વલસાડ જીલ્લામાં સગીર બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના ગુમ થયેલા વ્યકિતઓને શોઢી કાઢવા વલસાડ જિલ્લા SP ડો.કરનરાજ વાઘેલા નાઓની સુચના મુજબ વલસાડ જીલ્લાના તમામ પોલીસ અધિકારી નાઓ દ્રારા 18 વર્ષથી નાની ઉંમરના તથા પુખ્ત વયના ગુમ થયેલા લોકોને શોધી કાઢવા માટે ખા
.
વલસાડ જિલ્લામાં છેલ્લા કોઈને કોઈ કારણોસર છેલ્લા 7 વર્ષમાં ગુમ થયેલા સગીર તથા 18 વર્ષથી મોટી ઉંમરના ગુમ થયેલા લોકો અંગે નજીકના પોલીસ મથકે નોંધ કરવામાં આવી હતી. વલસાડ SP દ્વારા ઓપરેશન મિલાપ અંતરગત 18 વર્ષથી નાની ઉંમરની સગીરા કે સગીરના થયેલા અપહરણ અને અગમ્ય કારણોસર ઘર છોડી ગયેલા યુવક યુવતીઓની શોધખોળ કરવા અને ગુમ થયેલા વ્યક્તિઓને શોધી પરિવાર સાથે મિલાપ કરાવવા એક બીડું વલસાડ SP ડો. કરનરાજ વાઘેલાની આગેવાનીમાં વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઉઠાવ્યું હતું. SP ડો. કરનરાજ વાઘેલાની સૂચનાના આધારે વલસાડ જિલ્લામાં ગુમ થયેલા બાળકો અને 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને શોધવા ઓપરેશન મિલાપની શરૂઆત કરી હતો. ઓગષ્ટ માસમાં વલસાડ જિલ્લાની વિવિધ ટીમને મળેલી બાતમીના આધારે ઓપરેશન મિલાપ હેઠળ કામગીરી હાથ ધરવામાં આવી હતી. જે દરમ્યાન જીલ્લા પોલીસ મથકે ફરજ બજાવતી ડી સ્ટાફની ટીમ દ્રારા વલસાડ જીલ્લામાંથી, જીલ્લા બહાર તથા રાજય બહારથી ઓગષ્ટ 2024માં કુલ 15 ગુમ/ અપહરણ થયેલ સગીર વયના કિશોર/ કિશોરીઓને શોધી કાઢી તેમના પરિવારના સભ્યો સાથે મિલાપ કરાવવામાં આવ્યો છે. વલસાડ જિલ્લા પોલીસે ટેક્નિકલ સર્વેલન્સ અને અને બાતમીદારોની મદદ લઈને ગુમ થયેલા બાળકોને શોધવામાં સફળતા મળી છે. જ્યારે 18 વર્ષથી વધુ ઉંમરના 24 લોકોને શોધી કાઢવામાં વલસાડ પોલિસેની ટીમને સફળતા મળી છે.
વલસાડ જિલ્લાના વિવિધ પોલીસ મથકોમાં ગુમ થયેલી સગીરાઓ અને વ્યક્તિઓની યાદીઓ મેળવી તપાસ હાથ ધરી હતી. ગુમ થયેલા વ્યક્તિઓના પરિવારના નિવેદન મેળવ્યા હતા. જેમાં મોટા ભાગના કેસમાં યુવાનો અને મહિલાઓ ઘર કાંકસથી કંટાળીને ઘર છોડી જતા રહ્યા હોવાનું સામે આવ્યું હતું. વલસાડ જિલ્લા પોલીસની ટીમે ઓગષ્ટ માસમાં કુલ 18 વર્ષથી ઓછી ઉંમરના કુલ 15 અને 18 વર્ષથી વધુ ઉમર ધરાવતા 24 જેટલા લોકોને વલસાડ જિલ્લા આને આજુબાજુના જિલ્લાઓ તેમજ અલગ અલગ રાજ્યોમાંથી શોધી કાઢવામાં સફળતા મળી છે. ઓપરેશન મિલાપ અંતરગત ગુમ થયેલાને શોધી કાઢી પરિવાર સાથે મિલન કરાવવામાં વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી હતી. મિશન મિલાપ.અંતરગત 1 વર્ષમાં 96 બાળકો અને 500થી વધુ 18 વર્ષથી વધુને વ્યક્તિઓને વલસાડ જિલ્લા પોલીસની ટીમને સફળતા મળી છે.