ભારતીય જનતા પાર્ટી દ્વારા દર છ વર્ષે સભ્ય સદસ્યતા નોંધણીની કામગીરી હાથ ધરવામાં આવતી હોય છે. ત્યારે વર્ષ 2024ના ભારતીય જનતા પાર્ટીના સભ્ય સદસ્યતા નોંધણીનો પ્રારંભ ગતરોજ પ્રદેશ ભાજપ દ્વારા અમદાવાદ ખાતેથી કરવામાં આવ્યો હતો. જેમાં જેપી નડ્ડાએ દેશના વડાપ્
.
ભારતીય જનતા પાર્ટી દ્વારા પાટણ જિલ્લામાં ત્રણ લાખ સભ્યોને ભારતીય જનતા પાર્ટીના સદસ્ય બનાવવાનો ટાર્ગેટ આપવામાં આવ્યો હોય જે ટાર્ગેટને પાટણ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના આગેવાનો અને કાર્યકર્તાઓ સફળ રીતે પરિપૂર્ણ કરશે તેઓ આશાવાદ પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્રકારો સમક્ષ વ્યક્ત કર્યો હતો.
પાટણ જિલ્લા ભાજપ કાર્યાલય ખાતેથી પાટણ જિલ્લા ભાજપના સભ્ય સદસ્યતા અભિયાન કાર્યક્રમના પ્રારંભ પ્રસંગે પાટણના સાંસદ ભરતસિંહ ડાભી,જિલ્લા ભાજપ પ્રમુખ ડો.દશરથજી ઠાકોર,પાટણ જિલ્લાના પ્રભારી જગદીશભાઈ પટેલ,પ્રદેશ ભાજપ ના નંદાજી ઠાકોર્ જયશ્રી બેન દેસાઈ,જિલ્લા મહામંત્રીઓ,જિલ્લા પંચાયત પ્રમુખ હેતલબેન ઠાકોર,શહેર ભાજપ પ્રમુખ કિશોરભાઈ મહેશ્વરી,પાટણ નગર પાલિકા પ્રમુખ હિરલબેન પરમાર, સહિત ભાજપના અપેક્ષિત આગેવાનો અને કાર્યકર્તાઓ ઉપસ્થિત રહ્યા હતા.