટીઝન કાઉન્સિલ પાટણ દ્વારા શ્રાવણ માસમાં ધાર્મિક એક દિવસીય પ્રવાસનું આયોજન કરવામાં આવ્યું હતું.
.
સિનિયર સિટીઝન કાઉન્સિલના વયસ્કોએ એક દિવસે યાત્રા પ્રવાસનો આનંદ માણ્યો સવારે વહેલા પાંચ વાગે સંસ્થાના હોલ પરથી બસને લીલી ઝંડી આપી પ્રવાસનું પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતુ. આ પ્રસંગે કાઉન્સિલના પ્રમુખ રમણલાલપટેલ. ઉપપ્રમુખ મફતભાઈ પટેલ મૂળ શંકરભાઈ વ્યાસ, કાળીદાસભાઇ પટેલ, નયલેશભાઈ પરીખ, શંકરભાઈ પટેલ, મહાદેવભાઇ મહેશ્વરી, હીરાભાઈ પટેલ તથા કાઉન્સિલની બહેનો વગેરે સભ્યો પ્રવાસમાં જોડાયી હતા.
પાટણથી ઢીમા, લખાપીર, નડાબેટ તથા કટાવ વગેરે ધાર્મિક સ્થળો પર જઈ શ્રાવણ માસમાં ભગવાનના દર્શન કરી ભાગ્યશાળી બન્યા હતા. નડાબેટ ખાતે શરહદી સૈનિકો સાથે શુભેચ્છા મુલાકાતનો લાભ પણ લીધો હતો અને નડેશ્વરી માતાના સાનિધ્યમાં આરતી દર્શન કરી ભાગ્યશાળી બન્યા હતા. પ્રવાસમાં ચા પાણી ભોજનની વ્યવસ્થા પણ કાઉન્સિલ દ્વારા કરવામાં આવી હતી. પ્રમુખ રમણલાલ પટેલ તથા મફતભાઈ પટેલ અને કાઉન્સિલની ટીમ દ્વારા સુંદર પ્રવાસની વ્યવસ્થા કરવામાં આવી હતી.

