4 કલાક પેહલા
- કૉપી લિંક
અભિનેત્રી હિના ખાન થર્ડ સ્ટેજના બ્રેસ્ટ કેન્સરથી પીડિત છે. તેણે શુક્રવારે એક પોસ્ટ શેર કરી અને માહિતી આપી કે તે ઘણી સમસ્યાઓનો સામનો કરી રહી છે.
હિનાએ તેના ઈન્સ્ટાગ્રામ હેન્ડલ પર બે તસવીરો શેર કરી, જેના કેપ્શનમાં તેણે લખ્યું- દરેક ચીજ દર્દ આપે છે, પરંતુ સ્મિત ન જવું જોઈએ. ઘણી સમસ્યાઓ છે. જમતી વખતે પણ દુખાવો થાય છે. પરંતુ નકારાત્મક હોવાનું કોઈ કારણ નથી. હું સ્મિત કરવા અને મારી જાતને પ્રેરિત રાખવા માંગુ છું. હું મારી જાતને કહું છું કે આ બધું સમાપ્ત થઈ જશે અને હું તેને પાર કરીશ.
હિનાએ તાજેતરમાં જ માહિતી આપી હતી કે કીમોથેરાપીની આડઅસરને કારણે તેને મ્યુકોસાઇટિસ થયો છે. તેની સારવાર માટે તે ડોક્ટરોની સલાહ પણ લઈ રહી છે.
આ વર્ષે જૂનમાં હિનાએ કેન્સર વિશે જણાવ્યું હતું. હિનાએ 28 જૂને સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેને સ્ટેજ 3 બ્રેસ્ટ કેન્સર છે. પોસ્ટમાં, હિનાએ લખ્યું, ‘હાલમાં ઊડી રહેલી અફવાઓ વચ્ચે, હું તમને કેટલીક મહત્ત્વની માહિતી આપવા માંગુ છું. હું બ્રેસેટ કેન્સરના ત્રીજા તબક્કામાં છું.
હું ઠીક છું! હું મજબૂત છું અને હું મક્કમ છું. હું આ રોગ પર કાબુ મેળવવા માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છું. મારી સારવાર શરૂ થઈ ગઈ છે અને હું આને વધુ મજબૂત બનાવવા માટે દરેક શક્ય પ્રયાસ કરવા તૈયાર છું.
36 વર્ષની હિનાએ ‘યે રિશ્તા ક્યા કહેલાતા હૈ’થી દરેક ઘરમાં પોતાનું નામ બનાવ્યું હતું. આ સિવાય તે ‘બિગ બોસ 11’માં પણ જોવા મળી હતી.