સ્પોર્ટ્સ ડેસ્ક30 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઇંગ્લેન્ડ અને શ્રીલંકા વચ્ચે ટેસ્ટ શ્રેણીની ત્રીજી મેચ લંડનના ઓવલ મેદાન પર રમાઈ રહી છે. ખરાબ પ્રકાશને કારણે શુક્રવારે પ્રથમ દિવસે સ્ટમ્પ્સ જલદી થયો હતો.
ઇંગ્લેન્ડની ટીમે 3 વિકેટ ગુમાવીને 221 રન બનાવી લીધા છે. કેપ્ટન ઓલી પોપ 103 અને હેરી બ્રુક 8 રન સાથે ક્રિઝ પર છે.
વરસાદના કારણે મેચ મોડી શરૂ થઈ હતી. આ પહેલા શ્રીલંકાએ ટૉસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ઇંગ્લેન્ડનો ઓપનર ડેન લોરેન્સ 21 બોલમાં 5 રન બનાવીને આઉટ થયો હતો. તેને લાહિરુ કુમારાએ પથુમ નિસાંકાના હાથે કેચ કરાવ્યો હતો.
ઓલી પોપની કેપ્ટન ઇનિંગ્સ ઇંગ્લેન્ડના કેપ્ટન ઓલી પોપે પોતાની કારકિર્દીની સાતમી સદી ફટકારી હતી. ઓલી 103 બોલમાં 103 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. તેણે પોતાની ઇનિંગમાં 13 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. આ પહેલા પોપ અને ડકેટે સાથે મળીને બીજી વિકેટ માટે 100 બોલમાં 95 રનની ભાગીદારી કરી હતી. ડકેટના આઉટ થયા બાદ બેટિંગ કરવા આવેલો જો રૂટ 13 રન બનાવીને આઉટ થયો હતો.
ઓલી પોપ 103* રન બનાવીને ક્રિઝ પર હાજર છે.
બેન ડકેટની અડધી સદી ઇંગ્લિશ ઓપનર બેન ડકેટે તેની ટેસ્ટ કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી હતી. ઝડપી રમતા તેણે 79 બોલમાં 86 રનની ઇનિંગ રમી હતી. આ દરમિયાન તેણે 9 ફોર અને 2 સિક્સર ફટકારી હતી. ડકેટને રત્નાયકે વિકેટકીપર ચાંદીમલના હાથે કેચ આઉટ કરાવ્યો હતો.
બેન ડકેટે તેની ટેસ્ટ કારકિર્દીની 10મી અડધી સદી ફટકારી હતી.
જોશ હલનું ડેબ્યૂ ઇંગ્લેન્ડના જોશ હલે આજે ટેસ્ટમાં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં પદાર્પણ કર્યું હતું. મેથ્યુ પોટ્સના સ્થાને હલનો સમાવેશ કરવામાં આવ્યો હતો. 20 વર્ષીય જોશ હલ 10 ફર્સ્ટ ક્લાસ, 9 લિસ્ટ A અને 21 T20 મેચ રમી ચૂક્યો છે. તેણે ફર્સ્ટ ક્લાસમાં 16, લિસ્ટ Aમાં 17 અને T20માં 24 વિકેટ લીધી છે.
ભૂતપૂર્વ ખેલાડી એન્ડ્રુ ફ્લિન્ટોફે હલ (ડાબે)ને તેની ડેબ્યૂ કેપ આપી.
ઇંગ્લેન્ડ શ્રેણીમાં 2-0થી આગળ ઇંગ્લેન્ડે બીજી મેચ 190 રને જીતી લીધી હતી. ટીમે પ્રથમ ટેસ્ટ 5 વિકેટે જીતી હતી. જીતીને સિરીઝમાં 2-0ની લીડ મેળવી લીધી હતી.
બંને ટીમની પ્લેઇંગ-11 ઇંગ્લેન્ડ: ઓલી પોપ (કેપ્ટન), બેન ડકેટ, ડેન લોરેન્સ, જો રૂટ, હેરી બ્રુક, જેમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગુસ એટકિન્સન, જોશ હલ, ઓલી સ્ટોન અને શોએબ બશીર.
શ્રીલંકા: ધનંજય ડી સિલ્વા (કેપ્ટન), દિમુથ કરુણારત્ને, પથુમ નિસાંકા, કુસલ મેન્ડિસ, એન્જેલો મેથ્યુસ, દિનેશ ચાંદીમલ (વિકેટકીપર), કામિન્દુ મેન્ડિસ, વિશ્વા ફર્નાન્ડો, અસિથા ફર્નાન્ડો, લાહિરુ કુમારા અને મિલન રત્નાયકે.