શિમલા13 મિનિટ પેહલા
- કૉપી લિંક
શિમલાના સંજૌલીમાં મસ્જિદ સામે વિરોધ કરી રહેલા લોકો.
હિમાચલ પ્રદેશની રાજધાની શિમલાના સંજૌલી વિસ્તારમાં મસ્જિદના નિર્માણને લઈને વિવાદ વધી રહ્યો છે. સંજૌલીમાં છેલ્લા 5 દિવસથી લોકો વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. ગુરુવાર, 5 સપ્ટેમ્બરે વિવિધ સંગઠનો સાથે સ્થાનિક લોકો પણ રસ્તા પર ઉતરી આવ્યા હતા. તેમની માગ છે કે મસ્જિદનું ગેરકાયદે બાંધકામ તોડી પાડવામાં આવે.
પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહે પણ વિરોધ સ્થળની મુલાકાત લીધી હતી. આ મામલે મુખ્યમંત્રી સુખવિંદર સિંહ સુખુએ કહ્યું, ‘જે કોઈ કાયદો હાથમાં લેશે તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.’ તે જ સમયે, AIMIM ચીફ અસદુદ્દીન ઓવૈસીએ X પર લખ્યું, ‘હિમાચલમાં કોંગ્રેસ સરકારમાં મંત્રી અનિરુદ્ધ સિંહ ભાજપની ભાષા બોલી રહ્યા છે.’
એક વ્યક્તિ સાથે મારપીટ બાદ વિવાદ વધ્યો
કેટલાક લોકોએ આરોપ લગાવ્યો હતો કે 31 ઑગસ્ટની સાંજે સંજૌલીમાં મસ્જિદ પાસે એક સમુદાયના લોકોએ સ્થાનિક વ્યક્તિને માર માર્યો હતો. ફરિયાદ બાદ પોલીસે 6 આરોપીઓની ધરપકડ કરી હતી. મારપીટ બાદ આ મામલો વધુ જોર પકડવા લાગ્યો હતો. હવે હિન્દુ સંગઠનો અને ઘણા સ્થાનિક લોકો આ મસ્જિદને તોડી પાડવાની તેમની માગ પર અડગ છે.
શિમલાના સંજૌલીમાં બનેલી 5 માળની મસ્જિદ.
આરોપ- 5 માળની મસ્જિદ મંજૂરી વિના બનાવી દીધી
- આરોપ છે કે સંજૌલીના પોશ વિસ્તારમાં 5 માળની મસ્જિદ મંજૂરી વગર અને નકશા પાસ કર્યા વિના બનાવવામાં આવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મુસ્લિમ સમુદાયના લોકો મોટી સંખ્યામાં અહીં નમાજ અદા કરવા આવે છે. ચાર દિવસ પહેલા વિરોધ કરી રહેલા લોકોએ આરોપ લગાવ્યો હતો કે મુસ્લિમ સમુદાયના લોકો કેટલાક ઘરોમાં ડોકિયું કરી રહ્યા છે.
- 73 વર્ષના શ્યામ લાલે કહ્યું, ‘પહેલા અહીં એક નાની મસ્જિદ હતી. અહીં એક સમુદાયના માત્ર બે જ પરિવાર રહેતા હતા, પરંતુ છેલ્લા કેટલાક વર્ષો દરમિયાન અહીં મોટી સંખ્યામાં બહારથી આવેલા લોકો સ્થાયી થવા લાગ્યા હતા. બહારના લોકોએ અહીં બહુમાળી મસ્જિદ બનાવી. અગાઉ બનેલી મસ્જિદ કાચી અને બે માળની હતી. અહીં નમાજના સમયે લોકોની ભારે ભીડ હોય છે. જેના કારણે લોકોને આ વિસ્તારમાં ચાલવું પણ મુશ્કેલ બને છે.
તસવીરોમાં જુઓ આજનું પ્રદર્શન…
શિમલાના સંજૌલીમાં મસ્જિદ સામે લોકો રસ્તા પર ઉતરી આવ્યા હતા.
સંજૌલીમાં મસ્જિદ સામે વિરોધ કરી રહેલા લોકો.
ઈમામે કહ્યું- જૂની મસ્જિદ 1947માં બની હતી
મસ્જિદના ઈમામ શહજાદે આ મામલે કહ્યું કે મસ્જિદ 1947 પહેલાની હતી. અગાઉ મસ્જિદ કાચી હતી અને બે માળની હતી. લોકો મસ્જિદની બહાર નમાજ અદા કરતા હતા જેના કારણે નમાજ પઢવામાં મુશ્કેલી પડતી હતી. આ જોઈને લોકોએ દાન એકત્રિત કર્યું અને મસ્જિદનું નિર્માણ શરૂ કર્યું. આ જમીન વક્ફ બોર્ડની હતી, જેના પર બે માળ પહેલેથી જ બાંધવામાં આવ્યા હતા. મસ્જિદના બીજા માળ અંગેનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે. વક્ફ બોર્ડ આ લડાઈ લડી રહ્યું છે. કાયદો જે પણ નિર્ણય લેશે તે દરેકને સ્વીકાર્ય રહેશે.
રાજ્ય સરકારે કહ્યું- ગેરકાયદે બાંધકામ 2010માં શરૂ થયું હતું
- રાજ્ય સરકારના કહેવા પ્રમાણે, મસ્જિદ જૂની છે, પરંતુ ગેરકાયદે બાંધકામ 2010માં શરૂ થયું હતું. આ પછી ગેરકાયદે બાંધકામ રોકવા માટે 30 થી 35 વખત નોટિસો આપવામાં આવી હતી, પરંતુ બાંધકામ અટકાવવામાં આવ્યું ન હતું. કમિશનર કોર્ટમાં 44 રજૂઆતો થઈ છે. આ મામલામાં આગામી સુનાવણી 7 સપ્ટેમ્બરે થવાની છે.
- શહેરી વિકાસ મંત્રી વિક્રમાદિત્ય સિંહે 4 સપ્ટેમ્બરે વિધાનસભામાં કહ્યું હતું કે, ‘મ્યુનિસિપલ કોર્પોરેશન કમિશનર કોર્ટમાં કેસ ચાલી રહ્યો છે. જો કોર્ટ મસ્જિદને ગેરકાયદેસર જાહેર કરશે તો નિયમ મુજબ કાર્યવાહી કરવામાં આવશે. પંચાયતી રાજ મંત્રી અનિરુદ્ધ સિંહ મસ્જિદ અને ખાસ સમુદાય વિરુદ્ધ કડક કાર્યવાહીની હિમાયત કરતા જોવા મળ્યા હતા. તેમણે કહ્યું, ‘અહીં દરરોજ ચોક્કસ સમુદાયના નવા લોકો આવી રહ્યા છે. શું આ રોહિંગ્યા છે? હું કેટલાક લોકોને જાણું છું જેઓ બાંગ્લાદેશી છે.’